અમિતાભ બચ્ચનના ફોટા જોઇને રેખાએ આપ્યા કંઈક આવા રિએક્શન, વિડીયો થઇ રહ્યો છે ખુબ વાયરલ

42

અમિતાભ બચ્ચન અને રેખાના પ્રેમને ૩૬ વર્ષ પહેલા ફિલ્મ સિલસિલા દ્વારા યશ ચોપડાએ લોકો સુધી પહોંચાડ્યો. બંનેની જોડી એક સમયમાં સુપરહીટ માનવામાં આવે છે. ફેન્સ થિયેટરમાં ખાલી એમને જોવા માટે આવતા હતા. એમ તો રેખા લાંબા સમયથી ફિલ્મોથી દુર છે પરંતુ તક મળવા પર કોઈપણ ઇવેન્ટમાં જરૂર દેખાય છે.

રેખાએ હાલમાં જ બોલીવૂડના ફેમસ ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીના કેલેન્ડર ૨૦૧૯ની લોન્ચિંગ ઇવેન્ટમાં ભાગ લીધો. આ અવસરે રેખાએ મીડિયાને ઘણા બધા પોઝ આપ્યા પરંતુ વચ્ચે કઈક એવું બન્યું કે જેનો વિડીયો સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વાત એમ છે કે રેખાએ જ્યારે ઇવેન્ટમાં પોઝ આપી રહી હતી તો એમને એ વાતનું જરા પણ અંદાજો ન થયો કે એ જ્યાં ઊભીને પોઝ આપી રહી છે ત્યાં પાછળ અમિતાભ બચ્ચનનું પોસ્ટર લાગેલું છે. બસ પછી શું હતું, આટલું જોયા પછી રેખા ત્યાંથી હટી જાય છે અને બધા લોકો હસવા લાગે છે.

ફિલ્મ ‘દો અનજાને’ માં પહેલી વખત અમિતાભ અને રેખાએ સાથે કામ કર્યું હતું. અમિતાભ બચ્ચન અને રેખાની જોડી ‘મિસ્ટર નટવરલાલ’, ‘સિલસિલા’, ‘દો અનજાને’, ‘મુકદર કા સિકંદર’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. સિલ્વર સ્ક્રીન પણ આ જોડીએ ઘણા સુપરહિટ ફિલ્મો આપી છે.

હકીકતમાં ૭૦ અને ૮૦ના દાયકામાં અમિતાભ બચ્ચન અને રેખા એક બીજાના ખુબજ નજીક હતા. કહેવામાં તો એ પણ આવે છે કે આ જ કારણે અમિતાભ અને એમની પત્ની જયા બચ્ચનની વચ્ચે મતભેદ પણ રહ્યા પરંતુ ક્યારેય પણ ખુલીને આ વાત સામે ન આવી. બંને વર્ષ ૧૯૮૧માં આવેલ યશ ચોપડાની ફિલ્મ ‘સિલસિલા’ માં છેલ્લી વખત સાથે દેખાયા હતા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment