જયારે ત્રણ બાળકો હોવાથી આંગણવાડી કાર્યકર્તાને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી તો તેણે બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા

29

મહારાષ્ટ્રમાં એક આંગણવાડીની કાર્યકર્તાને બે થી વધારે બાળકો અને આંગણવાડીના નાના પરિવારના નિયમનું પાલન ન કરતા તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવતા તેણે રાજ્ય સરકારના ફેંસલાને ચેલન્જ કરી અને તેણે બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

અરજદાર તન્વી સોદાયે વર્ષ ૨૦૦૨માં આઈસીડીએસની યોજના દ્વારા તેમણે કામ શરુ કર્યું. પછી તેને વર્ષ ૨૦૧૨ માં આંગણવાડીના પદ પર કામ કરવાનો લાભ મળ્યો. પણ થોડા દિવસો પછી તે જ વર્ષના માર્ચ મહિનામાં તેમને રાજ્ય સરકારમાંથી એક નોટીસ આવી, જેમાં લખેલું હતું કે તેને ત્રણ બાળકો હોવાથી નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે.

રાજ્ય સરકારની નોટીસમાં લખેલું હતું કે વર્ષ ૨૦૧૪ ના સરકારી નિયમ પ્રમાણે આઈસીડીએસ યોજના અંતર્ગત અલગ અલગ વિભાગોમાં જે પણ કર્મચારી કામ કરતા હોય તેને બે થી વધારે બાળકો હોવા ન જોઈએ. અને જો બે થી વધારે બાળકો હશે તો તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે. અરજદારે સામે દલીલ કરી છે કે, બે થી વધારે બાળકો હોય અને તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે તો તે કાનૂની અપરાધ ગણાશે. કારણ કે જયારે ઓગસ્ટ ૨૦૧૪ માં એ નિયમ લાગુ થયો ત્યારે અરજદાર તન્વી સોદાયે ત્રીજા બાળક માટે આઠ મહિનાની ગર્ભવતી હતી.

તેમ છતાં સરકારે અદાલતને જણાવ્યું છે કે ઓગસ્ટ ૨૦૧૪ નો સરકારી હુકમ પ્રમાણે ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે લઈને આવ્યા હતા. જેમાં આઈસીડીએસની નીચે આંગણવાડી સેવિકાઓ અને અન્ય કર્મચારીઓની નિયુકતી માટેના નિયમો તથા શરતોને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યા હતા. જયારે સરકાર ૨૦૦૫ થી જ “નાના પરિવારો” ના નિયમોનો પ્રચાર કરી રહી છે.

અદાલતે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે તેઓ 3 ઓકોટોબરે આ મામલાની આગળની સુનાવણી પર આ વિષય પર અત્યાર સુધીના પ્રકાશિત કરેલા દરેક પત્રો તથા પ્રસ્તાવોને અત્રે કોર્ટમાં રજુ કરે.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment