“મસાલા ખીચડી” નાના મોટા દરેકની મોસ્ટ ફેવરીટ વઘારેલી ખીચડી આજે અલગ રીતે બનાવો ને ખવડાવો પરિવારજનોને

93
ghare-banavo-masala-khichdi

“મસાલા ખીચડી”

ખીચડી એક લોકપ્રિય ભારતીય વાનગી છે. આમાં દાળ અને ચોખાને એક સાથે બાફીને તૈયાર કરવામાં આવે છે. આમાં શાકભાજી, ઘી અથવા મસાલા પણ સ્વાદ અને જરૂર મુજબ મિક્સ કરી શકાય શું તમે જમવા માં સાદી ખીચડી, વધારેલા ભાત એ બધું ખાઈ ને કંટાળી ગયા છો તો હવે બનાવો ખીચડી જ પણ એકદમ સ્વાદિષ્ટ એવી.

મસાલા ખીચડી (3 વ્યક્તિઓ માટે)

સામગ્રી

ચોખા ૨ કપ, તુવેરની દાળ ૧ કપ, ગાજર ૧ નંગ, વટાણા ૧૫૦ ગ્રામ, તજ ૪ નંગ, લવિંગ ૨-૪ નંગ, આખા લાલ મરચાં ૨ નંગ, હળદર અડધી ચમચી, મરચું ૧ ચમચી, ગરમ મસાલો ૧ ચમચી, જીરું પા ચમચી, રાઇ પા ચમચી, આદું લસણની પેસ્ટ દોઢ ચમચી, તેલ ૨ ચમચા, પાણી જરૂર પ્રમાણે.

રીત

દાળ અને ચોખાને ધોઇ એક કલાક માટે પલાળી રાખો.જો લીલા વટાણા ન મળે તો સૂકા વટાણાને પાણીમાં પલાળી રાખી તેનો ઉપયોગ કરી શકો.

તેલ ગરમ કરી તેમાં રાઇ-જીરાંનો વઘાર કરો અને બધી સામગ્રી તેમાં નાખીને સાંતળો.તેમાં બધા શાક નાખી થોડી વાર હલાવો અને દાળ-ચોખા ઉમેરી દસેક મિનિટ રહેવા દો.

આમાં પાંચ કપ પાણી રેડી કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી રાખી આંચ પરથી ઉતારી લો.કઢી કે છાશ સાથે ગરમાગરમ ખીચડીની મઝા માણો.તો તૈયાર છે મસાલા ખીચડી.

નોંધ
તેલ ની જગ્યા એ ઘી માં પણ વધારી શકાય. મનગમતા શાક પણ ઉમેરી શકાય. ખીચડીમાં દાળ અને ચોખા બન્ને મિક્સ કરવામાં આવે છે. ચોખામાંથી કાર્બોહાઈડ્રેટ્સ મળે છે અને દાળમાંથી પ્રોટીન મળે છે. આમાં શાકભાજી મિક્સ કરવામાં આવે તો વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી જાય છે અને આ એક સંપૂર્ણ આહાર બની જાય છે. આમાં જીરૂનો વઘાર અને ઘી મિક્સ કરવાથી આના હેલ્થ બેનિફિટ્સ વધી જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment