એ કંપની જે કાઢે છે સૌથી વધારે સોનું, નહિ જાણતા હો તમે આ કંપની વિશે

25

કેનેડાની બૈરિક ગોલ્ડ કોર્પોરેશન દુનિયામાં સૌથી વધારે સોનું કાઢનારી કંપની છે. માર્કેટમાં આ કંપનીની વેલ્યુ ૧૮૦૦૦ મિલિયન ડોલર છે. આ કંપનીએ હાલમાં જ જર્સીમાં સ્થિત રેડગોલ્ડ કંપનીને ખરીદી છે જે ખાસ કરીને માલીમાં સોનાની ખોદવાનું કામ કરે છે. બૈરિક ગોલ્ડનું મુખ્યાલય કેનેડાની રાજધાની ટોરંટોમાં આવેલ છે. ત્યાં જ આનું સૌથી મોટું માઈનિંગ કોમ્પલેક્ષ અમેરિકાના શહેર નવાડામાં છે.

આ કંપની ૧૦ દેશોમાંથી સોનું કાઢવાનું કામ કરે છે. વર્ષ ૨૦૧૭માં આ કંપનીએ ૧૦ ટન સોનું કાઢ્યું અને ૧૪૦૦ મિલિયન અમેરિકી ડોલરનો નફો કર્યો. બૈરિક ગોલ્ડ અને રેડગોલ્ડનું વિલયન આવતા વર્ષના પહેલા ત્રણ મહિનામાં પૂર્ણ થશે પરંતુ આ વિલયન સાથે જ કંપનીને વૈશ્વિક માર્કેટની ચેલેન્જોનો સામનો કરવો પડશે.

વર્ષ ૨૦૧૨થી વૈશ્વિક સોનાની માર્કેટનું રિજર્વ ૧૨ ટકા ઘટી ગયું છે. એ જ કિંમત આ વર્ષે ૮ ટકા સુધી ઘટી ગઈ છે. લૈટિન અમેરિકામાં કંપનીનું નામ નવું નથી. અર્જેટીના, ચીલી, પેરૂ અને ડોમિનિકન રિપબ્લિકમાં કંપનીની પકડ મજબૂત છે, પરંતુ કંપની હવે દક્ષિણી અમેરિકામાં પોતાના વિશેષ ઓળખાણ બનાવામાં લાગી છે. રેડગોલ્ડના સંસ્થાપક માર્ક બ્રિસ્તોએ જણાવ્યું કે હજીપણ લૈટિન અમેરિકામાં ઘણું બધું શોધવાનું બાકી છે. બ્રિસ્તો વર્ષ ૨૦૧૯માં બૈરિક ગોલ્ડના એક્જુયુકેટીવ ડાયરેક્ટર થયા.

લૈટિન અમેરિકાનો ‘ગોલ્ડ બેલ્ટ’

લૈટિન અમેરિકાના “એલ ઇન્ડિયો ગોલ્ડ બેલ્ટ” માં ખુબજ સોનું મળે છે. આ અર્જેટીના અને ચીલી દેશની વચ્ચે આવે છે. આ ભાગ કંપની માટે ઘણા પ્રોજેક્ટ માટે પ્રાથમિકતા બનતો જાય છે, પરંતુ આ સ્થળો પણ ખોદકામ કરવું સહેલું નથી. તાજેતરના વર્ષોમાં, બૈરિક ગોલ્ડ પર પર્યાવરણ શોષણના ઘણા આરોપો લાગ્યા. આના કારણે કંપનીએ ઘણા કાયદાકીય તપાસ અને લોકોના પ્રદર્શનોમાંથી નીકળવું પડ્યુ છે.

અર્જેટીનાની વેલાડેરો ખાણનું આવું જ એક ઉદાહરણ છે. જ્યાં ડિસેમ્બર ૨૦૧૫માં અર્જેટીનાના ઈતિહાસમાં સૌથી મોટી ખાણની દુર્ઘટના થઇ. અહિયાં લાખો ટન ધાતુએ પાણીને પ્રદૂષિત કર્યું. અત્યારે અર્જેટીનાની લગભગ ૫૦ ટકા ખાણો બૈરિક ગોલ્ડનો કબજો છે અને અન્ય ૫૦ ટકા ખાણો શૈન્ડોંગ ગોલ્ડ ગ્રુપના ભાગમાં છે.

બંને કંપનીઓ ગયા વર્ષે જુલાઈ મહિનામાં ભાગીદારી કરી અને એલન કર્યું કે બંને કંપનીઓ સંગઠીત રૂપે દેશમાં નવા પ્રોજેક્ટ પર કામ કરશે. આના સિવાય, અમુક પર્યાવરણ સાથે જોડાયેલ સમસ્યાઓના જવાબમાં ચીલીની પાસકુઆ લામા ખાણ પ્રોજેક્ટ પર કોર્ટે કંપની પર ઘણી પ્રકારના પ્રતિબંધ લગાવ્યા હતા. આ જ કારણ છે કે કંપની હવે આ પ્રોજેક્ટ પર અર્જેટીના તરફથી કામ કરશે.

આ ખાણોનું મહત્વ

બિજનેસ ન્યૂજ અમેરિકાની વરિષ્ઠ વિશ્લેષક લૌરા સુપ્રેનોએ બીબીસીને કહ્યું, “જ્યારે બ્રિસ્તો ખાણોને ‘હાથી’ નું વિશેષણ આપે છે તો તે નવી ખાણોની શોધનો ઈશારો કરે છે. લૈટિન અમેરિકાના ઘણા ભાગને હજુ સુધી યોગ્ય રીતે શોધી શકાયા નથી.”

જો કે પાસકુઆ લામા પ્રોજેક્ટમાં કંપનીને થયેલ નુકશાન પછી આ ભાગોમાં ખોદકામ શરુ કરવામાં નથી આવ્યું. બૈરિક અને શૈન્ડોંગની ભાગીદારી પર બધાની નજર છે. જાણકારોનું માનવું છે કે બંને કંપનીઓ પોતાની ભાગીદારી થોડી થોડી વધારી રહી છે. વેલાડેરોની ખાણોમાં કરેલ ભાગીદારી આનો જ એક ભાગ છે.

દક્ષિણ અમેરિકામાં બૈરિક ગોલ્ડની ખાણ

લગુનાસ નોર્ટે : ઉત્તર પેરુ એડીસમાં સ્થિત લાગુનસ નોર્ટેની ખાણ. જેની ઊંચાઈ સમુદ્રી સપાટીથી ૩૭૦૦ મીટરથી લઈને ૪૨૦૦ મીટરની વચ્ચે છે.

વેલાડેરો : અર્જેટીનામાં સ્થિત સોના અને ચાંદીની ખાણોમાં બૈરિક ગોલ્ડની ૫૦ ટકા ભાગીદારી છે. આ સાન જુઆનથી લગભગ ૩૭૦ કિલોમીટર દુર અને એન્ડિજના પહાડો પર ૪૦૦૦ મીટરની દુરી પર છે.

જૈલડીવર : ચીલીમાં રહેલ આ તાંબાની ખાણોમાં ૫૦ ટકા અને ૫૦ ટકા એન્ટોફગાસ્ટા મિનરલની ૫૦ ટકા ભાગીદારી છે.

ભવિષ્યના પ્રોજેક્ટ

ચીલી સ્થિત નોર્થ ઓપન પ્રોજેક્ટ, આ સોના અને તાંબાની ખાણ છે. આ એક શેર કરેલ સાહસ છે જેમાં કંપનીની ભાગીદારી ગોલ્ડ ક્રોપ છે. આના માટે પર્યાવરણ સંબંધી પરમિશનની રાહ છે. પાસુકા લામા, અર્જેટીનાની આ ખાણને કંપની ફરી શરુ કરવા માંગે છે.

હાઈટ્સ, ચીલીમાં રહેલ આ ખાણમાં લાંબા સમયથી કોઈ પ્રગતિ થઇ નથી. આશા છે કે બૈરિક ગોલ્ડ આને વહેલી તકે શરુ કરશે. જાણકારોની માહિતી પ્રમાણે વિલયન પૂરું થતાંની સાથે જ બૈરિક ગોલ્ડ પોતાનો બિઝનેસ જડપથી વધારશે. આફ્રિકામાં રેડગોલ્ડની સારી એવી પકડ છે. જેમ કે માલી, સેનેગલ, કોન્ગો ગણરાજ્ય વગેરે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment