“એલોવવેરા” શું તમે જાણો છો આ સામાન્ય છોડના અધધધ… ફાયદાઓ ?

161

થોર અનેક પ્રકારના થાય છે તે એક પ્રકારની વનસ્પતિ છે. કુંવારપાઠું એ થોરની જ એક પ્રજાતિ છે. ખરેખર તો થોર રણપ્રદેશની વનસ્પતિ છે. જમીન પરના બીજા ઝાડ પાન કે વૃક્ષોની માફક થોર રણપ્રદેશની વનસ્પતિ હોવાથી બાષ્પીભવનની ક્રિયા તે અન્યવનસ્પતિ જેટલી કરતો નથી. કારણકે રણમાં પાણીનું પ્રમાણ નહિવત હોય છે. જેથી થોર બાષ્પીભવનની ક્રિયા ઘણીજ ઓછી કરી પોતાના માટે પાણીની બચત કરે છે. જો કે કુંવારપાઠું દરિયા કિનારે પણ થાય છે.હવે તો કુંવારપાઠુંની વિશાળ પ્રમાણમાં ખેતી પણ કરવામાં આવે છે. અને અત્યારે તો કુંવારપાઠુંને ઘરે કુંડામાં પણ ઉછેરવામાં આવે છે. તેના બે કારણો છે. એક તો ડ્રોઈંગરૂમ અને ગેલેરીની શોભા વૃદ્ધિ માટે, અને બીજું અગત્યનું કારણ હોય તો તે છે કુંવારપાઠુનો આયુર્વેદિક ઉપયોગ.

કુંવારપાઠુંના પાન

જો કે કુંવારપાઠુંને પાન હોતા નથી પણ આપણે જેને પાન કહીએ છીએ તે પાન નહિ પણ પ્રકાંડ છે, જાડા અને દળદાર હોય છે. તેની છાલ જાડી હોય છે. કુંવારપાઠું આયુર્વેદિક દ્રષ્ટીએ ઘણીજ ઉપયોગી વનસ્પતિ છે. તેના પાનની કિનાર પર નાના નાના ઝીણા કાંટા હોય છે. અંદરથી તે ઝાડા દળવાળા અને રસ યુક્ત હોય છે. કુંવારપાઠુંને ચોમાસાની ઋતુમાં તેના છોડની વચ્ચેથી એક ઊભીસળી જેવી દાંડી નીકળે છે. આ દાંડી પર પછી ફૂલ આવે છે. આ ફૂલ બે કલરના હોય છે. ફૂલની અંદરનો રંગ પીળાશ પડતો હોય છે, અને બહારનો રંગ નારંગી કલરનો હોય છે. જો કે બહાર કીટકોથી બચવા માટે કુદરતે આ ફૂલની અંદર અતિશય દુર્ગંધ મારતી વાસ આપી છે. આમ છતાં આ ફૂલનો એક ગુણ એ પણ છે કે તે મધ કે સાકર જેવા અતિશય મીઠા હોય છે.કુંવારપાઠુંના પાનનું અને દાંડીનું બંનેનું અથાણું થાય છે જે તમારા શરીરમાં બરોળ, લીવર અને યકૃતને મજબુત બનાવે છે. યકૃત, લીવર કે બરોળની બીમારીમાં પણ તે ખુબજ ઉપયોગી ઔષધી ગણાય છે.

લાબુ કુંવારપાઠું કઠાઈ ગયેલા મળને દુર કરનાર, ઠંડુ, બરોળ, યકૃત,તાવ, કફ, શરીરની ગ્રંથીઓ, ચામડી કે રક્તપીતના રોગને દુર કરનાર, અગ્નિને બાળનાર, કડવું, આંખોને ખુબજ ગુણકારી અને શરીર માટે શક્તિવર્ધકછે. તેના રસમાંથી બનાવેલ એળીયો મહિલાઓનું માસિક શુદ્ધિ કરે છે, અને જો માસિક અનિયમિત હોય તો માસિકચક્રને પણ નિયમિત કરે છે. કુમાર્યાસવમાં ખાસ કરીને મુખ્ય ઔષધી કુંવારપાઠુંને ગણવામાં આવે છે. તેનાથી સ્ત્રીઓની માસિકને લગતી વિકૃતિઓ, તેમજ અકાળે માસિક બંધ થઇ જવું, લીવરના રોગ અને બરોળનું અચાનક વધી જવું વગેરેમાં રાહત થાય છે અને દર્દ પણ મટે છે. પાંડુરોગ થયો હોય તો તેમાં પણ આ કુંવારપાઠું ખુબજ ઉપયોગી થાય છે.

કુંવારપાઠુંનો ઔષધીય ઉપયોગ

૧.) જો તમારા દાંત હલતા હોય કે દુઃખતા હોય તો તમારે દિવસમાં બેથી ત્રણ વાર દાંતને તેનો રસ ઘસવાથી અને તેનો એક ગર્ભવાળો ટુકડો ચાવવાથી દુઃખતા દાંતમાં કે હલતા દાંતમાં ચોક્કસ ફાયદો થશે.

૨.) જો તમને તાવ આવતો હોય તો કુંવારપાઠુંના રસમાં અડધી ચમચી હળદર નાખી દિવસમાં બે વાર આ રસને પીવાથી તાવમાં ચોક્કસ રાહત થાય છે. જો વધારે તાવ આવતો હોય તો કપાળ પર અને પગના તળીએ આ રસને ઘસવાથી તાવ તુર્તજ ઉતરી જશે.

૩.) તમારા માથાના વાળના રક્ષણ માટે તેની છાલ ઉતારી અંદરના ગર્ભને માથામાં માલીસ કરતા હોઈએ તે રીતે ઘસવાનો, પછી વાળને એ જ સ્થિતિમાં સૂકવવા રાખી મુકવા, થોડા સમય બાદ વાળને ઘસીને ધોઈ નાખવાથી તમારા વાળ રેશમી, ચમકદાર અને કાળા બને છે. અને વાળ લાંબા થાય છે.

૪.) જો શરીર પર ગાંઠ કે સોજો આવ્યો હોય તો કુંવારપાઠુંના પાનના(પ્રકાંડના) કાંટા કાઢી પછી તેને વાટીને તેમાં હળદર અને મીઠું ભેળવી તેને નવસેકું ગરમ કરી ગાંઠ કે સોજા પર લગાડવાથી તેમાં રાહત થાય છે.

૫.) સ્ત્રીઓને, મહિલાઓને માસિકધર્મમાં માસિક સાફ આવતું ન હોય, ઓછું આવતું હોય કે દુ:ખાવો થતો હોય કે પછી માસિકની બીજી કોઇપણ સમસ્યા હોય તો કુંવારપાઠુંનું દરરોજ સેવન કરવાથી તેમાં જરૂર રાહત થાય છે.

૬.) જો તમને એસીડીટી થઇ હોય તો કુંવારપાઠુંનો રસ કાઢી તેમાં સાકર મેળવીને ખાવાથી એસીડીટીમાં ચોક્કસ રાહત મળે છે.

7.) કુંવારપાઠુંના ગર્ભને શરીરના દાજેલા ભાગ પર લગાડવાથી ગમે તેવી બળતરા થતી હોય તો તેમાં તાત્કાલિક રાહત થાય છે.

૮.) કુંવારપાઠું ડાયાબીટીસમાં અકસીર ઈલાજ છે. તેની ઉપરની છાલ કાઢી વચ્ચેના ગર્ભને ખાવાથી ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે.

૯.) થાઈરોડમાં અને કબજિયાતમાં કુંવારપાઠુંનો આશરે બે ઈંચ જેવડોનાનો ટુકડો દિવસમાં કમસે કમ બે થી ત્રણ વાર ખાવાથી ચોક્કસ ફાયદો થાય છે.

૧૦.) કુંવારપાઠુંનાં ગર્ભનો એક નાનો ટુકડો સવાર સાંજ ખાવાથી લીવર અને બરોળના રોગો માટે છે.

૧૧.) કુંવારપાઠુંના સેવનથી શક્તિમાં વધારો થાય છે, થાક દુર થાય છે અને નિર્બળતા કે દુર્બળતા દુર થાય છે.

૧૨.) જો શક્ય હોય તો તમારા શરીરના ખુલ્લા રહેતા ભાગ પર કુંવારપાઠું ઘસવાથી તે ભાગ પર વાતાવરણની અશુદ્ધીઓની અસર થતી નથી. અને શરીરની સ્કીન ચમકદાર બને છે.

૧૩.) કુંવારપાઠુંના ગર્ભનો રસ કાઢી દિવસમાં બે વાર એક એક ચમચી પીવાથી કમળો મટે છે.

૧૪.) જો કાયમી ગેસ રહેતો હોય, ભૂખ ન લાગતી હોય, અજીર્ણ હોય, પેટમાં શૂળ થતું હોય કે અપચો રહેતો હોય તો ઘઉંના લોટમાં કુંવારપાઠુંનો રસ નાખી તેનો લોટ બાંધી તેની રોટલી કે ભાખરી બનાવીને ખાવાથી ચોક્ક્સ લાભ થાય છે.

૧૫.) જો શરીરમાં લોહીની ઉણપ હોય તો કુંવારપાઠુંનાં ગર્ભનો એક નાનો ટુકડો દિવસમાં બે થી ત્રણ વાર ખાવાથી લોહીમાં વધારો થાય છે.

૧૬.) કુંવારપાઠુંના ગર્ભનો રસ કાઢી દિવસમાં ઓછામાં ઓછો ચાર વાર એક એક ચમચી પીવાથી અને પેટ પર તેનો લેપ કરવાથી જલંધરમાં રાહત થાય છે.

૧૭.) કુંવારપાઠુંના ગર્ભનો રસ કાઢી તેમાં થોડી હળદર મેળવીને પીવાથી કમળો પણ મટે છે.

આમ જુઓ તો કુંવારપાઠું નિર્દોષ વનસ્પતિ છે તો પણ આ બધા પ્રયોગ કરતા પહેલા કોઈ નિષ્ણાંતની કે જાણકાર વડીલની સલાહ લેવી આવશ્યક છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment