જો તમે ખાવા-પીવાના શોખીન હો તો બાર્સેલોના શહેરમાં તમને મળશે ખાવા-પીવાનું ઘણું બધું. વાંચો આ પોસ્ટ.

72

ખાવા – પીવાના શોખીનો માટે, ફૂડ લવર્સ માટે બાર્સેલોના શહેર જવાનું એક સારો એવો એક્સ્પીરીયન્સ રહેશે. જ્યાં તમે જુદા જુદા પ્રકારની ખાવા – પીવાની ફલેવરોનો અનુભવ કે અખતરો કરી શકશો. આ માટે તમારે વધારે ખીસા ખર્ચી પણ કાઢવી નહિ પડે. ઓછા ખર્ચમાં પણ તમે આ બધું માણી શકશો.

બાર્સેલોના શહેર સમુદ્ર અને પહાડોની વચ્ચે વસેલું, સ્થાઈ થયેલું સ્પેનનું ખુબજ સુંદર શહેર છે. એમ કહેવામાં આવે છે કે આ શહેર ક્યારેય ઊંઘતું નથી. મતલબ આ શહેરમાં લોકો સતત દિવસ – રાત પ્રવૃત્તિશીલ હોય છે. અહિયાં દિવસ જેવી જ પ્રવૃતિઓ રાતના પણ સતત જોવા મળે છે. આ બાર્સેલોના શહેરમાં હરવા – ફરવા સિવાય ખાવા – પીવાના પણ એટલા ઓપ્શન કે પસંદગી હાજર છે કે તેનો સ્વાદ લેતા લેતા તમે થાકી જશો કે કંટાળી જશો પણ તે ખત્મ થશે નહિ.

જો તમારી ગણતરી ખાવા –  પીવાની કેટેગરીમાં આવતી હોય તો તમારે “La Boquetia” જરૂર જવું જોઈએ. જ્યાં તમને બાર્સેલોનાની અદ્ભુત ખાવા – પીવાની માર્કેટ – બજાર જોવા મળશે. અહિયાં આવ્યા પછી તમારો સમય ક્યાં પસાર થઇ જાય છે તેની તમને ખબર પણ નહિ પડે. અલગ અલગ પ્રકારની વાનગીઓ ખાઈને કે ફક્ત ચાખીને જો તમને તે વાનગી પસંદ પડે તો તમે તેનું પાર્સલ પણ કરાવી શકો છો. ખાવા – પીવાના સ્ટોલ તથા બારમાં તમે મનપસંદ અને સ્મુધ ડ્રીન્કસ, પીણાને એકલા, મિત્ર સાથે કે તમારા પાર્ટનર કે સાથીદાર સાથે બેસીને આરામથી પાર્ટીનો આનંદ લઇ શકો છો. એન્જોય કરી શકો છો. અને બીજી એક ખાસ વાત બાર્સેલોનામાં તમને એ જોવા મળશે કે તમે કોઇપણ ખાવાની ચીજને ચાખી તો શકો છો પણ તે સાથે તે વાનગીને બનાવવાની રેસીપી પણ જાતે શીખી શકો છો. છે ને કમાલની વાત ! હા જી, બિલકુલ અહીના “bcnKITCHEN” માં તમે જાતે સ્પેનીશ લંચ – વાનગી બનાવી શકો છો. આ સિવાય જો તમે ઈચ્છો તો બાર્સેલોના શહેર દ્વારા કરવામાં આવતી જુદા જુદા ફલેવરની સ્પર્ધામાં પણ સામેલ થઇ શકો છો. જેમાં લોકલ સ્ટ્રીટ ફૂડસથી લઈને ડ્રીન્કસ સુધી કોઇપણ ચીજનો પ્રયત્ન કરી શકો છો. 2 થી 3 કલાકની આ સ્પર્ધામાં રેસ્ટોરન્ટથી લઈને માર્કેટ્સ સુધીની દરેક જગ્યાએ એક્સ્પ્લોર કરવાનો તમને લાભ – મોકો મળે છે.

સાંજના ડીનર માટે બાર્સેલોનામાં એક લોકલ રેસ્ટોરનન્ટ ખુબજ પ્રખ્યાત છે. જે “Les Quinze  Nits”ના નામથી જાણીતું છે. જ્યાં તમને લોકલ વાનગી, સી – ફૂડસ, અને દરેક સીઝન પ્રમાણેની ઘણી બધી સારી સારી વેરાયટીઓ વાનગીઓ જોવા મળશે. રાત્રીના 10 વાગ્યા પછી તો બાર્સેલોના માં અહિયાં લોકોની ખુબજ મોટી ભીડ તમને જોવા મળશે. આમ જુઓ તો બાર્સેલોના ખુબજ મોટું શહેર છે. જેથી ફૂડ ટુર દરમ્યાન જેટલી ચીજ – વાનગીઓનો સ્વાદ તમે લઇ શકો તેને બિલકુલ મિસ કરતા નહિ. આ સિવાય અહિયાં ગ્રેસિયા નામની બીજી પણ એક જગ્યા છે જે બીજાથી બિલકુલ સાવ અલગ જગ્યા છે. ત્યાના કલ્ચરમાં તમને નવા – જુના દરેક પ્રકારના રંગો જોવા મળશે. તેથી દેખીતી વાત છે કે તમને ખાવામાં પણ અલગ અલગ વેરાયટી જોવા મળશે.

બાર્સેલોના આવો ત્યારે ભૂલ્યા વગર અચૂક આ વાનગીઓને અને પીણાઓને જરૂર ખાજો અને પીજો.

પીવા માટે, કાવા ડ્રીંક.

કાવા ડ્રીંક અહિયાં બાર્સેલોનાનું લોકલ આલ્કોહોલ ડ્રીંક છે. આ ડ્રીંક ખુબજ પોપ્યુલર છે. લગભગ તે શૈમ્પેન જેવું હોય છે. પરંતુ તે શૈમ્પેન કરતા ઘણું જ સસ્તું હોવાથી તેની ક્વોલીટીમાં ઘણો જ ફર્ક હોય છે. જો કે તેને બનાવવાની રીત લગભગ શૈમ્પેન જેવી જ એક સરખી છે.

ખાવા માટે.

બોમ – બટેટા, માંસ આ બધી વસ્તુ મળીને એક બોલ બનાવવામાં આવે છે. તેને સ્પાઈસી સોસની સાથે ખાવામાં આવે છે. સ્પાઈસી સોસ તેનો સ્વાદ વધારવાનું કામ કરે છે. જો તમે અહિયાં બાર્સેલોનામાં આવો તો આનો ટેસ્ટ ભૂલ્યા વગર ચોક્કસ કરજો. ટેસ્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહિ.

Pan Con Tomate વાનગી.

ઓલીવ ઓઈલ, મીઠું અને ટમેટાના નાના નાના ટુકડા કરી ત્રણેયને એક સાથે મિક્સ કરી તેને બ્રેડની સાથે ખાવામાં આવે છે. આ પણ એક ખુબજ સ્વાદિષ્ટ વાનગી છે. બ્રેડ સાથે ખાવાથી તે વધુ લિજ્જતદાર લાગે છે.

Cream de Catalan વાનગી. 

જો તમને ગળ્યું, સ્વીટ ખાવાનો શોખ હોય તો અહિયાં બાર્સેલોનામાં આવીને આ વાનગીઓનો પણ ટેસ્ટ જરૂર કરજો. કારણ કે તેને યુરોપનું સૌ પ્રથમનું ડેજર્ટ માનવામાં આવે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment