અરબની આ સુંદર રાજકુમારી સામે ફેઈલ છે બોલિવુડની બધી સુંદર એક્ટ્રેસ…જાણો કોણ છે અમિરા…

183
beautiful-saudi-princess-ameerah-al-taweel

કહેવાય છે કે સાઉદી અરબની મહિલાઓ બહુ જ સુંદર હોય છે, પણ અહીંની રાજકુમારી વાત તો કંઈ અલગ જ છે. બધા જાણતા જ હોય છે કે, રાજકુમારીઓ તો હંમેશા સુંદર જ હોય છે. ભારતમા પણ સુંદર રાજકુંવરીઓની કમી નથી. જેમાં રાણી પદ્મિની, સંયુક્તા જેવી અનેક રાજકુમારીઓ પ્રખ્યાત હતી. ત્યારે આજે સાઉદી અરબની પ્રિન્સેસ અમીરા અલ તવીલની વાત કરીએ.

સાઉદી અરબની આ સૌથી સુંદર રાજકુમારીનું નામ અમીરા અલ તવીલ છે. અને તે અરબના સૌથી અમીર રાજકુમાર અલ વાલીદ બિન તાલાલની પૂર્વ પત્ની છે. શિક્ષણની વાત કરીએ તો અમીરાએ વિદેશી યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે, તેના બાદ તે સામાજિક કાર્યો સાથે જોડાઈ ગઈ. પોતાના માતાપિતાથી અલગ થયા બાદ અમીરા રિયાદમાં પોતાની તલાકશુદા માતા અને દાદા-દાદી સાથે રહે છે. રાજકુમાર બિન તાલાલ દુનિયામાં સૌથી અમીર લોકોમાં આવે છે અને તેમના લગ્ન પણ બહુ જ લોકપ્રિય રહ્યા હતા.

બંનેની વચ્ચે ઉંમરનો મોટો તફાવત હતો, તેમ છતાં તેમણે લગ્ન કર્યા હતા. અમીરાની વાત કરીએ, તો તે મહિલાઓ માટે શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. તે મહિલાઓના અધિકારીની સ્વતંત્રતા માટે કામ કરે છે. અહેવાલો મુજબ પ્રિન્સે અમીરા સાથે વર્ષ 2008માં નિકાહ કર્યા હતા અને વર્ષ 2013 સુધી બંને એકબીજાથી છૂટા પડી ગયા હતા.

પોતાના સામાજિક કાર્યોને પગલે અમીરાએ અત્યાર સુધી 71 દેશોની મુલાકાત કરી છે. તેમહિલાઓના સુધાર અને સશક્તિકરણ માટે બહુ જ લોકપ્રિય બની ગઈ છે. અમીરા બહુ જ સુંદર અને સ્ટાઈલિશ છે. તે અરબની જૂની પ્રથાઓથી બહાર નીકળીને દુનિયાને બદલવાનો પ્રયાસ કરી રહી છે. હાલ અમીરા પોતાનો બિઝનેસ ચલાવે છે.

સુંદરતાની સાથે પાવરફુલ પણ છે

એવું નથી કે, તે અરબની માત્ર સુંદર રાજકુમારી જ છે. સુંદર હોવાની સાથે તે બહુ જ પાવરફુલ પણ છે. રાજકુમારી અમીરા હાલ 34 વર્ષની છે. તે અલ-વલીદ તાલાલ ફાઉન્ડેશનની ચેરપર્સન છે.

તેમજ સિલાટેક ગ્રૂપની બોર્ડ ઓફ ટ્રસ્ટી પણ છે. અમીરા-અલ-તવીલ દેખાવમાં અત્યંત બ્યૂટીફુલ અને એક સુપરહિટ મોડેલ છે.

બાળપણમાં માતાપિતા અલગ થયા હતા

રાજકુમારી અમીરાનો જન્મ 6 નવેમ્બર 1983ના રોજ રિયાદમાં થયો હતો. તેના પિતા એદાન બિન નૈયફ અલ તવીલ છે. તેના માતાપિતાના ડિવોર્સ થઈ ચૂક્યા છે અને તે પોતાની માતા અને દાદા-દાદી સાથે રહે છે. તે પોતાનો મોટાભાગનો સમય સોશિયલ વર્કમાં જ વિતાવે છે.

અમિરા ફક્ત બ્યુટીફૂલ જ નહિ પરંતુ બ્રેઈન સાથે તેણી એટલી જ માયાળુ પણ છે અને ઘણી સામાજિક પ્રવૃત્તિ ઓ પણ પોતે કરે છે !!

આમિર લોરિયલના દુબઈ કોન્સર્ટ વખતે :

દુબઈના બીઝનેસ એન્ડ પાવર સમીટ વખતે આમિરા :

હળવા અંદાઝમાં આમીરા :

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment