અલીબાબા દ્વારા ચીનમાં શરૂ થઇ છે લેટેસ્ટ હાઈટેક હોટેલ… જાણો તે હોટલ વિષે…

20

આપ સૌ જાણો જ છો કે વિદેશોમાં અવનવી મોટેલ કે હોટેલ બનાવવાનો ક્રેઝ છે. તધલખનાતરંગી તુક્કાઓ જેવી ચિત્ર વિચિત્ર મોટેલ કે હોટેલથી માંડીને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી બનાવેલ અદ્ભુત મોટેલો કે હોટેલો બનાવવામાં આવે છે. એક સમાચાર એવા છે/હતા કે યુરોપમાં બેભાઈઓએ સાથે મળીને એક ન્યુડ હોટેલ ખોલી હતી. જેમાં આવતા ગ્રાહકોએ સંપૂર્ણ નગ્ન થઈને હોટેલમાં બેસીને સવારનો બ્રેકફાસ્ટ કરવાનો એટલે કે નાસ્તો કરવાનો, બપોરનું લંચ લેવાનું એટલે કે જમવાનું કે પછીચીનના ઈ કોમર્સ અબજોપતિ બીજનેસમેન જેક મા ની અલીબાબા કંપની દ્વારા ચીનમાં રોબોટ અને વોઈસ એકટીવેટેડ ડીજીટલ આસીસ્ટંટ વડે સંચાલિત એક હાઈટેક ફ્યુચર હોટેલ શરૂકરવામાં આવી છે. આહોટેલની એક વિશેષ ખાસિયત એ છે કે આ હોટેલમાં ગ્રાહકોને રોબોટ દ્વારા જમવાનું, કોકટેલ, કોફી વગેરે સર્વ કરવામાં આવશે. પીરસવામાં આવશે. રેસ્ટોરન્ટમાં આવેલ ગ્રાહકો પાસેથી રોબોટ દ્વારા ઓર્ડર લેવામાં આવશે. અને ગ્રાહકોને ઓર્ડર મુજબ સર્વ પણ રોબોટ મારફત જ કરવામાં આવશે. આ રોબોટ હોટેલમાં આવેલા ગ્રાહકો સાથે આસાનીથી સરળતાથી વાત ચિત પણ કરી શકશે. આ રોબોટની ચાલવાની સ્પીડ પણ જુઓ, તે એક સેકન્ડમાં એક મીટરની ઝડપે એટલે કે લગભગ સવા ત્રણ ફૂટનું અંતર કાપવાની ઝડપે ચાલે છે. આરોબોટમાં ફેશિયલ રેકગ્નીશન ટેકનોલોજી, રસ્તામાં કોઈ આડું આવે તો તેની સાથે અથડાઈ ન જવાય તે માટે ઓટોનોમસ નેવિગેશન સીસ્ટમ અને લીફ્ટ વગેરેને ઓપરેટ કરવા માટે કોમ્યુનીકેશન સીસ્ટમ પણ મુકવામાં આવેલ છે.

આ હોટેલની વધુ એક ખાસિયત એ પણ છે કે હોટેલના દરેક રૂમમાં અલીબાબાના વોઈસ એક્ટીવેટેડ ડીજીટલ આસીસ્ટંટ રાખવામાં આવ્યા છે. આવોઈસ એક્ટીવેટેડ ડીજીટલ આસીસ્ટંટ દ્વારા રૂમની લાઈટ, એસી, ટેલીવિઝન અને બારીના પડદાઓ સહિતની અનેક વસ્તુઓ ઓપરેટ કરી શકાય છે.

આ ઉપરાંત આ હોટેલમાં રેગ્યુલર આવતા ગ્રાહકો માટે ફેસ સ્કેન દ્વારા એટલે કે ચહેરો જોઇને સ્કેન કરે તેવા મશીનોથી પણ હોટેલમાંથી યે ગ્રાહક ચેક ઇન કરી શકે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment