રણવીર સિંહ આમંત્રણ વિના પહોચ્યા એક લગ્નમાં, જાણો શું થયું પછી ?

28

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે હાલમાં જ લગ્ન કર્યા છે અને બંને હજી પણ સેલિબ્રેશનના મુડમાં છે. જો કે રણવીર સિંહ ફિલ્મ સિમ્બાના પ્રમોશનમાં જોડાય ગયા છે. પરંતુ આની સાથે સાથે જ એમની લગ્ન વાળી મસ્તી પૂરી થઇ રહી નથી.

વાત તો એ છે કે રણવીર સિંહ બીજાના લગ્નમાં પણ પહોચે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખી વાત શું છે તો તમને કહી દઈએ કે રણવીર સિંહ પોતાની હસમુખ સ્વભાવથી બધાને સ્તબ્ધ કરવામાં માહિર છે. એવું જ કૈક એમણે હાલમાં કર્યું, જયારે તે થોડા દિવસો પહેલા એક હોટેલમાં સિમ્બા ફિલ્મના પ્રોમોશનમાં જોડાયેલા હતા. એ જ હોટેલમાં એક વીઆઈપીના લગ્ન થઇ રહ્યા હતા. અને બધા મસ્તી કરતા હતા. એવામાં રણવીર સિંહ અચાનક ત્યાં પહોચી ગયા, વરવધુ એમને જોઇને હેરાન રહી ગયા.

ખાસ વાત એ રહી કે રણવીર ત્યાં પહોચી અને બધા મહેમાનો સાથે ફોટો પડાવી અને એના પછી તે ત્યાંથી બહાર નીકળ્યા અને ફરીથી પોતાની ફિલ્મના પ્રમોશનમાં લાગી ગયા. એમના આ વ્યવહારથી બધા ખુબ જ ખુશ થયા અને લગ્નમાં ચાર ચાંદ લાગી ગયા.

કહી દઈએ કે રણવીરની ફિલ્મ સિમ્બા ૨૯ ડિસેમ્બરે રિલીજ થવાની છે. ફિલ્મમાં એમની સાથે સારા અલી ખાન મહત્વનું પાત્ર નિભાવાના છે. ફિલ્મને લઈને રણવીર સિંહનું કહેવું છે કે ફિલ્મ બહુ જ સારી છે અને દર્શકોને પણ બહુ જ પસંદ આવશે. લગ્ન પછી રણવીર સિંહની આ પહેલી ફિલ્મ છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment