આજનું રાશિફળ “૨૨/૧૦/૨૦૧૮” જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

86

મેશ: આજે પંચક છે. પ્રદોષ છે. બેન્કના કામકાજમાં, નોકરી – ધંધાના કામમાં શાંતિ, સ્વસ્થતા, એકાગ્રતા રાખવી. સરકારી કે કાનૂની પ્રશ્નમાં મુશ્કેલી ઉભી થાય.

વૃષભ: નોકરી કે ધંધામાં લાભ થાય. તમારી મહેનત, દોડધામ, ભાગ-દોડનું ફળ મળે. બાકીની ઉઘરાણી આવવાથી કામના ઉકેલથી આપને હળવાશ રહે.

મિથુન: સરકારી રાજકીય ખાતાકીય કામમાં ઉપરી અધિકારી, નોકર-ચાકર કારીગર વર્ગ, સહકાર્યકર વર્ગથી કામની વ્યસ્તતા અને જવાબદારીમાં વધારો થાય.

કર્ક: નોકરી ધંધાના અટવાયેલા કામ અને બેન્કના કામકાજ સફળતા મળે. ચિંતા, વ્યથા, ટેન્શન કે તાણ અનુભવતા હો તો તેમાં રાહત મળે.

સિંહ: કોઈ પણ ડોક્યુમેન્ટ પર સહી  સિક્કા કરતા પહેલા દસ વાર વિચાર કરવો. જવાબદારીવાળા કામમાં સંભાળીને રહેવું, સાવધાની રાખવી. કોઈ પણ મહત્વના નિર્ણય લેતા પહેલા ખાસ ધ્યાન રાખવું. નોકરીયાત વર્ગે કે ધંધાકીય વ્યક્તિઓએ તેમના કામ-કાજમાં બેદરકાર ન રહેવું.

કન્યા: આજના દિવસે તમને અન્ય વ્યક્તિનો સાથ- સહકાર મળવાથી તમે આનંદમાં ખુશ મિજાજ રહો. તમારા રોકાયેલા કામમાં નિરાંત જીવે ધ્યાન આપી શકો. માનસિક રીતે સ્વસ્થ અને ખુશ મિજાજ રહેવાથી સ્વસ્થ ચિત્તે તમે કામ કરી શકો.

તુલા: જો તમારે લગ્ન જીવનમાં વિક્ષેપ હોય અને છુટાછેડાની નોબત આવી ગઈ હોય તો આ છૂટાછેડાની કાર્યવાહીમાં થોડીક મુશ્કેલી ઉભી થાય. મકાન, જમીન કે મિલકતને લગતા કામમાં વિલંબ થાય.

વૃશ્ચિક: આવકમાં વધારો થવાથી કે રોકાયેલા નાણાકીય વ્યવહાર છુટા થવાથી તમારો નાણાકીય વ્યવહાર સચવાઈ જાય.

ધન: તમારા નજીકના સગા સબંધી કે મિત્ર સર્કલના વર્તુળમાં સ્વાસ્થ્યની બીમારી કે પરેસાનીને લીધે તમને બેચેની કે અજંપો રહે. જેથી તમે નોકરી કે ધંધામાં એકાગ્રતા જાળવી શકો નહિ.

મકર: દર વખતની જેમ સીજનલ ધંધામાં આવકમાં સારો એવો વધારો જોવા મળે. સ્વાસ્થ્ય સંબંધી અને લગ્ન જીવનમાં ચિંતાના વાદળો ઘેરાય.

કુંભ: આજના દિવસે તમારે ખાતાકીય તપાસમાં મુશ્કેલી ઉભી થવાથી સાવધાની રાખવાની ખાસ જરૂર રહે.

મીન: આજનો દિવસ તમારા માટે ખાસ ચિંતાજનક રહે. ઘરની બહાર હો ત્યારે તમને ઘર પરિવારની ખાસ ચિંતા રહે. વાત વાતમાં કોઇપણ ઉપર ગુસ્સે થઇ જાવ જેથી ક્યાંક સંબંધો બગડવાની શક્યતાઓ પણ રહે. જેથી આજના દિવસે મગજ ઉપર કંટ્રોલ રાખવો ખસ જરૂરી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment