અહી ગપ્પાબાજી ન કરતા જો પકડાય ગયા તો ૧૩૦૦ રૂપિયાનો દંડ લાગશે તથા કચરો ઉપાડવો પડશે…

6

ઘણા લોકોને ગપ્પાબાજી કરવું ખુબ જ પસંદ હોય છે. નાનો એવો મોકો મળતા તે ગપ્પાબાજી કરવાનું ચાલુ કરી દે છે. પરંતુ હવે એક શહેર એવું પણ છે જ્યાં તમે જો ગપ્પાબાજી કરી તો તમારા પર દંડ પણ લાગી શકે છે તેમજ તમારે રસ્તો પણ સાફ કરવો પડશે અને કચરો ઉપાડવાની સજા પણ આપવામાં આવશે. ફિલિપિન્સના બીનાલોનાન શહેરમાં અફવાઓ રોકવા માટે નવા નિયમો ઘડવામાં આવ્યા છે. આ કાયદાને શહેરના મેયર રેમન ગુઈકો દ્વારા બનાવામાં આવ્યા છે, જે એક મેં થી લાગુ થઇ ચુક્યા છે.

ફિલીપીન્સની રાજધાની મનીલાથી ૨૦૦ કિલોમીટર દુર આવેલ બીનાલોનાનમાં સ્થાનીય અધિકારીઓએ ગપ્પાબાજી તથા બેકારની વાતો કરવાને ગેરકાયદેસર જણાવી. અધિકારીઓ મુજબ, તેનો હેતુ સમુદાયમાં અફવાઓને રોકવાની છે.

નવા નિયમો મુજબ, પહેલીવાર એવું કરવા પર ૨૬૩ રૂપિયાનો દંડ અને ૩ કલાક સુધી રસ્તા પર કચરો ઉપાડવાની સજા આપવામાં આવશે. આ નિયમ સ્થાનીય સ્તર પર લાગુ પાડવામાં આવ્યો છે. એવું એટલા માટે કરવામાં આવે છે કેમ કે અફવાઓના કારણે શહેરમાં ગુનાઓ વધતા જાય છે.

એવો જ નિયમ બીનાલોનાનના પાડોસી શહેર મોરેનોમાં ૨૦૧૭ માં લાગુ પાડવામાં આવ્યો હતો. અહી ઘણા સ્થાનીય લોકો પર ૭૦૦ રૂપિયા દંડ અને રસ્તાની સફાઈ માટે દબાણ આપવામાં આવતું હતું. લોકો ઘણા હેરાન થયા હતા પરંતુ નિયમનું જોરદાર પાલન કરવામાં આવ્યું હતું.

બિનલોનાનમાં નિયમ બીજીવાર તોડવા પર દંડ વધારવાની સાથે સજાનો સમય પણ વધારવામાં આવશે. એવા લોકો પર ૧૩૦૦ રૂપિયા દંડ અને ૮ કલાક સુધી સમુદાયની સેવા કરવી પડશે. છતાં પણ નિયમમાં ચોખવટ કરવામાં આવી નથી કે કઈ વાતને ગપ્પાબાજી તથા બેકારની વાત ગણવામાં આવશે. છતાં પણ, રાત્રે દસ વાગ્યા પછી લોકો ગપ્પાબાજી કરી શકે છે.

તે બાબતમાં કાર્યવાહીની શરૂઆત ઉનાળાથી કરવામાં આવી રહી છે. અધિકારીઓનો દાવો છે કે આ મોસમમાં સ્થાનીય લોકો છાયામાં ભેગા થાય છે. ઉનાળાનું વાતાવરણ લોકોને બેકારની વાતો પર ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

બિનલોનાન શહેરના મેયર ૪૪ વર્ષીય રેમન ગુઈકોનો દાવો છે કે આ નિયમના કારણે લોકો પોતાના જીવનને વધુ સારું કરવા માટે પ્રેરિત થાય છે. ગપ્પાબાજી પર પ્રતિબંધ લગાડવાથી શહેરની ગુણવત્તામાં સુધારો થશે.

ગુઈકોએ કહ્યું કે નવો નિયમ ભાવનાઓને વ્યક્ત કરવાની સ્વતંત્રતા પર પ્રતિબંધ લગાડતો નથી. આ નિયમને લાગુ પાડવાનો હેતુ સમુદાયને ખોટી નિંદા કરનાર વ્યક્તિથી બચવાનો છે જેથી શહેર સારું અને સુરક્ષિત બની શકે. નવો નિયમ લોકોને તેમની જવાબદારી પ્રત્યે સતર્ક કરે છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો અહીના રહેવાસીઓને એક સારા માણસ સમજે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment