હસવાના તો ઘણાબધા ફાયદા છે પણ રડવાના પણ ફાયદા હોતા હશે? વાંચો અને લાઇક કરો…

25

જો હસવાનું સ્વાસ્થ્ય માટે સારું હોય છે, તો રડવાનું પણ રડવા માટે ખરાબ પણ નથી. હસવાના જેટલા ફાયદા છે, તો રડવાના પણ ઓછા નથી. તમે ફિલ્મ જોઈને રડો કે, પછી ડુંગળી કાપતા રડો, તમારી આંખમાંથી જ્યારે પણ આસું ટપકે છે, તે સ્વાસ્થ્ય માટે સારા જ હોય છે.આસું ત્રણ પ્રકારના હોય છે. રેફલેક્સિવ, કન્ટીનિઅસ, ઈમોશનલ. પરંતુ ઈમોશનલ પ્રકારના આસું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. રડવાથી તમારો મૂડ સારો થઈ જાય છે. નેધરલેન્ડમાં કરાયેલ એક સ્ટડીમાં કેટલાક લોકોને સેડ ફિલ્મ બતાવવામાં આવી હતી, જે જોઈને રડનારા અને ન રડનારા લોકોને અલગ કરાયા. કેટલાક લોકો પર ભાવનાત્મક રીતે કોઈ અસર નથી થઈ. જ્યારે કે કેટલાક લોકો રડ્યા હતા, તેઓ થોડા સમય બાદ બહુ જ સારુ અનુભવી રહ્યા હતા.

રડવાથી તણાવ ઘટે છેઆંખમાં આસુ આવવાથી તણાવ દરમિયાન ઉત્પન્ન થતા કેમિકલ બહાર નીકળી જાય છે. આસુંઓમાં એસીટએચ હોય છે, જે તણાવ દરમિયાન વધે છે. નેધરલેન્ડની અલ્ઝાઈમર રિસર્ચ સેન્ટર રીઝન્સ હોસ્પિટલ ફાઉન્ડેશનના ડાયરેક્ટર વિલિયમ ફ્રેના જણાવ્યા અનુસાર, જરૂરી છે કે આપણે ક્યારેક ક્યારેક રડીએ. તેનાથી તણાવ ઓછો થાય છે અને હાર્ટ તથા મગજની હાનિ નથી પહોંચતી. આપણે આપણા બાળકોને પણ રડવાથી રોકવું ન જોઈએ. આપણે ખુશ થવું જોઈએ કે, તેમની અંદર આ ક્ષમતા છે.

આસુંથી આંખ સુરક્ષિત થાય છેવગર ભાવુક થયે રડવાથી પણ સ્વાસ્થ્યને ફાયદો થાય છે. જ્યારે તમે ડુંગળી કાપો છો, તો તેમાંથી એક કેમિકલ નીકળે છે અને આંખોની પરત સુધી પહોંચે છે. તેનાથી સલ્ફ્યુરિક એસિડ બને છે. તેનાથી છૂટકારો મેળવવા માટે આંસુ ગ્રંથીઓ આંસુ કાઢે છે. જેનાથી આંખો સુધી પહોંચેલું કેમિકલ ધોવાઈ જાય છે. આસુંમાં લાઈસોજાઈમ પણ હોય છે, જે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાઈરલ હોય છે.

આસું નાકની સફાઈ કરે છેઆસું શરીરના અંદર અશ્રુ નાળીમાંથી થઈને નાસિકા સુધી પહોંચે છે. જેનાથી નાકમાં જમા થયેલી ગંદકી સાફ થઈ જાય છે. રડવા દરમિયાન હંમેશા નાક બહેવા લાગ છે. જેની પાછળ આ જ કારણ છે. રડવાથી નાકમાં જમા થયેલા બેક્ટેરિયા અને ગંદકી બહાર નીકળી જાય છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર, પુરુષોની આસુ ગ્રંથીઓ અને મહિલાઓની આસુ ગ્રંથીઓમાં અંતર હોય છે. પરંતુ પુરુષોમાં ન રડવાનું સૌથી મોટું કારણ લૈગિંક અને સાંસ્કૃતિક છે, જે પુરુષોને રડવાના ફાયદાથી વંચિત કરે છે.

લેખન સંકલન : દીપેન પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment