બજારમાંથી ફૂડ પ્રોડક્ટ ખરીદતી વખતે તેના લેબલની તારીખ અને તે પ્રોડક્ટ સીલ પેક છે કે નહિ તેની ખાસ તપાસ કરો

28

સારો, પૌષ્ટિક અને સમતોલ આહાર તમારા આરોગ્ય માટે ખાસ જરૂરી છે. ખાવાની બાબતમાં જરા પણ લાપરવાહી તમારા આરોગ્ય માટે નુકશાન કારક સાબિત થઇ શકે છે. કારણ કે ખાદ્ય પદાર્થો ખરાબ થઇ ગયેલા હોય તેવા સમયે તેમાં બેક્ટેરિયા ઉત્પન થઇ ગયેલા હોય છે. અને આ બેક્ટેરિયા સાત કલાકમાં એક લાખ ગણા વધી જાય છે.જેથી ખાદ્ય પદાર્થમાં ટોક્સીનનું પ્રમાણ પણ ખુબ જ વધી જાય છે. આમ જુઓ તો તે ખાદ્ય પદાર્થ સાત ક્લાકમાં ઝેર બની જાય છે. જ્યારે બજારમાં મળતા અનહાઈજીનિક ખાદ્ય પદાર્થો ખાવાથી તમને ઉલટી, ઝાડા, તાવ, પેટનું દર્દ, કે ચક્કર આવવાની ફરિયાદો રહે છે. ફૂડ પોઇઝનિંગ વાળા ખરાબ ક્વોલિટીનું ખાવાથી આ બધી તકલીફો થાય છે. જ્યારે ખાદ્ય પદાર્થને સારી રીતે પકાવીને કે ઢાંકીને ન રાખવાથી તેમાં બેક્ટેરિયા થવા લાગે છે. અને તે ખાદ્ય પદાર્થને ખાવાથી તેની સાથે તે બેક્ટેરિયા પણ તમારા શરીરમાં જાય છે જે બીમારીનું કારણ બને છે.

કેવી રીતે ધ્યાન રાખશો ?

૧.) ગરમ અને ઠંડા ખાદ્ય પદાર્થોને અલગ અલગ રાખવા જોઈએ.

૨.) ફૂડપ્રોડક્ટ ખરીદતી વખતે તેના લેબલ, તારીખ અને સીલ પેક છે કે નહિ તેની ખાસ તપાસ કરો.

૩.) ફ્રીજની બહાર રાખેલા ફ્રોજન ફૂડ અને ઓછા પકાવેલા એટલે કે કાચા રહેલા ખાદ્ય પદાર્થો ન ખાવા.

૪.) પહેલાથી જ ઈંડું તૂટેલું હોય તો તે ઈંડાને કે તેમાંથી બનાવેલ ખાદ્ય પદાર્થને ન ખાવા.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment