ગુજરાતી રેસીપી એક ટોપના દાળ ભાત

323

ગુજરાતીઓની રસોઈ સાથે જોડાયેલ એક અવનવી વાનગી એટલે એક ટોપના દાળ ભાત. આ એક ટોપના દાળ ભાત સાંજના ભોજન માટે સારી પસંદગી છે. આ એક ટોપના દાળ ભાત ચોખા, દાળ, શાકભાજી અને ગુજરાતી મસાલાઓ સાથે પકાવવામાં આવે છે કે બનાવવામાં આવે છે. આ વાનગીને સંપૂર્ણ ખોરાક બનાવવા માટે, અને તમારા પરિવારને ખુશ કરવા માટે મનપસંદ અને સ્વાદિષ્ટ આ વાનગી સાથે તેમને જોઈએ તેટલી ભરપૂર છાસ સાથે પીરસો.

તૈયારી કરવાનો સમય : 15 મિનીટ
પકવવાનો સમય : 15 મિનીટ
પલાળવા દેવાનો સમય : 15 થી 20 મિનીટ
તૈયાર  થવાનો  કુલ સમય : 50 મિનીટ
કુલ વ્યક્તિ : 4 વ્યક્તિ માટે.

એક ટોપ ના દાળ ભાત બનાવવાની સામગ્રી :

1/3 કપ તુવેર દાળ, 1 કપ ચીખા, 5 થી 7 મદ્રાસી ડુંગળી છાલ ઉતારેલી, 3 થી 4 બટેટા નાની સાઈઝના, છાલ તારેલા, 2 થી 3 નાની સાઈઝના રિંગણા, 3 ટેબલ સ્પુન ઘી, 1 ચપટી હિંગ, ¼  ટી સ્પૂન હળદર, ¼ કપ લીલા વટાણા
મેળવીને મસાલો મિશ્રણ કરવા માટે, 2 ટેબલ સ્પૂન ધાણા જીરૂ, 1 ટેબલ સ્પૂન ખાંડ, ½  ટેબલ સ્પૂન લાલ મરચા પાવડર, ¾ કપ તાજું ખમણેલું નાળીયેર, 1/3 કપ જીણી સમારેલી કોથમીર, 1 ચપટી હિંગ અને સ્વાદ અનુસાર મીઠું

સાથે પીરસવા માટે :

છાસ

એક ટોપના દાળ ભાત બનાવવાની રીત :

૧.) તુવેર દાળ અને ચોખાને વ્યવસ્થીત  સાફ કરી, ચોખ્ખા પાણીથી તેને ધોઈને જરૂરિયાત પ્રમાણેના પાણીમાં 15 થી 20 મિનીટ સુધી પલળવા દયો.

૨.) 15 થી 20 મિનીટ પછી તેને ગાળીને એક બાજુ રાખી મુકો.

૩.) હવે ડુંગળી, બટાકા અને રિંગણા પર આડા ઉભા કે વાંકા ચુકા ચીરા કરો. આડા ઉભા કે વાંકા ચુકા ચીરા કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તેના ટુકડા ન થઇ જાય. ફક્ત ચીરા પાડવાના છે.

૪.) દરેક બટાકા, ડુંગળી અને રિંગણાને તૈયાર મસાલા મિશ્રણથી ભરી દયો અને તેને પણ એક બાજુ રાખી મુકો.

૫.) હવે એક પ્રેશર કુકર લઇ તેમાં 2 ટેબલ સ્પુન ઘી નાંખી તેને ગરમ કરો. પછી તેમાં ચોખા, તુવેર દાળ, હિંગ અને હળદર નાખીને તેને ગેસના મધ્યમ તાપ પર 1 મિનીટ માટે શેકી લ્યો.

૬.) હવે તૈયાર મસાલા મિશ્રણથી ભરેલા દરેક બટાકા, ડુંગળી અને રિંગણા સાથે લીલા વટાણા, મીઠું અને અઢી કપ પાણી નાંખીને એક ચમચો લઇ હળવા હાથે હલાવીને તેને મિક્સ કરી, કુકરને બંધ કરી ગેસ પર ઉચ્ચા તાપમાને 3 સીટી વાગે ત્યાં સુધી પાકવા દયો.

૭.) કુકરનું ઢાંકણ ખોલતા પહેલા કુકરની બધી જ વરાળ નીકળી જવા દયો.

૮.) કુકરનું ઢાંકણ ખોલીને તેમાં બાકી રહેલ એક ચમચી ઘી નાખીને ચમચાથી સારી રીતે હલાવો.

૯.) તમારી મનપસંદ અને અવનવી વાનગી એટલે એક ટોપ ના દાળ ભાત હવે તૈયાર છે.

આ વાનગીને છાસ સાથે ગરમા ગરમ પીરસો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment