તમારા શરીરનું મુખ્ય રતન આંખ તેનો ઉપયોગ તેને થતી તકલીફ અને તેની સારવાર

67

દરેક જીવ જન્મતાની સાથે જ બહારની દુનિયા જોવા માટે નશીબદાર હોતા નથી. જેમ કે કૂતરીના ગલુડિયા,પક્ષીના બચ્ચા, બિલાડીના બચ્ચા વગેરે. જ્યારે અમુક જીવ જન્મતાની સાથે જ આજુ બાજુનું વાતાવરણ કે દ્રશ્ય જુવે છે. જેમ કે પાલતું પ્રાણી ગાયના – ભેંસના બચ્ચા એટલે કે વાછરડી વાછરડા, પાડી પાડરડા અને જંગલમાં રહેતા પ્રાણીઓના બચ્ચા અને મનુષ્ય.

તમામ જીવ માટે આંખ આજુ બાજુનું વાતાવરણ જોવા માટે શરીરનું મુખ્ય અંગ છે. આંખ વડે દરેક જીવ પોતાની આસ પાસની દરેક ચીજ વસ્તુઓને જોઈ શકે છે. તેનાથી તેઓ ભય કે ગભરાટની લાગણી, આનંદની કે હર્ષની લાગણી, શોક કે દુઃખની લાગણીનો અનુભવ કરી શકે છે. દરેક વ્યક્તિ એમ સમજે છે કે આંખ તો જોવા માટે જ આપણને મળી છે. પણ ના, આંખ દ્વારા ઉપરની લાગણી પણ તેઓ વ્યક્ત કરી શકે છે.

દરરોજ સવારે ઊઠતાની સાથે જ સૌ પ્રથમ ઠંડા પાણીથી આંખ ધોવી જોઈએ. આંખમાં ઠંડા પાણીની છાલક મારવી. દિવસ દરમ્યાન લાંબો સમય ટી. વી.જોયા બાદ, લેપટોપ પર કે કોમ્પ્યુટર પર લાંબો સમય કામ કર્યા બાદ આંખોમાં અવશ્ય ઠંડા પાણીની છાલકો મારવી, ઠંડુ પાણી છાંટવું. આમ કરવાથી આંખોનો થાક ઉતરે છે અને આંખનું તેજ પણ વધે છે. ઉનાળાની ગરમ ઋતુમાં સખ્ત તાપમાં ખુલ્લા પગે – ઊઘાડા પગે ક્યારેય પણ ચાલવું નહિ. કારણ કે તેમ કરવાથી પગના તળીયે ગરમી લાગવાથી આંખને ચોક્કસ નુકશાન થાય છે. શીર્ષાસન કરવાથી અને નિયમિત ચોક્કસ વ્યાયમ કરવાથી આંખને ચોક્કસ લાભ થાય છે. દરરોજ રાત્રે સુતા પહેલા આંખમાં સુરમો અવશ્ય આંજીને સુવું જોઈએ. રાત્રે સુતા પહેલા ત્રીફળાની ફાકી દૂધ સાથે લેવી. (ત્રિફળા એટલે હરળે, બહેળા અને આંબળા)જેથી કબજીયાત ન રહેતા આંખમાં ગરમી રહેતી નથી. રાત્રે જાંખા પ્રકાશમાં વાંચન કરવું નહિ. દરરોજ રાત્રે એક ચમચો ત્રીફલાનું ચૂર્ણ ઠંડા પાણીમાં પલળવા મુકવું. સવારે તેના પાણીને સ્વચ્છ કપડાથી ગાળી તે પાણીને આંખમાં છાંટવું. અને બાકી રહેલ ચૂર્ણના રગડાને પાણી સાથે પી જવું, જેથી પેટમાં અને આંખમાં કોઈ રોગ થતા નથી. અને જો હોય તો તે પણ મટી જાય છે.

તો ચાલો, આજે તમને બતાવીએ આંખોને થતી તકલીફ અને તેની સારવાર માટેના ઉપાયો.

આંખોને થતી તકલીફના લક્ષણો.

આંખોને થતી તકલીફ ઘણા પ્રકારની હોય શકે છે જેમ કે, આંખ આવવી, આંખમાં બળતરા થવી, આંખમાં લાલાશ આવવી, આંખોની રોશનીમાં વધ ઘટ થવી, આંખો દુ:ખવી, આંખોમાં ફૂલા થવા, આંખોમાં આંજણી થવી, આંખોમાં ખંજવાળ આવવી, આંખોમાં ગરમી નીકળવી, આંખોમાં દુ:ખાવો થવો, આંખોમાં કચરો પડવો, આંખની નીચે કાળા કુંડાળા થવા, આંખમાં પીળાશ આવવી, આંખોમાંથી પાણી પડવું, આંખની પાંપણના વાળ ખરવા, આંખને થાક લાગવો, આંખે અંધારા આવવા વગેરે જેવી તકલીફના લક્ષણો જોવામાં આવે છે.

આંખોને થતી તકલીફના લક્ષણોમાં ઉપાય.

૧) આંખ આવવી. તેનો ઉપાય.

(૧) લીંબુ અને ગુલાબજળ એક સરખી માત્રામાં લઇ તેનું મિશ્રણ કરી એક એક કલાકના અંતરે આંખોમાં તેના ટીપાં નાખવાથી સાથે હળવો શેક કરવાથી ફક્ત એક જ દિવસમાં આંખ આવી હોય તેમાં રાહત થાય છે.

(૨) એક ચપટી શુદ્ધ ફટકડીને બે ચમચા ગુલાબજળમાં બરાબર વાટી – ઘુટીને તેના એક – બે ટીપા થોડી થોડી વારે આંખમાં નાખવાથી આંખ આવવાનો ચેપી રોગ કન્જકટીવાઈટીસ ધીમે ધીમે દુર થાય છે.

(૩) ઘેટીનું દુધ લઇ તેના પોતા આંખ પર મુકવાથી આંખ આવી હોય તો તે માટી જાય છે.

૨.) આંખોમાં બળતરા થવી. તેનો ઉપાય.

(૧) ગાયના દુધના દહીનું માખણ જો આંખોમાં બળતરા થતી હોય તો આંખો પર લગાડવાથી

(૨) જો આંખોમાં ખુબ બળતરા થતી હોય અને સતત લાલ રહેરી હોય તો ગુલાબજળના ટીપાં નાખવાથી આંખમાં રાહત રહે છે.

(૩) જો આંખ સોજી જાય, લાલ થઇ જાય, આંખમાં બળતરા થાય, કે આંખમાં ખટકો આવે તો વડની છાલને ઉકાળીને તે પાણીથી આંખને ધોવી જોઈએ.

(૪) 20 ગ્રામ દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી, સવારે તેને પીસીને ગાળી લેવું. પછી તેમાં સાકર મેળવી ઓગળી જાય ત્યાં સુધી હલાવી પછી તે પાણીને પી જવું. આમ કરવાથી આંખોની બળતરામાં ફાયદો થાય છે.

૩.) આંખોમાં લાલાશ થવી. તેનો ઉપાય.

(૧) જો આંખોમાં લાલાશ થઇ હોય તો જામફળના પાનની પોટલી બનાવી રાત્રે સુતી વખતે આંખ ઉપર બાંધવાથી લાલાશને લીધે આંખમાં થતા દર્દમાં રાહત થાય છે.

(૨) હળદરનો ટુકડો તુવેરની દાળમાં બાફી પછી તેને તડકો ન લાગે તેમ છાયે સુકવી, પાણી સાથે ઘસી સુર્યાસ્ત પહેલા થોડા થોડા અંતરે બે વાર આંખમાં આંજવાથી આંખમાં થતી રતાશમાં ઘણી રાહત થાય છે.

(૩) આંબળાના પાણીથી આંખ ધોવાથી આંખમાં થયેલ લાલાશમાં ઘણોજ ફાયદો થાય છે.

(૪) જો આંખ સતત લાલ રહેતી હોય તો જેઠીમધનો ટુકડો પાણી સાથે સારી રીતે ઘસી તેનું રૂનું પોતું કરી આંખો બંધ કરી આંખ ઉપર મૂકી રાખવું. તમે જ્યાં સુધી આંખો બંધ રાખી શકો ત્યાં સુધી આંખો બંધ રાખવી. આ પ્રયોગ દરરોજ કરવાથી તમારી આંખમાં થતી લાલાશને થતી રોકે છે.

૪.) આંખોની રોશનીમાં વધ ઘટ થવી. તેનો ઉપાય.

(૧) ચોક્ખું અને સારું મધ લઇ તેમાં હિંગ મેળવી, કોટન એટલે કે રૂની દિવેટ એટલે કે દીવાની વાટ હોય તેવી વાટ બનાવી, તેને સળગાવી, તેનું કાજળ પાડી આ કાજળને આંખમાં આંજવાથી નેત્રસ્ત્રાવ બંધ થાય છે અને આંખોનું તેજ કે રોશનીમાં વધારો થાય છે.

(૨) ત્રીફ્ળાના ત્રણ થી ચાર ગ્રામ ચૂર્ણમાં ચોક્ખું અને શુદ્ધ મધ એક ચમચી લઇ તેમાં એક ચમચી ગાયનું ઘી મેળવી રોજ રાત્રે સુતા પહેલા તેને ચાટી જવું. તેની ઉપર પાણી પીવું નહિ. આમ કરવાથી તમારી આંખોની રોશની વધે છે. અને સાથે સાથે આંખોનું રક્ષણ પણ થાય છે. આ પ્રયોગને તમે આજીવન કરી શકો છો.

(૩) પથ્યાદિ કવાથનું દરરોજ સેવન કરવાથી આંખમાં થતા રોગો માટે છે. અને તેનાથી આંખોનું તેજ પણ વધે છે.

(૪) ગાયના તાજા દુધના પોતા આંખ પર મુકવાથી આંખોનું તેજ વધે છે.

(૫) પગના તળીયે ગાયનું ઘી 15 થી 20 મીનીટ કાંસના વાટકાથી નિયમિત રીતે ઘસવાથી આંખોનું તેજ વધે છે.

૫.) આંખો દુ:ખવી. તેનો ઉપાય.

(૧) ગાયના તાજા દુધમાં રૂ પલાળી તેના પર ફટકડીનો ભૂકો છાંટી આંખો બંધ કરી આંખો પર બાંધવાથી આંખો દુ:ખતી હોય તો તેમાં ખુબજ રાહત થાય છે.

(૨) રાત્રે સુતા પહેલા ચાર થી પાંચ બદામ લઇ પાણીમાં પલળવા મૂકી દેવી. સવારે તેને છોલીને ખુબ ચાવી ચાવીને ખાવી. થોડી વાર રહીને બદામ પલાળેલું પાણી પી જવું. એક પણ દિવસ ભૂલ્યા વગર આ પ્રયોગ નિયમિત કરવાથી થોડા જ દિવસમાં આંખોનો દુખાવો બંધ થઇ જશે.

(૩) ક્યારેક આંખોને ખુબજ શ્રમ પડવાથી આંખો દુ:ખવા લાગે છે. ત્યારે આદુનો રસ કાઢી તેને એક સ્વચ્છ કપડાથી ગાળી લઇ આંખ પર મુકવાથી આંખના દુ:ખાવામાં રાહત મળે છે. જો કે શરૂઆતમાં આંખોમાં બળતરા થશે, પણ થોડીવાર પછી ઘણી જ રાહત થશે.

૬.) આંખોમાં ફૂલા થવા. તેનો ઉપાય.

(૧) જો આંખમાં ફૂલા થયા હોય તો સવાર – સાંજ આંખોમાં સાકર આંજવાથી થોડા દિવસોમાં આંખના ફૂલા મટે છે. જો કે આંખમાં ઘણા સમયથી જુના ફૂલા હોય તો તેને મટતા અદાચ વધારે સમય પણ લાગી શકે છે.

(૨) સારી હળદર લઇ તેની માત્રા કરતા સોળ ગણું પાણી લઇ તેમાં મેળવી તે પાણીને ઉકાળી લેવું. પછી તેને કોટનનું કાપડ ડબલ વળું કરી તે કપડાથી તે પાણીને ગાળી લેવું. ગાળેલા પાણીને એક બોટલમાં ભરી, તેના બબ્બે ટીપા દિવસમાં બે વાર આંખમાં નાખવાથી દુ:ખતી આંખના ફૂલામાં રાહત રહે છે. લાંબા ગાળે આ ફૂલા મટવાની શક્યતાઓ પણ રહેલી છે.

(૩) હળદરનો ગાંગળો તુવેરની દાળમાં બાફ્વો. પછી તેને તડકો ન લાગે તેમ છાંયે સૂકવવા મુકવો.આ ગાંગળો સુકાઈ ગયા બાદ તેને ચોખ્ખા પાણીમાં ઘસી સુર્યાસ્ત પહેલા આંખમાં બે વાર આંજવાથી આંખમાં થયેલા ધોળા ફૂલા પણ મટે છે.

(૪) જો આંખમાં ફૂલું પડયુ હોય તો વડના દુધમાં (ચીડમાં) ચોખ્ખું મધ અને કપૂર ઘૂંટી આંજણ જેવું બનાવી આંખમાં આજવું. જો તમારી તાસીરને અનુકુળ ન હોય તો આ પ્રયોગ ન કરવો.

(૫) ડુંગળીનો આશરે 250 ગ્રામ જેટલો રસ કાઢી, આ રસમાં કોટનનું એક સ્વચ્છ કાપડ લઇ તેમાં પલાળી આ પલાળેલા કપડાને તડકો ન લાગે તેમ છાંયે સુકવી, પછી તે કપડાની દિવેટ બનાવી આ દીવેટને તલના તેલમાં સળગાવી તેની કાજળ – મેંશ પાડી આ મેંશને આંખમાં આંજવાથી આંખનું ફૂલું માટે છે.

૭.) આંખમાં આંજણી થવી. તેનો ઉપાય.

(૧) હળદર અને લવિંગને ચોખ્ખા પાણીમાં ઘસીને આંજણી થઇ હોય તે આંખની પાંપણ પર લગાવવાથી લગભગ ત્રણ દિવસમાં આંજણી માટી જાય છે. અથવા ચણાની દાળને વાટીને જે આંખમાં આંજણી થઇ હોય તે આંખની પાંપણ પર લેપ લગાવતા હોઈએ તેમ લગાવવાથી પણ આંજણી મટી જાય છે.

(૨) કાળા મરી સ્વચ્છ પાણીમાં ઘસી આંજણી પર લગાવવાથી આંજણી જલ્દી પાકીને ફૂટી જાય છે.

૮.) આંખોમાં ખંજવાળ આવવી. તેનો ઉપાય.

દાડમના દાણાના તાજા રસના ચાર થી પાંચ ટીપા આંખ દિવસમાં ચાર થી પાંચ વખત થોડા દિવસ આંખમાં નાખતા રહેવાથી આંખમાં આવતી ખંજવાળ માટે છે.

૯.) આંખોમાં ગરમી નીકળવી. તેનો ઉપાય.

(૧) આંખ પર ચોખ્ખું ઠંડુ પાણી છાંટવાથી આંખોની ગરમી દુર થાય છે. અને આંખોનું તેજ પણ વધે છે.

(૨) દાડમના દાણાનો રસ આંખોમાં નાખવાથી આંખોનું તેજ વધે છે.

૧૦.) આંખોની રોશની વધારવા માટે. તેના ઉપાય.

(૧) ત્રિફળાના ત્રણ થી ચાર ગ્રામ ચૂર્ણમાં એક ચમચી મધ અને એક ચમચી ગાયનું ઘી મેળવી રોજ રાત્રે સુતા પહેલા તેને ચાટી જવું. તેના પર પાણી પીવું નહિ. આ પ્રયોગ તમે જિંદગીભર ચાલુ રાખી શકો છો. આમ કરવાથી આંખોનું તેજ તો વધે જ છે પણ સાથે સાથે આંખોનું રક્ષણ પણ થાય છે.

(૨) લીંબુના રસનો દરરોજ ઉપયોગ કરવાથી આંખનું તેજ વધે છે.

(૩) સરખા ભાગે એલચીના ચૂર્ણ અને સાકરમાં એરંડિયું મેળવી 4 ગ્રામ જેટલું દરરોજ લાંબા સમય સુધી લેવાથી આંખોમાં ઠંડક થાય છે અને આંખની રોશની પણ વધે છે.

(૪) હિંગને મધમાં મેળવી તેમાં રૂની દિવેટ બનાવી આ દિવેટને આ મિશ્રણમાં ડુબાડી પછી તેને સળગાવી તેનું કાજળ પાડી, આ કાજળને આંખમાં આંજવાથી આંખમાંથી નીકળતા પાણી બંધ થઇ જાય છે અને અને આંખની રોશની વધે છે.

(૫) રોજ એક કપ જેટલું લીલું શાક ખાવાથી શરીરમાં લ્યુટીલેવલ વધારી શકાય છે. જે આંખનું જતન કરનાર એન્ટીઓક્સીડેંટ તત્વ છે. શરીરમાં લ્યુટીલેવલ વધવાથી આંખનું તેજ વધે છે.

૧૧.) આંખમાં થતો દુ:ખાવો. તેનો ઉપાય.

(૧) જામફળીના પાનની પોટલી બનાવી રાત્રે સુતી વખતે આંખ પર બાંધવાથી આંખોમાં થતો દુ:ખાવો મટે છે.

(૨) ડુંગળીનો રસ આંખમાં નાખવાથી આંખનો દુ:ખાવો મટે છે.

(૩) ડુંગળીના રસમાં સાકર મેળવી તેના ટીપાં આંખમાં નાખવાથી આંખોની ગરમી દુર થાય છે. સાથે જો આંખ દુ:ખતી હોય તો તે આંખમાં તેને આંજવાથી ફાયદો પણ થાય છે.

(૪) સ્વચ્છ કપડાથી ગાળેલા કોથમીરના રસના બબ્બે ટીપા બંને આંખમાં સવાર – સાંજ નાખવાથી દુ:ખતી આંખમાં ખુબજ ફાયદો થાય છે. આંખમાં થતા ખીલ, ફૂલું, છરી વગેરે પણ મટી જાય છે. એટલુજ નહિ પણ ચશ્માના નંબર પણ ઘટી જાય છે.

(૫) ધાણાને પાણીમાં પલાળી રાખી મસળી, પછી તેને ગાળી એ ગાળેલા પાણીથી આંખો ધોવાથી દુ:ખતી આંખો મટે છે.

(૬) એક ભાગ સાકર અને ત્રણ ભાગ ધાણાના બોરકુટા (કદાચ બોરકૂટા એટલે કુરિયા થતું હશે.) ચૂર્ણને ઉકાળેલા પાણીમાં નાખી એક કલાક ઢાંકી રાખો. કલાક પછી તે પાણીને કોટનના સ્વચ્છ કપડાથી ગાળીને તે પાણીને એક બોટલમાં ભરીને આ પાણીના બબ્બે ટીપા સવાર – સાંજ આંખોમાં નાખવાથી આંખોમાં થતો દુ:ખાવો બે થી ત્રણ દિવસમાં માટી જાય છે.

(૭) દાડમીના પાનને વાટી, તેની પોટલી બનાવી આ પોટલીને આંખો બંધ કરી તેની ઉપર મુકવાથી દુ:ખતી આંખોમાં રાહત મળે છે.

(૮) હળદર લઇ તેની માત્રાથી સોળ ગણા પાણીમાં તેને ઉકાળી  પછી તે પાણીને કોટનના સ્વચ્છ કપડાને ડબલવળું કરી તેનાથી ગાળીને તે પાણીને એક બોટલમાં ભરીને આ પાણીના બબ્બે ટીપા દિવસમાં બે વાર નાખવાથી દુ:ખતી આંખમાં ખુબજ ફાયદો થાય છે.

(૯) સરગવાના પાનના રસમાં રસના સરખા ભાગે તેમાં ચોખ્ખું મધ નાખી તેને મિકસ કરી તેને આંખમાં આંજવાથી દુખતી આંખમાં રાહત મળે છે.

(૧૦) નાગરવેલના પાનનો રસ પણ આંખોમાં નાખવાથી આંખનો દુ:ખાવો માટે છે.

૧૨.) આંખોમાં કચરો પડવો. તેનો ઉપાય.

(૧) સારા અને માધ્યમ સાઈજના એક લીંબુનો રસ કાઢી તેને આશરે 100 ગ્રામ પાણીમાં મેળવી તે પાણીથી આંખો ધોવાથી આંખમાં પડેલો કચરો નીકળી જાય છે.

(૨) આંખમાં ગાયનું દૂધ છાંટવાથી આંખમાં પડેલો કચરો નીકળી જાય છે.

૧૩.) આંખોની નીચેના ભાગમાં કાળાશ. તેનો ઉપાય.

(૧) જો આંખોની નીચેના ભાગ પર કાળા કુંડાળા થયા હોય કે તે ભાગ કાળો પડી ગયો હોય તો તે ભાગ પર સરસિયાના તેલનું માલીસ કરવાથી તે કાળો ભાગ આસાનીથી દુર થાય છે. આ ઉપરાંત સુકા આમળા અને સાકરને સરખા ભાગે લઇ તેનું સવાર- સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ કે કાળા કુંડાળા દુર થાય છે.

(૨) કાલા તલને મધમાં બારીક વાટી સવાર – સાંજ આંખોની નીચેના ભાગ પર જ્યાં કાળા કુંડાળા કે જે ભાગ કાળો પડી ગયો હોય તો તે ભાગ પર ધીમે ધીમે ઘસવાથી આંખની નીચેના કાળા કુંડાળા કે કાળો પડી ગયો હોય તે ભાગની કાળાશ એકાદ અઠવાડિયામાં દુર થાય છે. આ સાથે પ્રોટીન યુક્ત ખોરાક વધુ પ્રમાણમાં લેવો જોઈએ.

(૩) બટેટાનો રસ કાઢી તેના બે – ત્રણ ટીપામાં ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી તેમાં સારું કોટન (રૂ) લઇ તેના પૂમડા બનાવી તેમાં બોળી આંખો પર મુકવાથી આંખોની નીચેના કાળા કુંડાળા દુર થાય છે.

૧૪.) આંખોમાં પીળાશ આવવી. તેનો ઉપાય.

(૧) રાત્રે સુતી વખતે એરંડિયું અથવા ચોખ્ખું મધ આંખોમાં આંજવાથી આંખમાં આવેલી પીળાશ દુર થાય છે.

૧૫.) આંખોમાંથી પાણી પડવું. તેનો ઉપાય.

(૧) કોઈ ખાસ પ્રકારનો આંખનો ગંભીર રોગ ન હોય તેમ છતાં આંખમાંથી પાણી નીકળ્યા કરતું હોય તો દરરોજ સવારે, બપોરે, સાંજે અને રાત્રે દિવસમાં ચાર વખત સંતરાનો એક – એક ગ્લાસ તાજો રસ અવશ્ય પીવો. આમ કરવાથી આંખમાંથી પાણી પડતું બંધ થાય છે.

(૨) બોરના ઠળીયાને સ્વચ્છ પાણીમાં ઘસી દિવસમાં બે વાર આંખમાં આંજવાથી આંખમાંથી પડતું પાણી બંધ થાય છે. આ ક્રિયા એકાદ મહિના સુધી ચાલુ રાખવી.

(૩) આંખ સતત ભીની રહેતી હોય કે આંખમાંથી પાણી નીકળ્યા કરતું હોય તો દરરોજ રાત્રે છ – સાત મરી ચાવી જવા.તેના પર એક ગ્લાસ નવ શેકું દૂધ પી જવું. આંખ સતત ભીની રહેતી હોય તો આ એક સરળ અને અસરકારક ઉપાય છે.

૧૬.) આંખોને થાક લાગ્યો હોય તો. તેનો ઉપાય.

(૧) તમારા બંને હાથની હથેળી બે – ત્રણ મિનીટ ઘસ્યા પછી એક મિનીટ માટે બંને આંખ પર હથેળીને દબાવી રાખવાથી આંખોનો થાક પાંચ – સાત મીનીટમાં દુર થાય છે.

૧૭.) આંખે અંધારા આવવા. તેનો ઉપાય.

(૧) પોષણના અભાવે, મગજની નબળાઈ કે અન્ય કારણોસર આંખે અંધારા આવતા હોય તો સુકા ધાણા અને સાકર સરખા ભાગે લઇ તેને ખાવાથી આંખે અંધારા આવતા હોય તેમાં રાહત મળે છે.

૧૮.) આંખમાં ચૂનો પડ્યો હોય તો. તેનો ઉપાય.

(૧) જો કોઈ કારણોસર આંખમાં ચૂનો પડ્યો હોય તો આંખમાં ઘી અથવા દહીંની તર આંજવી.

એક અગત્યની અને ખાસ સુચના: દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોવાથી કદાચ આંખને લગતા ઉપર દર્શાવેલા ઊપાયોમાંથી કે કોઈ પ્રયોગોમાંથી કોઈ ઉપાય કે પ્રયોગ કદાચ તમને કારગત ન પણ નીવડે અથવા કોઈ અવળી આડ અસર કે તકલીફ થાય તે પહેલા ઉપરના કોઈ પણ પ્રયોગ કરતા પહેલા કોઈ સારા ચિકિત્સકની સલાહ લેવા વિનંતી.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment