બટાકા ચણા ચાર્ટ કેવી રીતે બનાવવી ?

49

જો અમને કોઈ એકજ વસ્તુ ખાવામાં રોજ આપવામાં આવે તો ખાઈ નહિ શકીએ, કઈક બીજું નવીન હશે તો જ ખાશો. આવું ઘણા લોકો સાથે થતું હોઈ છે. તો આજે તમારા માટે અમે લઈને આવ્યા છીએ આ સરસ સારી રેસિપીઓ જો તમને બહુ થોડાક જ સમયમાં બનાવી શકો છો તો આજે અમે બતાવીશું બટાકા ચણા ચાર્ટ કેવી રીતે બને છે.

સામગ્રી :

કાબોલી ચના ૧ કપ, ૧ બટાકા, ૧ ડુંગળી, ૨ લાલ મરચા, લીંબુ, મીઠી ચટણી, લીલી ચટણી, મરચાનો પાવડર, મીઠું, કોથમીરના પાન, ચાર્ટ મસાલા, બટેટા ની સેવ (મિક્સચર), ૧/૨ કપ દહીં

બનાવા માટેની વિધિ :

૧)  જો તમારે સવારે ચાર્ટ બનાવી હોય તો તમારે ચણા રાતમાં પલાળવા પડશે જેનાથી તે ચણા સરસ રીતે ફૂલી જશે.

૨)  સવારે બટેટા અને ચણાને ઉકાળવા માટે રાખી દેવા

૩)  ત્યાર પછી ડુંગળી, મરચા અને કોથમીરના પાનના ટુકડા કરી લો

૪)  અને હવે ઉકળ્યા પછી બીજા વાટકામાં રાખી દો.

૫)  ત્યાર પછી બટેકાને કાઢીને તેના નાના ટુકડા કરો

૬)  અને તેને પણ વાટકામાં નાખો.

૭) હવે તેમાં મરચા, ડુંગળી, લીલી ચટણી, મીઠી ચટણી, મરચાનો પાવડર, લીંબુ અને મીઠું નાખીને મિક્ષ કરો.

૮) હવે તેમાં ઉપરથી ચાર્ટ મસાલા, સેવ મિક્ષ કરીને બધીજ બાજુ નાખી દો.

૯) હવે ઉપર દહીં નાખો.

મને વિશ્વાસ છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો તમને કઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને જો બીજી કોઈ રેસીપી માટે જાણવું હોય તો જોકે અમે હજુ લખ્યું નથી તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને અમે આગળની રેસિપીઓ તમને જણાવીશું

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment