મીઠા લીંબડાની ચા પીવાથી શરીરની ચરબી તો ઓછી થાય જ છે પણ સાથે સાથે બીજા ઘણા ફાયદા પણ છે…

423

મીઠા લીમડાના પાન દક્ષિણ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. તે આપણું સ્વાસ્થય અને સુંદરતા માટે ફાયદાકારક હોય છે. પણ શું તમે જાણો છો કે, મીઠા લીમડાના પાન મોટાપો ઓછો કરવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહિ, તેની ચા બનાવીને રોજ પીવાથી તમારી ચરબી ઓગળશે, તેમજ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ ઉપાય રામબાણ જેવો સાબિત થશે. તો જાણી લો, મીઠા લીમડાના પાનથી તમે કેવી રીતે તમારું સ્વાસ્થ્ય સુધારી શકશો.

વધુ કેલેરીવાળો ખોરાક થાવાથી શરીરમાં વધુ માત્રામાં ટોક્સિન જમા થઈ જાય છે. મીઠા લીમડાની ચાથી શરીરમાં જમા થયેલું ટોક્સન બહાર નીકળી જાય છે. તે બોડીની ડિટોક્સ કરે છે અને શરીરમાંથી વધુને વધુ ફેટ બાળવામાં મદદ કરે છે.

મીઠા લીમડાની ચા પીવાથી પાચનક્રિયા સારી થઈ જાય છે. તેનાથી ડાયેરિયા જેવી બીમારી સારી થઈ જાય છે.

જો તમારી શરીરમાં શુગર લેવલ વધુ છે, તો તે એકસ્ટ્રા શુગરને તે ફેટમાં કન્વર્ટ કરી દેશે. જે તમારા શરીરમાં જમા થતું જશે. પરંતુ મીઠી લીમડાની ચા પીવાથી બ્લડ શુગર નહિ વધે. પરંતુ શરીરમાં ફેટ બર્ન થતુ રહેશે અને સાથે જ ડાયાબિટીસ જેવી બિમારી પણ દૂર થતી રહેશે.

મીઠા લીમડાના પાનમાં એક કેમિકલ કમ્પાઉન્ડ જોવા મળ્યું છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે અને શરીરમાં જમા થઈ રહેલા બેક્ટેરિયાથી મુક્તિ આપવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં ઈન્ફેક્શન પણ નથી થતું અને ન તો સૂજન આવે છે. આ ઉપરાંત શરીરમાંથી સુગંધ પણ આવવા લાગે છે.

ચા વધવાથી જે પાંદડા બચે છે, તેનાથી તમે કોઈ ઘાવ પર મલમ તરીકે લગાવી શકો છો. તેનાથી એક પ્રકારનું કમ્પાઉન્ડ રહે છે, જેને mahanimbicine કહેવાય છે. તે ઘાવ પર લગાવવાથી તે જલ્દી સારો થઈ જાય છે.એક કપ મીઠા લીમડાની ચા રોજ પીવામા આવે તો મોટાપો અને કોલેસ્ટ્રોલ બંને જ ઓછું થઈ જાય છે. તેનાથી એક કેમિકલ કમ્પાઉન્ડ હોય છે, જેનાથી આવું થાય છે.આ ચા તમારી પાચન શક્તિ વધારશે. તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધારી દેશે. ખાસ કરીને આંતરડા સ્વસ્થ રાખશે. આ પાંદડામાં કબજિયાત દૂર કરવાની કમાલની તાકાત છે. જો ડાયેરિયા કે ફૂડ પોઈઝનિંગમાં આ ચા રેગ્યુલર પીવામાં આવે તો બહુ જ રાહત મળે છે.

આ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment