શું તમે પણ ૧૩ નંબરને અપશુકનિયાળ માનો છો? પણ તેનું સાચું કારણ તમને ખબર છે? વાંચો…

113
apashukaniyal-13-number-vishe-jano

તમને ખબર હતી શા માટે લોકો 13 નંબરથી ડરતા અથવા દુર રેહતા હોય છે? આજે અમે લાવ્યા છીએ એની પાછળ નું રહસ્ય!

એવું કેહવાય છે કે ૧૩ નંબર મોટા મોટા માણસોની સફળતા, મિલકત અથવા ખુશી એક પળમાં બરબાદ કરી શકે છે. એમાં પણ જયારે શુક્રવાર અને ૧૩ તારીખ બંને ભેગા હોય એ દિવસને વર્ષનો સૌથી unluckiest દિવસ માનવામાં આવે છે.

કદાચ આ વિષે તમે જાણતા નહિ હોવ કે મોટી મોટી હોટેલો પણ ૧૩ નંબરનો રૂમ નથી રાખતા, એમાં ૧૨ નંબર પછી સીધો ૧૪ નંબર જ આવે છે.

આ ઉપરાંત ૧૩ નંબર પ્રત્યે લોકોની નજર બદલવા માટે 1881 માં, THE THIRTEEN CLUB ની રચના કરવામાં આવી હતી. આ ક્લબના 13 સભ્યોએ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ અમુક કારણોસર નિષ્ફળ રહ્યા હતા.

લોકો શા માટે નંબર 13 થી બીતા હોય છે ? –છેલ્લા સપરમાં 13 લોકો હતા –

જુડાસ ઇસ્કરિયોત જેણે ઈસુને દગો કર્યો હતો તેનું ટેબલમાં 13 મા ક્રમે સ્થાન હતું. આથી ઘણા લોકો હવે ડરતા પણ હોય છે કે જો 13 લોકો એક ટેબલ પર એકસાથે ભોજન કરે, તો ડીનર કરવાવાળા માના ૧ સદસ્ય નું મૃત્યુ એ વર્ષમાં જ થાય છે.નંબર 13 બીજા બધા કરતા અલગ પડે છે –નંબર 12 ને ‘સંપૂર્ણતા’ ની નિશાની તરીકે માનવામાં આવે છે. ઓલિમ્પસના ભગવાનની સંખ્યા 12 હતી. ઘડિયાળના 12 કલાક, એક વર્ષમાં 12 મહિના અને રાશિચક્રમાં 12 ચિહ્નો છે. ખ્રિસ્તી ધર્મમાં, ઈસુના 12 પ્રેરિતો છે. તેથી, 13 નંબરને કમનસીબ માનવામાં આવે છે.

૧૩ અક્ષરો વાળું નામ પણ શેતાની શાબિત થયું છે.

તમને આશ્ચર્ય થશે કે કેટલા લોકો આ વાત સાચી માને છે. એવું કહેવાય છે કે જે લોકોનાં નામમાં 13 અક્ષરો હોય છે તેમને શેતાનની નસીબ હોય છે. Jack the Ripper માં 13 અક્ષરો છે અને તેને ત્યાર સુધીનો સૌથી ખતરનાક સીરીઅલ કિલર માનવામાં આવે છે.

ડાકણોના સમૂહમાં પણ હોય છે ૧૩ સભ્યો –પરંપરાગત રીતે, ડાકણોના સમૂહમાં હંમેશા 13 સભ્યો હોવાનું માનવામાં આવતું હતું અને તે ‘સામાન્ય’ લોકો સાથે ક્યારેય સારી રીતે બોલતા નહોતા. આ ઉપરાંત ડાકણો માટે, એક વર્ષ 13 ચંદ્ર મહિનાનું માનવામાં આવે છે અને તેઓ મેલીવિદ્યા સાથે નજીકથી સંકળાયેલા હોય છે.
13 પગથિયાં ફાંસી તરફ દોરી જાય છે –

પરંપરા મુજબ, 13 પગલાં ફાંસી સુધી દોરી જાય છે. ફોર્ટ સ્મિથ નામની ઐતિહાસિક જગ્યાના એક પાર્ક રેન્જરએ કહ્યું હતું, “ફાંસી તરફના 13 પગલાં – 12 ઉપર અને એક નીચે.”

શુક્રવાર અને 13 મી તારીખ –નંબર સાથે ઘણી અંધશ્રદ્ધાઓ સંકળાયેલા છે – તમારા વાળ કાપી નાંખો, એક કબ્રસ્તાન ન પસાર કરો, એક સીડીની નીચે ન ચાલો, અને તેજ પ્રમાણે લોકો પણ આ દિવસથી વ્યવસાય ચાલુ કરવાનું ટાળે છે.

હોટેલ્સમાં પણ નથી હોતો 13 નંબરનો રૂમ –
એવી ઘણી હોટલ છે કે જેમાં ૧૩ નંબરનો રૂમ હોતો જ નથી.લંડનની કાર્લટન હોટેલમાં તો 13 મો માળ જનથી. એ જ રીતે, કેટલાક વિમાનોમાં પણ કોઈ 13 નંબરની રો નથી હોતી.
આટલા કારણો અમને મળ્યા છે ૧૩ નંબરની અંધશ્રદ્ધા પાછળના.
તમને પણ જો આવું કોઈ કારણ ખબર હોય તો કોમેન્ટ કરો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment