1 લાખ રૂપિયાની છે આલિયા ભટ્ટની આ “છુટકું” બેલ્ટ બેગ

65

અત્યારના દિવસોમાં બોલીવુડ સ્ટાર્સ ફેશન શોઝ, એવોર્ડ સેરેમનીઝ કે પછી કોઈ સ્પેશ્યલ ઓકેજન પર જ નહિ પણ એરપોર્ટ દેખાવ ને પણ ખુબજ વધારે સીરીયસલી લેવા લાગ્યા છે. આમ તો દરેક સમયે શુટિંગમાં જતા સમયે લોકોની નઝર અને શુટિંગ દરમ્યાન કેમેરાની નઝર કોઇપણ હીરો કે હિરોઈનની સામે જ રહેતી હોય છે. આથી અવાર નવાર બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ પોતાના એરપોર્ટ દેખાવ માટે ખુબજ સજાગ છે. થોડા મહિના પહેલા તો તે સાદો કુર્તો કે જીન્સમાં નઝરે ચડતી આલિયા ભટ્ટ પણ હવે બ્રેન્ડ કોન્શ્યસ થઇ ગઈ છે. અને હાલના દિવસોમાં તો તે બ્રાન્ડેડ કપડા અને કીમતી એસેસરીઝમાં નઝરે પડે છે.

35 હજાર રૂપિયાનું પ્રાડાનું જેકેટ.

બોલીવુડ હીરો રણવીર કપૂરની સાથે આલિયા ભટ્ટની આગામી રજુ થનારી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું સુટીંગ અત્યારે બલ્ગેરિયામાં થઇ રહ્યું છે. છેલ્લે આલિયા ભટ્ટ મુંબઈના  ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બલ્ગેરિયા જતા સમયે જોવામાં આવી હતી. તે વખતે આલિયા ભટ્ટ બ્લ્યુ ડેનીમ, પ્લીન સફેદ રાઉન્ડ નેક ટી શર્ટ, નારંગી કલરનું હુડી જેકેટ અને કાળા કલરના બુટમાં સજ્જ હતી. કદાચ તમને ખબર નહિ હોય કે આલીયાનું આ નારંગી કલરનું હુડી રબર લોગોવાળું જેકેટ Prada ફેશન બ્રાન્ડનું છે. જેની કિંમત 85 હજાર રૂપિયા છે. પણ આલિયા ભટ્ટની સૌથી વધારે જો કોઈ વસ્તુએ આપણને આકર્ષિત કરી હોય કે આપણું ધ્યાન ખેંચ્યું હોય તો તે છે આલિયા ભટ્ટનું આ “છુટકું બેલ્ટ બેગ.”

આ છે 1 લાખ રૂપિયાનું Gucci નું બેગ.

હા જી, તમને જાણીને સાચ્ચે જ ખુબજ આશ્ચર્ય થશે કે આલિયા ભટ્ટની આ છુટકુંની બેલ્ટ બેગની કિમત 5 હજાર કે 10 હજાર કે 50 હજાર નહી પણ પૂરા 1 લાખ રૂપિયા છે. આલિયા ભટ્ટની આ બેલ્ટ બેગ Gucci બ્રાન્ડની ઓફિડીસા બેગ છે. આ બેગની કિંમત 1 હજાર 400 ડોલર એટલે કે લગભગ 1 લાખ રૂપિયા છે.

ફક્ત આલિયા ભટ્ટ જ નહિ પણ કરીના કપૂર અને દીપિકા પાદુકોણ અને તેના જેવી અન્ય સ્ટાર પણ બ્રાન્ડ કોન્શસ છે. અને તેઓ પણ અવાર નવાર લાખો રૂપિયાની કિંમતના કપડા અને એસેસરીઝનો ઉપયોગ કરતી નઝરે ચડે છે.

લેખન અને સંકલન : ભાવના પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment