એક એવું ગામ, જ્યાં સૂર્યના કિરણો પીગળાવી દે છે લોકોના ચહેરા અને શરીર, જાણો તેની પાછળનું કારણ…

18

કહેવામાં આવે છે કે સૂર્યનો પ્રકાશ માણસ માટે ખુબજ લાભદાયક હોય છે. આ ઘણા રોગોથી બચાવ કરે છે, પરંતુ બ્રાઝિલના સાઓ પાઉલોમાં એક એવું ગામ છે, જ્યાં સૂર્યના કિરણો એટલે કે તડકો લોકોના ચહેરાઓ અને એમનું શરીર ગળાવી દે છે. અહિયાંના લોકો દિવસની બદલે ગમે ત્યાં રાતે જવાનું પસંદ કરે છે.

આ ગામનું નામ છે અરારસ. અહિયાં મોટાભાગના ખેતીથી જોડાયેલા સમુદાયોના લોકો રહે છે. એવામાં તેઓ તડકામાં કામ કરવાથી બચી શકતા નથી. અમુક લોકો પાસે તો તડકામાં કામ કરવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી. તડકામાં નીકળવાથી સૂર્યની કિરણો એમને જુલ્સાવી દે છે. આના કારણે એમની ત્વચા લાલ અને સુકી પડી જાય છે અને ચહેરો પણ ભદ્દો દેખાવા લાગે છે.

વાત એવી છે કે, અહિયાંના લોકો એક બહુ જ અજીબોગરીબ અને દુર્લભ રોગથી પીડિત છે, જેનું નામ છે જેરોડર્મા પિગમેંટોસમ. આ રોગમાં તડકાના કારણે ત્વચા બળી જાય છે. આ ભયાનક રોગના કારણે અહિયાંના લોકોની જિંદગી મુશ્કેલ થઇ ગઈ છે.

એમ તો આ રોગ લાખોમાં કોઈ એક વ્યક્તિને જ થાય છે, પરંતુ આ ગામની એક મોટી આબાદી આ રોગથી પીડિત છે. અરારસ ગામમાં લગભગ ૮૦૦ લોકો રહે છે, જેમાંથી લગભગ ૬૦૦ લોકોને આ રોગ છે.

આ રોગની પાછળ સૌથી મોટું કારણ અહિયાંની આનુવાંશિકતા જણાવામાં આવે છે. જો કે અમુક લોકોનું માનવું છે કે આ એક યૌન સંબંધી રોગ છે, જો કે અમુક લોકો માને છે કે આ ભગવાન તરફથી મળેલ એક દંડ છે, જેને અહિયાંના લોકો ભોગવી રહ્યા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment