અંતરીક્ષ યાત્રીએ કર્યો અમેરિકાની ઈમરજન્સી સર્વિસને કોલ, અને નાસામાં મચી ગઈ હલચલ જાણો કઈ રીતે…

27

અંતરીક્ષ યાત્રી આંદ્રે ક્યુપર્સેકુલ 203 દિવસ, બે વખત અંતરીક્ષ મિશન પૂરા કરેલ છે.

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનેથી અંતરીક્ષ યાત્રી આંદ્રે ક્યુપર્સે ભૂલથી અમેરિકાની ઈમરજન્સી સર્વિસ 911 ને કોલ કરી દીધો.

આવીજ રીતે ભૂલથી બ્રિટીશ અંતરીક્ષ યાત્રી ટીમ પીકેએ પણ 2015 માં રોંગ નંબર ડાયલ કરી દીધો હતો.

શું તમે જરા પણ અંદાઝ લગાવી શકો છો કે નાસાના જોનસન સ્પેસ સેન્ટરને જયારે ખબર પડી હશે કે આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરથી અંતરીક્ષ યાત્રીએ અમેરિકાની ઈમરજન્સી સર્વિસ 911 ને કોલ કરીને સંપર્ક કર્યો છે તો તેમને કેવું લાગ્યું હશે ? વધારે વિચારોમાં કારણ કે હકીકતમાં ખરેખર એવું થયું છે. થોડા દિવસ પહેલા 60 વર્ષના અંતરીક્ષ યાત્રી આંદ્રે ક્યુપર્સે ભૂલથી અમેરિકાની ઈમરજન્સી સર્વિસ 911 ને કોલ કરી દીધો.

આ કોલની જાણ થતા તરત જ નાસાના સિક્યુરીટી સેન્ટરમાં ભૂકંપ આવી ગયો. પણ પાછળથી સાચી વાતની જાણ થઈ કે આ તો અંતરીક્ષ યાત્રી આંદ્રે ક્યુપર્સે ભૂલથી અમેરિકાની ઈમરજન્સી સર્વિસ 911 ને કોલ કરી દીધો છે. અંતરીક્ષ યાત્રી આંદ્રે ક્યુપર્સે જણાવ્યું કે તેમણે ફોન કોલ કરવા માટે ફક્ત 9 નંબરના અંકને દબાવીને પછી આંતરરાષ્ટ્રીય કોલ કરવા માટે 011 ને દબાવ્યું હતું. પણ કદાચ 0 અંકનું બટન બરાબર દબાયું નહિ હોય જેથી ભૂલથી 911 લાગી જવાથી અમેરિકાની ઈમરજન્સી સર્વિસને કોલ લાગી ગયો. અંતરીક્ષ યાત્રી આંદ્રે ક્યુપર્સે કહ્યું કે મને મારી ભૂલનો અંદાઝ ત્યારે આવ્યો કે જયારે મને, “તમે ઈમરજન્સી સર્વિસ 911 માં કોલ કર્યો છે ?” તેવો લખેલો મેસેજનોઈ મેલ આવ્યો. ત્યારે મજાકિયા સ્વભાવના અંદાઝમાં આંદ્રે ક્યુપર્સે કહ્યું કે,“ જુઓ આ અમેરિકાની ઈમરજન્સી સર્વિસ ! આ ખુબજ દુ:ખની વાત છે કે, અમેરિકાની ઈમરજન્સી સર્વિસમાંથી કોઈ અમારી મદદે આવ્યું નહિ.”

આવું પહેલીવાર નથી બન્યું કે જયારે કોઈ અંતરીક્ષ યાત્રીએ આઇએસસેસ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરમાંથી ભૂલથી ખોટો નંબર ડાયલ કર્યો હોય. વર્ષ 2015 માં બ્રિટીશ અંતરીક્ષ યાત્રી ટીમ પીકે પોતાની ભૂલનો સ્વીકાર કરતુ ટ્વીટ કર્યું હતું. આઇએસસેસ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરમાં હાજર અંતરીક્ષ યાત્રી માટે વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલનો ઉપયોગ કરીને સ્પાઈસના ઉપયોગથી પૃથ્વી પર ફોન કરી શકે છે.

ઈન્ટરનેટ કોલની સુવિધા અને વપરાશ વધ્યા પછી આ સેવા અંતરીક્ષ યાત્રીઓ માટેઉપલબ્ધ થઇ છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરમાંથી વિશ્વની કોઇપણ જગ્યાએ કોલ થઇ શકે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment