અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાર છે પૂરી રહસ્યમય આર્મી આ છે તેનું અનોખું રહસ્ય

24

જયારે અમુક લોકો નવી કાર ખરીદે છે ત્યારે તેને સ્વપ્નેય ખ્યાલ નથી હો તો કે ઉમ્મીદપણ નથી હોતી કે તેની કારની આટલી ચર્ચાઓ પણ થઈ શકે છે કે જે આવતી કાલના વર્તમાન પત્રની હેડ લાઈન બની જાય. પણ આ કાર જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાર હોય તો તેની કારની ચર્ચા થાય તે વ્યાજબી છે. ચર્ચા ન થાય તો આશ્ચર્ય કહેવાય.

અમેરિકાની અને ત્યાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની એવી કેટલીય વાતો છે જે તમે જાણતા પણ નહિ હો. પણ ટ્રમ્પના એક રાજ પરથી પડદો ઉઠી ગયો છે. ખોટા વિચારે ન ચડતા. આતો ફક્ત તેની કારની વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પની કૈડીકલેઈક બીસ્ટ લીમો કાર પહેલી વાર લોકોની સામે આવી છે. જાહેર પબ્લિકમાં આવી છે. જે અમેરિકાના લોકો માટે કોઈ રહસ્યથી પણ ઓછું નથી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ કૈડીકલેઈક બીસ્ટ લીમો કાર ફક્ત બીસ્ટના નામથી આખા વિશ્વમાં પ્રખ્યાત છે. મશહુર છે. આ કારને અત્યાર સુધી સંપૂર્ણ પણે ગુપ્ત રાખવામાં આવી હતી. જો કે તેની અમુક જાણકારી લોકો સામે આવી છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ આ કૈડીકલેઈક બીસ્ટ લીમો કારની કેટલીક ખાસિયત વિશે.

૧.) આબીસ્ટકારમા 8 ઇંચ જાડા દરવાજા આપવામાં આવેલ છે, તેનું વજન બોઇંગ 757 વિમાન જેટલું છે. આ બીસ્ટ કારના દરવાજા એકવાર બંધ થઇ જાય તો પછી તેના પર કોઈપણ પ્રકારના રાસાયણિક હુમલાની પણ કોઈ અસર થતી નથી. અને આ દરવાજા કોઈપણ પ્રકારના રાસાયણિક હુમલાની સ્થિતિમાં ઇન્ટીરીયરને સીલ કરી શકે છે.

૨.) આ કારના આગળના દરવાજામાં 5 ઇંચનું મોટું પડ/સ્તર આપવામાં આવેલ છે. જે કોઇપણ પ્રકારની બુલેટને આસાનીથી રોકી શકવામાં સક્ષમ છે. જો કે ડ્રાઈવરની બાજુની બારીમાં 3 ઇંચ જાડા કાચ રાખવામાં આવેલા છે. જેથી ડ્રાઈવર કોઈ કટોકટીની સ્થિતિમાં આસાનીથી સરળતાથી સર્વિસ એજન્ટનો સંપર્ક કરી શકે.

૩.) આ કૈડીકલેઈક બીસ્ટ લીમો કારને સંપૂર્ણ પણે બુલેટ પ્રૂફ, માઈન પ્રૂફ, કેમિકલ રાસાયણિક બોમ્બ પ્રૂફ કે કોઇપણ પ્રકારના હુમલા સામે સારી રીતે સુરક્ષિત બનાવવામાં આવી છે. એટલે કે આ બીસ્ટ કારને કોઇપણ પ્રકારના હુમલાની કોઈ અસર થતી નથી.

૪.) આ બીસ્ટ કારમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બ્લડ ગ્રુપના લોહથી ભરેલુ એક રેફ્રીજરેટર પણ રાખવામાં આવેલ છે. જેથી કોઈ કટોકટીની સ્થિતિમાં લોહીની જરૂરિયાત ઉભી થાય તો તાત્કાલિક મળી રહે.

૫.) કોઇપણ પ્રકારના હુમલાનો સામનો કરવા માટે કારમાં લેટેસ્ટ ગન અને અશ્રુગોળાની સગવડતા પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફીટ કરવામાં આવેલી છે.

૬.) આ કૈડીકલેઈક બીસ્ટ લીમો કારમાં આગળની બાજુએ ગ્રીલમાં કેટલાય પ્રકારની આધુનિક લેટેસ્ટ બંદુકો રાખવામાં/ફીટ કરવામાં આવેલી છે. વધારામાં આગળની બાજુએ સામેની ગ્રીલમાં એક ખાસ પ્રકારની ગન, સામેથી હુમલો કરતી વ્યક્તિ પર આગના ગોળા ફેકવા માટે લગાવવામાં આવી છે.

૭.) આ બીસ્ટ કારમાં પાછળની સિટ પર એટલે કે રીયર સિટ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેસે છે ત્યાં એક સેટેલાઈટ ફોન પણ લગાવવામાં આવેલ છે. આ ફોનથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સીધા પેન્ટાગોન સાથે (અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્ય કાર્યાલય સાથે) સંપર્કમાં રહે છે.

૮.) આ કૈડીકલેઈક બીસ્ટ લીમો કારના વ્હીલમાં સ્ટીલની રીમ લગાવવામાં આવેલી છે. જેથી કદાચ કારના વ્હીલમાં જો પંચર પડે તો પણ આકારના વ્હીલ અટક્યા વિના તેની સ્પીડમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કર્યા વગર ચાલી શકે છે. એટલે કે તેની સ્પીડમાં જરા પણ ઘટાડો થતો નથી. પણ પૂર્વેત્તર સ્થિતિ મુજબ જ ચાલી શકે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment