રુદ્રાક્ષ કરશે તમારી દરેક સમસ્યાનું સમાધાન, જાણો ત્રણમુખી રુદ્રાક્ષ પહેરવાથી થતાં લાભ વિશે…

88
benefits-of-wearing-a-three-mukhi-rudraksh

રુદ્રાક્ષ વિશે તો સૌ કોઈ જાણે છે. રુદ્રાક્ષ પહેરવાથી થતાં લાભ વિશેની જાણકારી પણ તમને હશે જ. પરંતુ શું તમે એ વાત જાણો છો કે કયો રુદ્રાક્ષ પહેરવાથી ખરેખર લાભ થાય છે ? રુદ્રાક્ષ એકમુખીથી 21 મુખી સુધીના હોય છે.આ 21 પ્રકારના રુદ્રાક્ષ ધારણ કરી શકાય તેવા જ હોય છે પરંતુ દરેકને પહેરવાનું કારણ અલગ અલગ હોય છે. જો કે આજે આપણે અહીં જાણકારી મેળવીશું ત્રણમુખી રુદ્રાક્ષ વિશે, કારણ કે આ એક માત્ર રુદ્રાક્ષ છે જેમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. બીજા શબ્દોમાં આ રુદ્રાક્ષને તેમનું પ્રતિક પણ કહી શકાય. આ રુદ્રાક્ષ જીવનની દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે. તો ચાલો સૌથી પહેલા જાણી લો આ રુદ્રાક્ષ પહેરવાથી થતાં લાભ વિશે.

ત્રણમુખી રુદ્રાક્ષ જે વ્યક્તિ ધારણ કરે છે તેની માનસિક સ્થિતી સુદ્રઢ બને છે. આ વ્યક્તિમાં જો આત્મવિશ્વાસનો અભાવ હોય તો તેનો સંચાર પણ થાય છે. ત્રણમુખી રુદ્રાક્ષ વ્યક્તિને શોર્ય, સાહસ પુરૂં પાડે છે.

ત્રણમુખી રુદ્રાક્ષમાં ત્રિદેવનો વાસ હોય છે અને તે અગ્નિનું પ્રતિક પણ છે. આ રુદ્રાક્ષનો પ્રતિનિધિ ગ્રહ મંગળ છે. તેના કારણે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આ રુદ્રાક્ષ અત્યંત સૌભાગ્યશાળી સાબિત થાય છે. એટલે તેનો અર્થ એવો નથી કે અન્ય રાશિના જાતક તેને ધારણ ન કરી શકે. અન્ય રાશિ માટે પણ આ રુદ્રાક્ષ શુભતા જ લાવે છે. જે રાશિના જાતકો પર મંગળનો અશુભ પ્રભાવ પડતો હોય અથવા તો મંગળ નબળો હોય તેમણે ત્રણમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ, તેનાથી મંગળનો શુભ પ્રભાવી થાય છે.ત્રણમુખી રુદ્રાક્ષ સૌથી વધારે લાભ વિદ્યાર્થીઓને અને એવા યુવાનોને આપે છે જે પરીક્ષાની તૈયારીઓ કરતાં હોય છે. આ રુદ્રાક્ષ અભ્યાસ કરનારને માનસિક શાંતિ આપે છે અને તેમનામાં નવી ઉર્જાનો સંચાર કરે છે.આ ઉપરાંત જે યુવાનો સારી નોકરી મેળવવાનો પ્રયત્ન કરતાં હોય અને તેમને સફળતા ન મળતી હોય તેમના માટે પણ આ રુદ્રાક્ષ લાભકારક છે. આ રુદ્રાક્ષ પ્રગતિના માર્ગમાં આવતી અળચણને દૂર કરી દે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment