એર ઇન્ડિયાની મહિલા કર્મચારી ૮ મહિનાથી છે ગુમશુદા, જયોતિષની વાતોમાં આવીને દીલ્લી પોલીસે રોકી તપાસ…

5

રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં એક ગુમશુદા મહિલાની તપાસની બાબત છેલ્લા આઠ મહિનાથી અટકી પડી છે. કેમ કે જ્યોતિષે આ બાબતમાં ‘મહાદોષ’ નો હવાલો આપતા કહ્યું છે કે ૧૯ એપ્રિલે મહાદોષ પૂરો થયા વગર આ બાબતમાં કઈ પણ નહી થઇ શકે. જયોતિષની આ વાત પર પોલીસ પણ કઈ કરી રહી નથી મહિલાની ગુમશુદા થવાની આ બાબતમાં એર ઇન્ડિયા કર્મચારી સુલક્ષણા નરુલાની છે. સુલક્ષના ગયા વર્ષના સપ્ટેમ્બરથી ગુમશુદા છે.

આ ગુમશુદા બાબતની તપાસ દિલ્લી પોલીસ સ્ટેશનને સોપવામાં આવી, પરંતુ અજી સુધી તે મહિલાની શોધ નથી કરી શક્યા અને જ્યોતિષની સલાહ પર ‘મહાદોષ’ પુરા થવાની રાહ જોતા રહ્યા. દિલ્લી પોલીસ સ્ટેશનના અધિકારી વિજય સમારિયાના અંગત જ્યોતિષે કહ્યું કે આ બાબતમાં ‘મહાદોષ’ પૂરો ન થાય ત્યાં સુધી કઈ પણ નહી થઇ શકે અને આ ૧૯ એપ્રિલે પૂરો થશે. જાણવામાં આવે છે કે સમારિયાએ તેના પછી સુલક્ષણાના દીકરા અનુભવને આ વાત માટે મનાવ્યો કે તે પોતાની માં ની જન્મપત્રી તેને આપે અને તેના પછી તેણે જ્યોતિષને પણ જન્મપત્રી બતાવી. જ્યોતિષે જન્મપત્રી જોયા પછી કહ્યું કે તેમાં પણ ‘મહાદોષ’ છે. પોલીસ અધિકારી હવે ખાતરી છે કે ૨૦ એપ્રિલ પછીના કોઈ પણ સમયે સુલક્ષણા શોધ કરી લેશે.

પોલીસે જે રીતે બાબતને લઇ રહી છે. તેનાથી સુલક્ષણાનો પરિવાર આશ્ચર્યચકિત છે. ત્યાં સુધી કે અનુભવને કહેવામાં આવ્યું કે તે છતરપુર મંદિરમાં બગલામુખી દેવીની પ્રાથના કરે. પરિવારના લોકોનું કહેવું છે કે ૫૮ વર્ષીય સુલક્ષણાના ગુમશુદા થવાની ફરિયાદ દાખલ કર્યા પછી પણ કઈ કરવામાં નથી આવ્યું. ઓક્ટોમ્બરમાં આ બાબત દિલ્લી પોસને સોપવામાં આવી છે, પરંતુ અજી સુધી બાબત ઉકેલાય નથી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment