બાળકોના હાથમાં ન આપવો જોઈએ મોબાઈલ, જમવા અને સુવા સમયે હાથ પણ ન લગાવા દો

11

ભારતમાં બાળકોના સ્માર્ટફોનના ઉપયોગને લઈને કોઈપણ પ્રકારના મેડિકલ એડવાઇઝરી પ્રસારિત નથી થતી. એવામાં માતા પિતાને ખબર જ નથી કે કેવી રીતે સ્માર્ટફોન્સ એમના બાળકોને નુકશાન પહોંચાડે રહ્યા છે. પરંતુ, દુનિયાના ઘણા દેશ એવા છે જ્યાં સમય સમય પર માતા પિતા માટે મેડિકલ એડવાઇઝરી પ્રસારિત થાય છે. એમાં ઇંગ્લેન્ડ પર શામેલ છે. ઇંગ્લેન્ડમાં બાળકોને સ્માર્ટફોનથી દુર રાખવા માટે માતા પિતા માટે મેડિકલ એડવાઇઝરી પ્રસારિત કરી છે. આમાં કહેવામાં આવ્યું છે કે સુતી વખતે અને જમતી વખતે માતા પિતા પોતાના બાળકોને સ્માર્ટફોન પર હાથ પણ ન લગાવા દે.

આ મેડિકલ એડવાઇઝરી બાળકોના સ્ક્રીન ટાઈમ અને ઓનલાઈન વ્યવહારને લઈને પ્રસારિત કરવામાં આવી છે

આ મેડિકલ એડવાઇઝરીને ઇંગ્લેન્ડ, નોર્થન આઈલેન્ડ, વેલ્સ અને સ્કોટલૅન્ડ માટે પ્રસારિત કરવામાં આવ્યું છે. આ પ્રકારની શોધ પહેલા પણ આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયાના વધારે ઉપયોગથી માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો કે, હજી એ ક્લીયર નથી કે શું ટેકનોલોજીનો ઉપયોગ કરવો હાનીકારક છે. ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ડૈમ સૈલી ડેવિસએ કહ્યું છે કે બાળકોના કૌશલ્ય અને વિકાસ માટે ઓનલાઈન ટાઈમ વિતાવવો લાભદાયક છે પરંતુ અમારી સલાહ તો એ છે કે બાળકોને સુવા સમયે અને જમવા સમયે સ્માર્ટફોન બિલકુલ પણ ન આપો. બાળકો માટે ભરપુર ઊંઘ ખુબજ જરૂરી છે. એટલા માટે, માતા પિતાએ સુવા સમયે બાળકોના બેડરૂમમાંથી સ્માર્ટફોન બહાર લઇ લેવા જોઈએ.

ડોકટર બર્નક્કા ડબિકાએ ઇંગ્લેન્ડમાં માતા પિતા માટે પ્રસારિત એડવાઇઝરીને સાચી જણાવી છે. એમનું કહેવું છે કે શોધમાં એ વાત જાણવા મળી છે કે ઓનલાઈન અને મોબાઈલ પર વિતાવેલ સમયના કારણે બાળકોનો વિકાસ અટકી રહ્યો છે. એ પણ ચોખ્ખું છે કે બાળકોના ઓનલાઈન અથવા સ્માર્ટફોન પર જોવામાં આવેલ અમુક કન્ટેન્ટએ પોતાને જ નુકશાન અને આત્મહત્યા તરફ પણ વધાર્યા છે. ભારતમાં બાળકોના ઓનલાઈન વ્યવહાર માટેનાં ખુબજ ઓછી એડવાઇઝરી પ્રસારિત થાય છે. વિદેશોમાં સમય સમય પર માતા પિતા માટે એડવાઇઝરી પ્રસારિત થતી હોય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment