સંધિવાના દુઃખાવામાં લીંબુની છાલનો ઔષધીય ઉપયોગ.. વાંચો અને શેર કરો…

27

તમે હંમેશા લીંબુ વાપર્યા બાદ લીંબુની છાલ સીધી જ કચરાપેટીમાં જવા દેતા હશો. પણ આ વાંચ્યા બાદ તમે તેમ નહીં કરો. કારણ કે લીંબુની છાલમાં છે કેટલાક ઔષધીય ગુણો જે તમારા સાંધાના દુઃખાવાને દૂર કરે છે.

આજકાલ ખુબ જ નાની ઉંમરથી લોકોના શરીરમાં વિવિધ પ્રકારના દુઃખાવાઓ થવા એ જાણે સાવ સામાન્ય બાબત થઈ ગઈ છે. તેમાં પણ ખાસ તો સાંધાનો દુઃખાવો ખુબ જ કોમન થઈ ગયો છે. સાંધાનો દુઃખાવો કમર, ગોઠણ, કોણી, ડોક, ખભા, હિપ્સમાં થતો હોય છે. જો તમારે તમારું શરીર આજીવન સ્વસ્થ રાખવું હોય તો તેમાં સર્વ સામાન્ય નિયમ એ છે કે તમે તમારી જીવનશૈલી સુધારો અને નિયમિત બનાવો. અનિયમિત સુવા, ખાવા, પીવાની ટેવો, અપોષક ભોજન. જીવનમાં વ્યાયામનું અસ્તિત્ત્વ શૂન્ય. આ બધું જ તમને એક અસ્વસ્થ શરીર તેમજ અસ્વસ્થ જીવન તરફ દોરી જાય છે અને તમને કેટલીએ ગંભીર પ્રકારની બીમારી તરફ ધકેલે છે. માટે સૌ પ્રથમ તો તમારે તમારી જીવનશૈલી સુધારવાની છે, નિયમિત ખોરાક લેવો તેમજ વ્યાયામ કરવાથી તમે અગણિત બીમારીઓથી દૂર રહો છો, સ્વસ્થ રહો છો, ઉર્જામય જીવન જીવો છો અને ખુશ રહો છો. પણ જો તમે સ્વસ્થ જીવશૈલી ન પાળતા હોવ અને સાંધાના દુઃખાવાથી ત્રસ્ત હોવ તો અમારો આજનો આ નુસખો તમારા માટે ખુબ જ લાભપ્રદ નિવડશે.

આપણે એ તો જાણીએ જ છીએ કે લીંબુનો ઉપયોગ આપણે ખાવા ઉપરાંત તાવ તેમજ અન્ય બિમારીઓમાં પણ કરીએ છીએ પણ જ્યારે તેનો ઉપયોગ કરીને તેની છાલ આપણે ડસ્ટબીનમાં જવા દઈએ છીએ ત્યારે આપણને એ નથી ખબર હોતી કે તેની છાલ પણ તેટલી જ ગુણકારી છે. લીંબુમાં પેક્ટિન, ફોસ્ફરસ, વિટામિન એ, સી, બી1, બી6, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ જેવા તત્ત્વો ભરપુર પ્રમાણમાં હોય છે.

લીંબુની છાલ સાંધાના દુઃખાવામાં ખુબ જ રાહત આપે છે. તેનાથી જૂના દર્દો પણ દૂર કરી શકાય છે.

લીંબુની છાલનો ઉપયોગઃ

2 લીંબુની છાલ
100 મીલી ઓલિવ ઓઈલ (જઈતુનનું તેલ)

બનાવવાની રીત:

સૌ પ્રથમ 100 મીલી ઓલિવ ઓઈલ સમાઈ રહે તેવી કાચની બોટલ લો. તેમાં લીંબુની છાલ નાખો ત્યાર બાદ તેના પર જણાવેલા પ્રમાણમાં ઓલિવ ઓઈલ નાખો. હવે તેને બરાબર બંધ કરી 15 દિવસ માટે તેમ જ રાખી મુકો. ત્યાર બાદ આ તેલમાં સિલ્કના કાપડનો નાનકડો ટૂકડે ડુબાડી તેમાંથી તેલ નીતારી શરીરના જે સાંધામાં દુઃખાવો થતો હોય ત્યાં હળવા હાથે લગાવો ત્યાર બાદ તેજ કાપડનો પાટો બાંધી દેવો. તેને આખી રાત બાંધી રાખો. આ ઉપાયથી તમને ખૂબ જ રાહત મળશે.

સંકલન : દીપેન પટેલ 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment