બળાત્કારનો આરોપ એવો લાગ્યો કે ઘરેથી ભાગતા ભાગતા કંટાળી ગયો, અને પછી ભર્યું આ પગલું…

7

બળાત્કારનો આરોપ એવો લાગ્યો કે ઘરેથી ભાગતા ભાગતા કંટાળી ગયો. અંતે યુવક જીદગીથી હારી ગયો અને ગુન્નોર પોલીસ સ્ટેશન ક્ષેત્રના ધનીકપુર ગામની પાસે જાડ સાથે દોરડા વડે લટકાઈને આત્મહત્યા કરી લીધી. યુવક કાસગંજ જીલ્લાનો રહેવાસી હતો. કાસગંજ જીલ્લાના એક ગામ નિવાસી વિરેશ કુમાર (૩૫) એક પગથી દિવ્યાંગ છે. જણાવે છે કે લગ્નમાં ફટાકડા ફોડવાનું કામ કરતો હતો.  થોડા સમય પહેલા એક મહિલાએ તેની સામે બળત્કારના આરોપમાં કેસ લખાવ્યો હતો. જેથી પોલસ તેને ગોતી રહી હતી.

ધરપકડના ભયથી વિરેશ આમ તેમ સબંધીઓના ઘરે રહેવા લાગ્યો. તેની બહેન પણ ગુન્નોર પોલીસ સ્ટેશન ક્ષેત્રના એક ગામમાં પરણાવી છે. એક ફૂવા પણ તે ક્ષેત્રના ગામમાં રહે છે. થોડા દિવસો પહેલા પોતાની બહેનને ત્યાં રહેતો હતો. પરંતુ તેના પછી પોતાના ફયના દીકરા સાથે રહેવા લાગ્યો પરંતુ બધા સબંધીઓ પણ તેને રાખવાથી ભયભીત થઇ રહ્યા હતા. જેનાથી તે ઘણો દુખી થઇ ગયો હતો.

જણાવી દઈએ કે બુધવારે તેના ફયના દીકરાના ખેતરમાં રીડની આસપાસ ખાડો ખોદવાનું અને બેરીકેડીંગ કરવાનું કામ ચાલી રહ્યું હતું. વિરેશ પણ ત્યાં પહોચી ગયો પરંતુ તેના પછી તે ફરીને પાછો ન આવ્યો. ગુરુવારે તેનો મૃતદેહ બર્નમાં બાવળના જાડ સાથે દોરડાપર લટકેલો મળ્યો.

તેનું મૃત્યુ થઇ ચુક્યું હતું. જાણ થતા પરિવારના લોકો ત્યાં પહોચ્યા અને કોઈ પણ કાર્યવાહી કર્યા વગર શરીરને કાસગંજ લઈને ચાલ્યા ગયા. પરિવારના મત અનુસાર બળાત્કારના આરોપ લાગ્યા પછી તે ધરપકડથી ઘણો ભયભીત હતો. સતત ઘરથી ભગતો હતો. જેથી કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી. ગુન્નોર પોલીસ સ્ટેશન પ્રભારી સુમન કુમારે જણાવ્યું મૃતક વિરેશ ગામમાં કોઈ ફરિયાદ નોંધાવાના કારણે તે ભાગી ગયો હતો. જયારે કાસગંજ પોલીસ સ્ટેશન પ્રભારી દિનેશ કુમારે જણાવ્યું કે મૃતક વિરેશ પોલીસ સ્ટેશનના એક ગામનો રહેવાસી હતો, જેના પર બળાત્કારનો કેસ છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment