જયારે અજય દેવગન પર તનુશ્રી દતાએ લગાવ્યા ગંભીર આરોપ, આ કારણે કહી દીધો પાખંડી…

11

અજય દેવગનની આગામી ફિલ્મ દે દે પ્યાર દે નું ટ્રેલર હાલમાં જ લોન્ચ થયું છે. જેમાં મીટુ દ્વારા આરોપોમાં ફસાયેલી આલોકનાથ જોવા મળ્યા હતા. ટ્રેલર બાદ ફિલ્મના મેકર અને અજય દેવગણ પર પણ સવાલ ઉઠ્યા હતા પણ અજય દેવગનેઆ બધા સવાલોથી કિનારો કરી લીધો છે.

મીટુ મુવમેન્ટની શરૂઆત કરવાવાળી તનુશ્રી દતાએ આલોકનાથને ફિલ્મમાં લેવા પર અજય દેવગણ પર નિશાનો સાધ્યો છે. તનુશ્રી દતાએ જણાવ્યું કે ‘સિનેમા જગત ખોટા, દેખાવા કરવાવાળા અને પાખંડીઓથીઓ ભરેલી છે. આલોકનાથ પર ગંભીર આરોપ લાગેલા છે. તનો સિનને બીજીવાર ફિલ્માયા જઈ શકાતો હતો પણ તેઓએ આવું ન કર્યું.’

તનુશ્રી અહિયાં જ ન થોભી તેઓએ જણાવ્યું કે ‘ફિલ્મના મેકર્સે એક રેપિસ્ટને ફિલ્મનો હિસ્સો બનાવી રાખ્યો હતો. દે દે પ્યાર દે ના ટ્રેલર અને પોસ્ટર સામે ના આવવા સુધી કોઈને પણ ખબર ન હતી કે આલોકનાથ ફિલ્મનો હિસ્સો છે. અજય દેવગણ અને મેકર્સ ધારત તો તે ચુપચાપ આલોકનાથને રિપ્લેસ કરી શકતા હતા.’

ટ્રેલર લોન્ચિંગ દરમિયાન જયારે ફિલ્મના લેખક અને પ્રોડ્યુસર લાવ રંજનથી આલોકનાથની હાજરને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો અજય દેવગને તરત જવાબ આપતા કહ્યું ‘આ તે વિશે વાત કરવનો સાચો અમય નથી. તે ઉપરાંત આ ફિલ્મ આલોકનાથ પર મીટુના આરોપ લાગ્યા પહેલા શૂટ થઇ ચુકી હતી.’

જણાવી દઈએ કે પાછલા વર્ષે આલોકનાથ પર મીટુ અંતર્ગત આરોપ લગાડવામાં આવ્યા હતા. પ્રોડ્યુસર વિનતા નંદાએ તેના પર રેપનો આરોપ લગાવતાં એફઆઈઆર નોંધાવી છે. મામલો અંદાજે 20 વર્ષ જુનો હતો. ત્યાર બાદ ઇન્ડસ્ટ્રીની ઘણી બીજી એક્ટ્રસે આલોકનાથ પર દારૂ પીને છેડખાની કરવાની વાત કહી હતી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment