બાજરાના વડા – ક્રિસ્પી અને ટેસ્ટી સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

647

બાજરો કે બાજરી એ ખુબ જાણીતું અનાજ છે જે વિશ્વમાં વધારે આફ્રિકા તેમજ દક્ષિણ એશિયાના દેશોમાં ખવાય છે. પણ તેનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં જ થાય છે અને તે ભારતમાં પ્રાથમિક ખોરાક તરીકે ખવાય છે. બાજરો એ સ્વાસ્થ્ય વર્ધક અનાજ છે કેમકે તેમાં ઘણા સતત્વો જોવા મળે છે જેમકે પ્રોટીન, કેલ્સિયમ, કર્બોહીદ્રેત્સ, ફોસ્ફરસ અને આર્યન. ભારતના ઘણા પ્રદેશોમાં તે દરરોજના ખોરાકમાં લેવાય છે જયારે ઘણા લોકો તેને શિયાળામાં પ્રાથમિકતા આપે છે. અહી મેં બાજરાને પોષ્ટિકતા સાથે સ્વાદિષ્ટ બનાવવાની કોશિશ કરી છે. બાજરાના વડા એ બાજરાનું ખુબ સ્વાદિષ્ટ સ્વરૂપ છે મારી એક સખીના ઘરમાં કોઈ એક તહેવાર પર ખાલી બાજરો જ ખાવાનો રીવાજ હતો. એ આ દિવસે બાજરાના રોટલા બનાવીને ખાતી હતી પણ મારી આ રેસીપીથી એ ખુબ ખુશ થયી કેમકે રોટલા કરતા આ વડા ખાવામાં ખુબ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસીપી અમારા ઘરમાં ખુબ બને છે અને અમે બધા એકસાથે તેની મજા માણીએ છીએ. ઘણી વાર તો આ વડાને પ્લેટમાં આવવાની રાહ પણ ન જોતા અમે તેની  કઢાઈમાંથી બહાર નીકળતા જ લિજ્જત ઉઠાવીએ છીએ.

બાજરાના વડાને 1 થી 2 દિવસ રાખી શકાઈ છે અને ફ્રિજમાં ૫ થી ૬ દિવસ માટે રાખી શકાઈ છે. અને આને ઓવન માં ગરમ કરી પણ ખાય સકાય છે. તો ચાલો હવે બાજરાના વડા બનાવતા શીખીએ.

બાજરા નો લોટ : 1 1/2 કપ
લાલ મરચું : 1 નાની ચમચી
હળદર : 1/2 નાની ચમચી
ધાણાજીરું : 1 નાની ચમચી
તલ : 1 ચમચી
તેલ : 2 કપ તળવા માટે
કોથમીર : 1 કપ ઝીણી સમારેલી.
દહીં : 1 મોટી ચમચી
મીઠું : 2 નાની ચમચી
પાણી : 1/2 કપ લોટ બાંધવા માટે

બાજરાના વડા બનાવવા માટે સૂચનાઓ :

1.) એક મોટા કટોરામાં બાજરાનો લોટ લો.
2.) હવે તેમાં મરચું, હળદર, દહીં, તલ, કોથમીર કે લીલા ધાણા અને સ્વાદાનુસાર મીઠું ભેળવો.
3.) આ મિશ્રણમાં ધીમે ધીમે પાણી મેળવતા જઈને લોટ બાંધો.
4.) બાંધેલા લોટને જરા ચાખી લો અને મીઠું કે બીજું કઈ ખૂટતું લાગે તો ઉમેરી દો.
5.) બાજરાના લોટના નાના પૂરી જેટલા ગોળાકાર લુવા પાડી લો.
6.) હવે આ ગોળાકાર લુવાને બંને હથેળીમાં જરાક દબાવીને લંબગોળાકાર પેટીસ જેવો આકાર આપો.
7.) હવે એક કઢાઈ કે જાડા તળિયા વાળા વાસણમાં તેલ ગરમ કરવા મુકો.
8.) તેલ બરાબર ગરમ થયું છે કે નહિ તે જાણવા માટે તેમાં બાજરાના લોટનો એક નાનો લુવો નાખી જુવો.
9.) જો તેલ બરાબર ગરમ થઇ ગયું હોય તો તેમાં બાજરાના વડા તળી લો.
10.) તળાઈ ગયેલા વડાને પેપર નેપકીનમાં કાઢી લો જેથી વધારાનું તેલ શોષાય જશે.
11.) તમારા સ્વાદિષ્ટ બાજરાના વડા તૈયાર છે.

તમે તેને ટામેટા સોસ, લીલી ચટણી કે ગરમા ગરમ ચા સાથે પીરસી શકો છો.

બાજરાના વડા બનાવવા માટેની રીત :

એક મોટા કટોરામાં ૧ ૧/૨ કપ બાજરાનો લોટ લો.

હવે આ લોટમાં લાલ મરચું, હળદર, દહીં, તલ ઉમેરો. તેમાં સ્વાદાનુસાર મીઠું પણ ઉમેરો.

હવે પાણી ઉમેરતા જઈને ધીમે ધીમે લોટ બાંધતા જાઓ. બાંધેલા લોટને જરાક ચાખી જુવો. અને જે સામગ્રી ખૂટતી હોય તે ઉમેરી દો.

હવે બાજરાના બાંધેલા લોટના નાના પૂરી જેવા લુવા વાળો. આ લુવાને હથેળીથી વચ્ચે જરાક દબાવીને ચપટા બનાવો.

એક કઢાઈમાં તેલ ગરમ કરો. એકવાર તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ધીમે ધીમે વડા નાખીને તેને તળી લો.

તેલને ધીમે તાપે રાખવું જેથી વડાનો રંગ સોનેરી આવે.

હવે આ તળેલા બાજરાના વડાને પેપર નેપકીનમાં કાઢી લો જેથી વધારાનું તેલ તેમાં શોષાય જાય. તમારા બાજરાના સ્વાદિષ્ટ વડા તૈયાર છે.

આ વડાને લીલી ચટણી, ટામેટા સોસ કે ગરમ ગરમ ચા સાથે પણ પીરસીને તેની લિજ્જત માણી શકાય. હું આ વડાની મજા સાંજના નાસ્તામાં ચા સાથે માણું છું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment