અવૈધ સંબંધોની શંકામાં 65 વર્ષની પત્ની સાથે કઈક એવું કરી બેઠો પતિ, કોર્ટે 11 દિવસમાં સંભળાવી આવી સજા…

11

પત્નીના ચરિત્રને લઈને જયારે પણ કોઈ પ્રશ્ન ઉભો થયો છે પતિનો હંમેશા લોહી ઉકળી જાય છે. ગુસ્સામાં આવીને પતિએ પત્નીને સજા આપી છે. એના પર અત્યાચાર કર્યા છે પરંતુ આ વખતે તો હદ જ થઇ ગઈ. ૬૫ વર્ષની પત્નીના ચરિત્ર પર શંકા થઇ, તો ૭૫ વર્ષના પતિએ એના મૃત્યુના ઘાટ ઉતારી દીધી. આ ઘટના બહુ અજીબોગરીબ છે પરંતુ સંપૂર્ણ હકીકત છે. કેસ કર્નાટકના ચિત્રદુર્ગ જીલ્લાનો છે. ઉંમરના આ ચરણમાં શું કોઈ પતિ પોતાની પત્ની પર શંકા કરી શકે છે? જો કે કહેવામાં આવે છે કે ‘શંકાનું બીજ’ માણસને કઈપણ કરાવી શકે છે.

આ કેસમાં ચિત્રદુર્ગની જિલ્લા અદાલતએ રેકોર્ડ સુનવણી કરી ૧૧ દિવસમાં જ નિર્ણય સંભળાવી દીધો. કર્નાટકમાં એવું પહેલી વખત થયું જયારે કોઈ કેસમાં દોષીને ૧૧ દિવસમાં સજા સંભળાવી દેવામાં આવી હોય. અદાલતએ પોતાની પત્નીની હત્યાના આરોપમાં દોષી પતિને ઉંમરકેદની સજા સંભળાવી છે અને ૫ હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

મળેલ જાણકારી અનુસાર ૭૫ વર્ષની પરમેશ્વરસ્વામીએ પોતાની ૬૫ વર્ષીય પત્ની પુટ્ટમ્માની હત્યા કરી નાખી હતી. પોલીસ પાસેથી મળેલ જાણકારી અનુસાર પરમેશ્વરસ્વામીને પત્નીના ચરિત્ર પર શંકા હતી. તેમજ પોલીસએ હત્યાના ૬ કલાક પછી જ આરોપી પતિને પકડી લીધો હતો. માત્ર એટલું જ નહિ પોલીસે ૨ દિવસમાં જ હત્યાના કારણો પણ જાણી લીધા હતા.

તમને જણાવી દઈએ કે પોલીસને ગવાહી આપનાર બીજું કોઈ નહિ પરમેશ્વરસ્વામીનો દીકરો હતો. એ દરમ્યાન ચિત્રદુર્ગના એસપી શ્રીનાથ જોશીએ જણાવ્યું કે કર્નાટકમાં પહેલી વખત કોઈ દોષીને અપરાધના માત્ર ૧૧ દિવસની અંદર સજા મળી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment