સાવધાન! આકસ્મિક મૃત્યુનો સંકેત આપે છે કપાળની રેખાઓ

273

કપાળની રેખાઓ ફક્ત વધતી ઉંમરનો સંકેત જ આપતી નથી પરંતુ વ્યક્તિની સુંદરતામાં પણ તેને શ્રાપની માફક માનવામાં આવે છે. ઘણીવાર કપાળ પરની આ રેખાઓની સમસ્યાઓનો સામનો કરવો મુશ્કેલ થઇ જાય છે. પણ હવે અમે તમને જે બતાવવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમારી સમસ્યા કે મુશ્કેલીમાં વધારો થશે. જો નાની ઉંમરમાં કોઇપણ વ્યક્તિના કપાળમાં આ રેખાઓ – જેને ઘણા લોકો ઝૂર્રિયા પણ કહે છે – જોવામાં આવે તો સાવધાન થઇ જજો. કારણ કે આ રેખાઓ હૃદયરોગ થવાના કારણે સમયની પહેલા મૃત્યુ થવાનો સંકેત પણ હોઈ શકે છે.

૧.) અથેરોસ્લોરોસિસની બીમારીનું જોખમ

મ્યુનીકમાં આવેલ સાલાના યૂરોપીયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કોંગ્રેસ દ્વારા 2018માં રજુ કરવામાં આવેલ એક નવા અભ્યાસ મુજબ કપાળ પર થતી આ ઝૂર્રિયા એટલે કે રેખાઓ અથેરોસ્લોરોસિસ (atherosclerosis) ની બીમારી, જેમાં ધમનીઓ નિષ્ઠુર થઇ જાય છે તેનું જોખમ વધુ રહે છે. આ કારણથી તે આકસ્મિક મૃત્યુના ખતરાનો સંકેત આપે છે. સંશોધકોએ આ આખી સ્થિતિને સારી રીતે સમજાવતા કહ્યું છે કે કપાળમાં રહેલી રક્તવાહિનીઓ પ્લેકની નકલ કરવા માટે વધારે સંવેદનશીલ હોય છે. કારણ કે તે ખુબ જ નાની હોય છે. પરિણામ સ્વરૂપ આ રક્ત વાહિનીઓની વધતી ઉંમરનો સંકેત પણ છે. આ સિવાય કોલાજન પ્રોટીન અને ઓકસીડેટીવ સ્ટ્રેસને લીધે પણ અથેરોસ્લોરોસિસની બીમારી થઇ શકે છે. જેથી કપાળ પર ઊંડી રેખાઓ પડી જાય છે.

૨.) પુખ્ત વયના કામ કરતા 3200 વ્યક્તિઓની તપાસમાં થયેલ ખુલાસો     

આ સંશોધન માટે લગભગ 3 હજાર 200  પુખ્ત વયના કામ કરતા વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેઓના કપાળમાં પડતી સમાન અંતરની ઝૂર્રિયા એટલે કે રેખાઓની તપાસ કરવામાં આવી જેમાં એ જાણવાની કોશિશ કરવામાં આવી કે આવા લોકોમાં કાર્ડીઓવસ્ક્યુલર ડીસીઝ એટલે કે હૃદયરોગનો ખતરો કેટલો વધારે છે. આ સંશોધનમાં સામેલ વ્યક્તિઓના કપાળપર રહેલ રેખાઓની સંખ્યા અને તેની ઉંડાઈના આધારે તેને નંબર આપવામાં આવેલ. શૂન્ય નંબર એટલે તે વ્યક્તિના કપાળ પર એક પણ રેખા નથી. અને ત્રણ નંબરનો અર્થ થાય તે વ્યક્તિના માથા પર ખુબજ વધારે અને ઊંડી ઝૂર્રિયા એટલે કે રેખાઓ આવેલી છે.

૩.) કપાળ પર થતી આ ઝૂર્રિયા એટલે કે રેખાઓ જો ઊંડી હોય તો તે બીમારીનો સંકેત આપે છે

લગભગ 20 વર્ષ સુધી સંશોધકોએ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોની તપાસ કર્યા પછી સંશોધકોને એ ધ્યાનમાં આવ્યું છે કે આ ઝૂર્રિયા એટલે કે રેખાઓનો સ્કોર જે સ્પર્ધકને જેટલો વધારે હતો તે સ્પર્ધને હૃદય સંબંધિત બીમારી થવાનો ભય એટલો જ વધારે હતો. જેના કપાળ પરની રેખાઓનો સ્કોર 2 કે 3 હતો તેને હૃદયરોગ અને મૃત્યુનો ભય 10 ગણો વધારે હતો. આવા લોકોની સરખામણીએ જે સ્પર્ધકોનો સ્કોર 0 હતો તેમને આકસ્મિક મૃત્યુનો ભય નહોતો. જો કે ફક્ત કપાળ પરની રેખાઓને જોઇને હૃદયરોગની જાણ થઇ શક્તિ નથી. પણ તે માટે તેને લગતા જરૂરી લેબોરેટરી ટેસ્ટ પણ કરાવવા જરૂરી છે. ફ્રાન્સની સેન્ટર હોસ્પિટલના પ્રોફેસરની  વાતને માનવામાં આવે તો  આ રીત ખુબજ સરળ છે. તેમાં કોઈ વ્યક્તિના ચહેરાની સામે ફક્ત જોઇને જ તે વ્યક્તિને સાવધાન કરી શકાય છે, જેથી તેને તેમની બીમારી બાબતમાં બતાવીને તેમના પરના જોખમને ઓછુ કરી શકાય છે.

૪.) તંદુરસ્ત લાઇફ સ્ટાઇલ અપનાવો, અને બીમારીથી બચો

જો કપાળ પરની ઊંડી રેખાઓની સાથે તમારૂ બ્લડ પ્રેશર પણ લો હાઈ (ઉપર નીચે) થતું રહેતું હોય અને લોહીમાં સ્યુગર ગ્લુકોજનું પ્રમાણ પણ ચડ ઉતર થતું હોય તો તે ચિંતાની બાબત છે. તેનાથી બચવા માટે બેલેન્સ ડાયેટનું સેવન પણ કરવું જોઈએ. જેટલી બની શકે તેટલી તમારી લાઈફ સ્ટાઇલને તંદુરસ્ત રાખો સાથે કસરતો કરવાનું ચાલુ રાખો. જો તમને ઉપર બતાવેલ લક્ષણમાંથી કોઈપણ લક્ષણ જો દેખાય તો તુર્તજ ડોકટરનો સંપર્ક કરવો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment