ઘરે બનાવો આ હેર પેક, અને દૂર કરો વાળમાં થતો ડેન્ડ્રફ…

387
ake-the-hair-pack-dandruff-remover

માથાના વાળમાં ખોડો થવો એ એક સામાન્ય બાબત છે. ઉનાળાની ગરમીમાં વધુ પ્રમાણમાં પરેશેવો થવાને કારણે વાળમાં ખોડો થવો, વાળ ઉતરવા તેમજ વાળમાં ખંજવાળ જેવી અનેક પ્રકારની સમસ્યાઓ વધી જાય છે. આ બધી સમસ્યાઓથી વાળ ખૂબ જ ખરાબ થવા લાગે છે. આ ગરમીમાં તમે તમારા વાળ પર સરખુ ધ્યાન આપતા નથી તો તેનાથી વાળને અનેક ઘણું નુકશાન પણ થાય છે. આ માટે જરૂરી છે કે, ગરમીમાં વાળની કેર યોગ્ય રીતે કરવી.
જો કે મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે, તેમને ગરમીમાં વાળમાં ખોડો વધારે પ્રમાણમાં થાય છે. આમ, જો તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયા છો તો આ હેર પેક તમારા માટે એકદમ બેસ્ટ છે. જો તમે આ હેર પેકનો રેગ્યુલરલી ઉપયોગ કરશો તો તમારા હેરને ખૂબ જ પોષણ મળશે, વાળમાં ખોડો નહિં થાય અને વાળ લાંબા તેમજ સિલ્કી પણ થશે. તો આજે જાણી લો તમે પણ કેવી રીતે બનાવશો દહીં અને ઇંડામાંથી બનતો આ હેર પેક….

સામગ્રી

– એક કપ સાદુ દહીં
– એક કાચુ ઇંડુ
– એક ચમચી મેથી પાવડર

બનાવવાની રીત

– આ હેર પેક બનાવવા માટે સૌ પ્રથમ એક કપ સાદુ દહીં લો. જો દહીં થોડુ ખાટુ થયેલુ હોય તો તે તમારા હેર માટે વધારે સારુ રહેશે.

– હવે એક ઇંડુ લઇને તેને દહીં સાથે બરાબર મિક્સ કરી લો.

– મિક્સ બરાબર થઇ જાય એટલે તેમાં એક ચમચી મેથી પાવડર એડ કરો. મેથી પાવડર જો તમારા ઘરમાં ના પડ્યો હોય તો તમે આખી મેથીને મિક્સરમાં ક્રશ કરીને તેનો પાવડર બનાવી શકો છો.

– મેથી પાવડર મિક્સ કરીને આ મિશ્રણને ઓછામાં ઓછુ 10 મિનિટ સુધી એક સાઇડ હલાવો. તો તૈયાર છે દહીં-ઇંડાનો આ હેર પેક.

– આ પેક બની જાય પછી તેને તમારા સ્કાલ્પમાં અને હેરમાં લગાવો.

– આ પેક લગાવ્યા પછી તેને અડધો કલાક સુધી વાળમાં રહેવા દો.

– ત્યારબાદ વાળને નોર્મલ શેમ્પૂથી વોશ કરી લો.

– હેર વોશ કર્યા પછી વાળમાં કન્ડિશનર લગાવવાનુ નથી.

– આ હેર પેકનો તમારે અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરવાનો રહેશે. જો તમે આ હેર પેકનો રેગ્યુલરલી ઉપયોગ કરશો તો તમારા વાળમાંથી ખોડા દૂર થશે અને સાથે-સાથે તમારા વાળ સિલ્કી અને લાંબા પણ થશે.
કેવી રીતે ફાયદો કરે છે આ હેર પેક ?

દહીં

દહીંમાં એન્ટિબેક્ટેરિઅલ ગુણ હોય છે જે વાળને પોષણ આપવાનુ કામ કરે છે. આ સાથે જ દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન, વિટામિન B6 અને વિટામિન B12 જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ઉપરાંત દહીં સુંદરતાનો પણ ખજાનો છે. જો તમને વાળમાં ખંજવાળ તેમજ ખોડો પડ્યો હોય તો તેને દૂર કરવા માટે દહીં એક બેસ્ટ ઉપાય છે.

ઇંડુ

ઇંડામાં વિટામીન A,B, અને E રહેલા છે. તેનું રોજ સેવન કરવાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી અને સાથે જ તે વધતી ઉંમરને રોકવા માટે મદદરૂપ બને છે. ઇંડામાં રહેલા આ ગુણો વાળને પૂરતુ પોષણ આપવાનુ કામ કરે છે.

મેથી

વાળને હેલ્ધી રાખવા માટે મેથી શ્રેષ્ઠ ગણાય છે. મેથીની અંદર નિકોટીનીક એસીડ સારા પ્રમાણમાં હોય છે, જે તમારા વાળ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment