મુકેશ અંબાણી છે સૌથી ધનવાન પિતા અને તેમના સંતાનો ભણેલા છે આટલું

75

આપણને પણ ઘણા બધા વડીલો અવારનવાર એક જ સલાહ આપતા હોઈ છે કે તમે સારી રીતે અને ખુબ મહેનત કરીને ભણો અને જો તમે નહિ ભણો તો તમે જીવનમાં કાઈ કરી શકશો નહિ. આવું આપણને ઘણીવાર વડીલો સલાહ આપતા હોઈ છે અને સમય આવતા આપણે આપણા બાળકોને પણ એજ સમજાવશું કે તમે પણ ભણવામાં સારું ધ્યાન આપો જે કામ ભણવાનું અમે ન કરી શક્યા એ કામ તમે કરો. અને પહેલા સમય પણ એવો જ હતો કે ભણતર અને કારકિર્દીને એ બંનેને એકબીજા સાથે જોડી દેવાતું. અને આજના યુગમાં ભણતર અને કારકિર્દી બંને અલગ કરી દેવાઈ છે.

આજના આ આધુનિક યુગમાં ભણતર ઓછું હશે છતાં તમે સફળ થઇ જશો. તેના માટે તમારે પૂરી મહેનત અને હિંમત કરવી પડે અને સાથે સાથે તમારો નિર્ણય પણ દ્રઢ હોવો જોઈએ. પણ એવું નથી કે દરેક સાથે એવું થાય અમુક સમયે એવું પણ લાગવા લાગે કે આપણે પેલા ભણવામાં મહેનત કરી હોત તો સારું થાત અને એ તો આપણને પણ ખબર છે કે ધનવાન વ્યક્તિઓ કે જેમની પાસે બોવ જ પૈસા હોય, એટલા પૈસા કે તેમની સાત પેઢી આરામથી ખાઈ તો પણ નાં ખૂટે. હવે આપણા દેશના મુકેશ અંબાણીને તમે જોવો તો તેમની પાસે અત્યારે કેટલી મિલ્કત છે. છતાં પણ તેણે તેમના સંતાનોને ભણાવ્યા અને આજે તેમના સંતાનો તેમને બિઝનેસમાં બોવ જ મદદ કરી રહ્યા છે. તો ચાલો અમે તમને જણાવીએ કે મુકેશ અંબાણીના સંતાનો કેટલી મહેનત કરીને ભણ્યા છે.

૧.) ઈશા અંબાણી :

ઈશા અંબાણી ફક્ત ૧૬ વર્ષની હતી ત્યારે જ તેની ગણતરી હતી કે તેનું નામ એ ફોર્બસની યાદીમાં સામેલ થાય અને તેનું સપનું સાકાર પણ થયું. હવે આપણે ઈશાના ભણતરની વાત તમને કરીએ તો ઈશાએ યેલ યુનિવર્સીટીમાંથી સાયકોલોજીના વિષય પર ડીગ્રી પ્રાપ્ત કરી લીધી હતી. ત્યાર પછી ઈશા અંબાણી પોતાનું ભણવાનું પૂરું કરીને તેમના મમ્મી નીતા અંબાણી જે એનજીઓમાં હતા તેમાં તે તેને મદદ કરવા લાગી. ઈશાને સ્પોર્ટ્સ, આર્ટ અને બિઝનેસ જેવા વિષયોમાં વધારે રસ છે. તેને ઘણા એવોર્ડ પણ મળેલા છે.

૨.) આકાશ અંબાણી :

આકાશ અંબાણી તેમના પિતાને બિઝનેસમાં મદદ કરી રહ્યો છે. અત્યારે તે જીઓનો બિઝનેસ ચલાવી રહ્યો છે. અને તેમના ભણતરની વાત કરીએ તો તેઓએ બ્રાઉન યુનિવર્સીટીમાંથી ઇકોનોમિક વિષય સાથે ડીગ્રી કરેલ છે. તે બિઝનેસ તો કરે જ છે પણ તેની સાથે સાથે ફોટોગ્રાફીનો પણ ખુબ જ શોખ છે. તેઓ જીઓના વ્યવસાય સાથે સાથે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીનું પણ કામ કરે છે.

૩.) અનંત અંબાણી :

અનંત અંબાણીએ ટુંક સમય પહેલા જ તેનું વજન ઉતારીયું છે અને એના કારણે જ આપણે એને ઓળખતા થયા ગયા. અનંત અંબાણીએ બહુ ઓછા સમયમાં તેમનું વજન ઘટાડયું છે. ફક્ત ૧૮ મહિનામાં તેણે ૧૦૮ કિલો વજન ઘટાડી દીધું. અનંત અંબાણી એ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર છે અને તેમણે પણ ભાઈ આકાશ અંબાણીની જેમ જ બ્રાઉન યુનિવર્સીટીમાંથી જ ડીગ્રી લીધેલ છે. અનંત અંબાણી એ ભગવાન બાલાજીના ભક્ત છે તેઓ પોતાનું કોઈ પણ નવું કામ શરુ કરતા પહેલા ભગવાન બાલાજીના દર્શન કરવા જાય છે. અનંત અંબાણીનો બીજો શોખ છે ક્રિકેટ તેને ક્રિકેટ જોવી બહુ જ ગમે છે. અનંત અંબાણી પોતાના મિત્રો સાથે પાર્ટી કરવાનું પણ ખુબજ પસંદ કરે છે.

હવે આપણે મુકેશ અંબાણીના આ ત્રણે સંતાનોનું ભણતર જોઇને માની લેવું જોઈએ કે જીવનમાં ભણતરનું ખુબ જ મહત્વ હોય છે તેથી જ તમે પણ તમારા બાળકોને ઈતર પ્રવૃતિઓ કે પછી જેમાં બાળકોને વધારે રસ હોય એમાં તેને ભાગ લેવા દેજો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment