“મિત્રતા” – ખુબ સુંદર મિત્રતાની વાત કહી છે… વાંચો અને શેર કરવાનું ભૂલાય નહિ…

27
Rear View of Group of Friends Hugging

મિત્રતા માટે કોઇ ઉમર હોય? જીવન ને ઊમંગો થી ભરવા ની કોઇ મર્યાદા હોય? મન કેમ સતત ગડમથલ મા રહેતુ હશે ? હંમેશા લોકો શુ કહેશે એ વિચાર જ કેમ મન મારવા માટે પૂરતો છે? હૃદય નો કોઇ ખૂણો કેમ કોઇ માટે કાયમ reserved રહેતો હશે? સંબંધો સ્વાર્થ ના જ હોય એ માનસિકતા ક્યારે જાશે? શુ સાચે ચાલિસી ની નજીક પહોચ્યા પછી પણ તરુણાવસ્થા જેવો થનગનાટ થતો હશે? કોઇ ને મળવા નુ કે વાતો કરવા નુ મન થાય? હજુ તો સવાલો ની ગડમથલ ચાલતી હતી ત્યા જ સમર નો અવાજ સંભળાયો..”શ્રેયા ….. મારો રુમાલ નથી મળતો જરા શોધી આપ ને…..” અને શ્રેયા વિચારો ના તોફાન ને વિખેરી સમર ની આસપાસ વ્યસ્ત થઇ ગઇ..

શ્રેયા અને સમર પંદર વર્ષ ના પૂત્ર ના માતા-પિતા. સમર શ્રેયા ને ખૂબ સાચવે .આમ જોઇએ તો સુખી લગ્ન જીવન પણ શ્રેયા માટે કઇક ખૂટતુ , કઇક અધૂરુ. પણ દિલ મા ચાલતા તોફાન ને કદાચ શબ્દો નહી સમજાવી શકે એટલે તે મૌન થી સમજાવા વ્યર્થ કોશિષ કરતી. આવુ તેના મન મા પાંચ-સાત વર્ષ થી ચાલતુ હતુ. સમજાવે પણ શુ? એ એવો અભાવ હતો જે માંગવા થી ન પૂરો થાય. સમર પોતાનો પ્રેમ વ્યક્ત ન’તો કરી શકતો અથવા તો શ્રેયા બધુ સમજતી જ હોય ને આ ઉમરે વળી શુ પ્રેમ અભિવ્યક્ત કરવો. પણ શ્રેયા નાની નાની વાતો મા પ્રેમ શોધે. વાતો કરવી, સાથે સમય વિતાવવો, આ બધુ જ તેના માટે રોમાંચ. ક્યારેક અમસ્તો જ કરેલો સ્પર્શ તો ક્યારેક વરસાદી સાંજ પર ફક્ત પોતાનો જ હક . શુ આ અહેસાસ માગી ને મળે? પતિ બન્યા પછી મિત્ર પણ કેમ નહી રહી શકાતુ હોય?

પણ જ્યાર થી સૌરભ ના પરિચય મા આવી તેને કંઇક અલગ લાગણી થતી. સૌરભ એ સમર નો કલીગ. એક વર્ષ થી અહી બદલી થઇ હતી. ઘરે આવતા જતા સંબંધો ગાઢ થવા લાગ્યા. સૌરભ હસમુખો તેમજ મળતાવડો અને વાતો નો ભંડાર. એ શ્રેયા ના સ્મિત પાછળ ની એની ઉદાસી પારખી ગયો.

“શ્રેયા તમે તમારા જીવન થી ખૂશ નથી સાચુ ને?” આ અણઘાર્યા સવાલે શ્રેયા ને હચમચાવી દીધી પણ એણે ત્યારે પરીસ્થિતિ સંભાળી લીધી. સૌરભ શ્રેયા ને ખૂબ સમજતો. અને આ વાત શ્રેયા ને ખૂબ ગમતી કેમકે કંઈ પણ કહ્યા વગર જો કોઇ વ્યક્તિ તમારા સ્મિત પાછળ ની ઉદાસી પારખી લે તો એ સાચો સંબંધ. ધીરે ધીરે મિત્રતા વધી પણ એમા શારિરિક આવેગો નુ સ્થાન ક્યાય ન હતુ.

શ્રેયા હવે ખૂલા મન થી સૌરભ સાથે વાતો કરતી, પોતાની ઈચ્છાઓ ની, લાગણી ની, પોતાનો ગમો અણગમો બધુ. અને સૌરભે ફરી એ જ સવાલ પૂછ્યો “શ્રેયા તમે કેમ ખૂશ નથી?” અને આજે શ્રેયા હૈયુ ખોલી ને બોલી……

“સૌરભ, એક સ્ત્રી અને પુરુષ વચ્ચે શરિર ના સંબંધ સિવાય પણ એક સંબંધ હોય છે, તેના થી પણ ઊંચો અને પવિત્ર એ છે મિત્રતા નો સંબંધ, લાગણી નો સંબંધ એક એવો સંબંધ જ્યા પોતાને એક સ્ત્રી હોવાનો ભય નથી. ક્યારેક તકલીફો ને ભૂલવા એક warm hug જ બસ છે તો ક્યારેક ફક્ત પ્રેમાળ હાથ પકડવા માત્ર થી સમસ્યા નો સામનો કરવા શક્તિ મળી જાય છે. સ્ત્રી આત્મનિર્ભર ચોક્કસપણે થઇ ગઈ છે પણ તેને રડવા એક મજબૂત ખભા ની જરૂર કાયમ રહી છે. એક પ્રેમી પતિ ન બની શકે એવુ બને પણ એક પતિ જો પ્રેમી કે મિત્ર ન બની શકે તો જીવન મા કશુક ખૂટ્યા કરે છે. વર્ષો ના સાથ થી તો નિર્જીવ વસ્તુ થી પણ લગાવ થઇ જાય છે પણ સંબંધો ને સજીવ રાખવા લાગણી નુ ઓક્સિજન ખૂબ જરૂરી છે. સૌરભ મે તમારા મા એ મિત્ર જોયો છે , તમારી સાથે વાતો શેર કરવી ગમે છે. ”

“સૌરભ, તમે સમજો છો ને હુ શુ કહી રહી છુ?” સૌરભ એટલુ જ કહી શક્યો “તમારા જીવન ની એ ખાલી જગ્યાઓ હુ પૂરીશ હંમેશ માટે……”
અને શ્રેયા ફરી થી પ્રેમ મા પડી…
મિત્રતા ના પ્રેમ મા…. વિશ્વાસ ના પ્રેમ મા…….
જ્યા સ્ત્રી હોવા નો ભય નથી એ પ્રેમ મા………

પણ શુ સમાજ આ સંબંધ, આ મિત્રતા ને સ્વિકારશે?

કેમ એ સંબંધ ને કોઇ નામ નથી આપી શકાતુ જ્યા ફક્ત અને ફક્ત વિશ્વાસ છે, કાળજી છે, સ્નેહ છે અને એ કોઇ પણ જાત ની અપેક્ષા અને સ્વાર્થ વગર. માન્યુ કે આ સંસાર સ્વાર્થ અને મલિનતા થી ભર્યો પડ્યો છે પણ શુ એની સજા નિસ્વાર્થ લાગણી એ ભોગવવી?
હા, એ જ ભોગવે છે પણ એ કેટલુ વ્યાજબી છે?

શુ એ સંબંધ મિત્રતા નો ન કહેવાય? ‘મિત્રતા’ કેટલો સરસ શબ્દ… બોલતા જ જાણે હૈયુ ભરાય જાય, એક નિર્દોષતા છલકાય જાય.
સ્નેહ, કાળજી, પોતિકાપણુ, નિસ્વાર્થતા, લાગણી, અહેસાસ અને વિશ્વાસ ના સાત રંગો નુ જાણે ઈન્દ્રધનૂષ. અને જેની પાસે આ ઈન્દ્રધનૂષ હોય એ ખરેખર નસીબદાર કહેવાય.

જો કોઇ ને બે મિત્ર ની કલ્પના કરવા નુ કહીએ તો કા તો એ બે ભાઇબંધ અથવા બે સખીઓ ની જ કલ્પના કરશે. કોઇ એક સ્ત્રી – પુરુષ ની કલ્પના પણ નહી કરે… કેમ સ્ત્રી-પુરુષ મિત્ર ન હોઇ શકે? આપણે આ સંબંધ ને કેમ સ્વિકારી શકતા નથી? ખૂબ મોર્ડન ગણાવતા આપણે વાતો કરવા પૂરતા જ મોર્ડન થઇ શક્યા છીએ પણ હકિકત મા એ રૂઢીચૂસ્તતા આપણે મૂકવી જ નથી… અને એ ચક્કર મા ભારતીય સંસ્કૃતિ કે પાશ્ચાત્ય સંસ્કૃતિ કાઇ અપનાવી શક્યા નહી.

કોઇ સંસ્કૃતિ મિત્રતા ની વિરોધ મા હોય જ ન શકે…આપણે આડંબરો થી એટલા ઘેરાય ગયા છીએ આમ તો ટેવાય ગયા છીએ કે સાદા- સીધા સંબંધ પણ નથી સમજાતા. આપણે ખડખડાટ હસવા મા સંકોચ કરતા થઇ ગયા છીએ અને રડવા નુ પણ sophisticated થઇ ને…આપણે આપણી જાત થી પણ ભૂલા પડી ગયા છીએ.. એટલા સ્વાર્થી અને મતલબી બની ગયા છીએ કે દરેક સંબંધ મા ફાયદો જ ગોતીએ અને જો ફાયદો નહી તો સંબંધ પણ નહી… પણ આવા લોકો થી ભરેલી આ દુનિયા મા અપવાદ પણ હોઇ શકે એવુ કેમ યાદ નથી ….
મોટા ભાગે એવુ જોયુ છે કે સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન બની જાય છે.. અને ઈષ્યૉ અને અદેખાય મા એ બીજી વ્યક્તિ પણ સ્ત્રી જ છે એ ભૂલી જાય છે..જયારે એક પુરુષ ને બીજા પુરુષ મા હરિફ વધુ દેખાશે.

પણ જયારે એક સ્ત્રી – પુરુષ ની મિત્રતા મા નથી ઇર્ષા કે નથી હરિફાય. એ એક બીજા ની મદદ કરશે તો પણ કોઇ સ્વાર્થ વગર. આવા જ કારણોસર કદાચ એક સ્ત્રી અને પુરુષ એક બીજા ને વધુ સારી રીતે સમજી શકે છે અને એ સમજણ જ એમને કાયમ મર્યાદા શિખવે છે જે ટૂટતી નથી. એવી લક્ષ્મણ રેખા જે ઓળંગાતી નથી ..

આ વાત કદાચ ઘણા લોકો એ અનુભવી પણ હશે અને મન થી સ્વિકારતા પણ હશે..પણ સમાજ નહી સમજે એ બીક મા સાચા મિત્ર ખોયા પણ હશે.. ક્યારેક તો એવો સમય આવશે ને જ્યારે સમાજ ( આપણા થી જ બનેલા આપણે ) પણ આ સુંદર અને પવિત્ર સંબંધ ને સ્વિકારશે…….

લેખક : અંકિતા મેહતા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment