અમૃતસરી બટેકા કુલચા કેવી રીતે બનાવશો ?

37

બટેકા કુલચા અમૃતસર પંજાબની પ્રખ્યાત વાનગી છે. તે બનાવવા માટે થોડીક વધારે મહેનત લાગે છે પણ જ્યારે તમે ખાસો તો તમે તેના ચાહક બની જશો. તે કુલચા બટેટા પરોઠા, નાન પરોઠા અને લરછી પરોઠાનો સરસ સ્વાદ આવશે. બટેટા કુલચા બનાવવાં તમારે વધારે ઘીનો ઉપયોગ કરવાનો છે. તેને બનાવવા માટે વધારેમાં વધારે ૩૦ મીનીટ લાગશે. તેને તમે પનીરના શાક, બટેટાના શાક અને બીજી કોઈ પણ શાકભાજી સાથે જમી શકો છો. તો ચાલો આજે અમે તમને અમૃતસરી બટેટા કુલચાને કેવી રીતે બનાવશો તેની રીત જણાવીએ.

બટેકા કુલચા બનાવવા માટેની સામગ્રી :

મેંદો ૨ કપ (૨૫૦ગ્રામ), બેન્કિંગ પાવડર ૧/૨ ચમચી, ખાંડ ૨ ચમચી, મીઠું ૧/૨ ચમચી (સ્વાદ મુજબ), માખણ અથવા ઘી ૧૦૦ ગ્રામ.

ભરવા માટે ચોખા :

બાફેલા બટેકા ૪, ડુંગળી ૧, ધાના ૧/૨ ચમચી, લીલા મરચા ૨, ૧ કટકો આદું, કોથમીર ના પાન ૪  ચમચી, કસુરી મેથી ૧/૨ ચમચી, સિંધાલુ ૧/૨ ચમચી, મીઠું ૧ ચમચી (સ્વાદ મુજબ ), આમચુર્ણ પાવડર ૧/૨ ચમચી, સુકો મેંદો ૨ ચમચી.

બટેકા કુલચા બનાવવા માટેની રીત :

૧) સૌથી પેલા ૨૦૦ ગ્રામ મેંદાને લઇ તેમાં ખાંડ, મીઠું અને બેન્કિંગ સોડા નાખીને મિક્ષ કરો.

૨) પછી તેમાં થોડું પાણી નાખીને હલાવી કણકની જેમ લોટ બાંધો અને પછી તેના ગુથા તેયાર કરો.

૩) પછી તેમાં થોડુંક માખણ નાખીને મિક્ષ કરો (બાકીનું માખણ પછી ઉપયોગ કરશું)

૪) હવે તેને બીજા કપડામાં ઢાકીને ૧૦ મિનીટ સુધી રાખી દો.

૫) તેના માટે આપડે એક મોટો વાટકો લેશું અને તેમાં ઉકળેલા બટેકા ને તોડશું

૬) પછી તેમાં ડુંગળી, લીલી મિર્ચી, દળેલું ધાણાજીરું, આદું, અને થોડાક કોથમીર નાખો.

૭) પછી તેમાં ટુકડો કસુરી મેથી, કાળું મીઠું, સાદું મીઠું અને આમચુર્ણ પાવડર નાખો અને મિક્ષ કરો.

૮) પછી તેમાં ૨ ચમચી સુકા મેંદાને નાખો અને પછી મિક્ષ કરો.

૯) હવે અમારા ચોખા તેયાર છે.

૧૦) હવે મેંદાનો લોટ બાંધો

૧૧) હવે લુવાને આંગળીની મદદથી ૫ થી ૭ મિનીટ સુધી ચોળ્વો

૧૨) પછી તેમાં થોડુક માખણ અથવા ઘી લગાવો અને પછી ઉપર થોડોક મેંદો નાખો

૧૩) પછી તેને બને બાજુથી વાળો અને પછી તેને ચોરસ બનાવી લો.

૧૪) પછી તેના ઉપર માખણ લગાવો અને થોડો મેંદો નાખો

૧૫) પછી તેને વચ્ચેથી વાળો.

૧૬) પછી હાથથી અથવા (ચાકુ ની મદદથી ) લુવા બનાવી લો

૧૭) પછી એક લુવા લઇ તેને પાટલી પર હલ્કા હાથે ગોળ રોલ કરો

૧૮) પછી તેની વચ્ચે થોડાક આપણા તૈયાર કરેલ ચોખા મુકો

૧૯) અને તેને સરસ રીતે બંધ કરી દો (જેમ બટેટા પરોઠાના લુવા ને બંધ કરીએ તેમ)

૨૦) પછી હાથની આગળીઓથી કઈક આવી રીતે તેના પર દબાવો.

૨૧) પછી તેના ઉપર થોડુક પાણી ચારેય બાજુ નાખવું

૨૨) પછી લોઢીને ગેસ પર રાખી અને ગરમ થાય ત્યાં સુધી કુલ્ચાને પાણીવાળી સાઈડ ને લોઢી પર રાખો.

૨૩) પછી કુલ્ચાને બીજી બાજુથી થોડુક પાણી નાખવું અને થોડાક કોથમીરના પાન નાખીને લગાવવું.

૨૪) પછી કુલ્ચાને બીજી બાજુ ફેરવીને ધીમા ગેસ પર પકાવો.

૨૫) તમે જોઈ શકો છો કે આપડી કુલચા ઉપરથી તડવા લાગી છે.

૨૬) પછી સારી રીતે પાકી જાય પછી તેને પાછુ ફેરવો.

૨૭) પછી તેના ઉપર થોડુક માખણ લગાવો

૨૮) પછી તેને તમે હાથથી ચારે બાજુથી તોડીને મસળો

સુસના :

કુલ્ચાને બનાવા માટે બેન્કિંગના સોડાનો ઉપયોગ ના કરવો. કુલ્ચાના ચોખા બનાવતી વખતે મેંદાનો ઉપયોગ કરશો તો ચોખા ભીના થશે નહિ તો આપડે ભૂકો કરવાનું સરલ રેસે. કુલ્ચામાં પાણી લાગવાથી કુલ્ચા લોઢી છોડતા નથીઅને સ્વાદ સરસ આવે છે. કુલ્ચા બનાંવવા માટે હંમેશા લોખંડની લોઢીનો જ ઉપયોગ કરવો. નોન સ્ટીક લોઢીનો ઉપયોગ ક્યારેય પણ ના કરવો

મને વિશ્વાસ છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો તમને કઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને જો બીજી કોઈ રેસીપી માટે જાણવું હોય તો જોકે અમે હજુ લખ્યું નથી તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને અમે આગળની રેસિપીઓ તમને જણાવીશું

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment