આ વિકલાંગ યુવતી એવું કંઈક કર્યું જેની તમે કલ્પના પણ ન કરી શકો, તમામ વિકલાંગો માટે પ્રેરણા બની

84
bengaluru-hearing-impaired-woman-covers-8300km-on-bike

મને ફીવર છે…મારા હાથ પગમાં ઈજા થઈ છે એટલા માટે આ કામ નહીં થઈ શકે, હંમેશા આપણે આ રીતે બહાના બતાવીને કામ ચોરી કરતા ફરીએ છીએ બરાબર ને ? પણ ક્યારે એ લોકો માટે વિચાર્યુ છે, જે નાનપણથી વિકલાંગ જન્મયા હોય અને પછી એવું કંઈક કરે જેની તમે કલ્પના પણ ન કરી હોય.

આવી જ એક અનોખી કહાની બેંગ્લોરની રહેવાસી 33 વર્ષની અર્ચના તિમમારજુની પણ છે, જે નાનપણથી 40 ટકા Hearing Ability ની સાથે જન્મી હતી, જેના કારણે તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. એટલે સુધી કે સાંભળવામાં અસમર્થ હોવાને કારણે તેને બોલવામાં પણ મુશ્કેલી થતી હતી.

પણ પોતાની કમજોરીને તાકાત બનાવીને તેને ક્યારે હાર નથી માની. આ દરમિયાન સૌથી સારી વાત એ હતી કે તે પોતાના સપનાને લઈને ક્યારે પણ તેને સમાધાન નથી કર્યુ. અર્ચનાને બાઈક સવારીનો ગાંડો શોખ છે અને આ જનૂના કારણે હાલમાં તેને બાઈકથી 8,300 કિલોમીટર સુધી યાત્રા કરી.

આ યાત્રામાં તેની સાથે તેના મિત્ર ડેનિયલ સુંદરમનો પણ સહયોગ મળ્યો હતો, જે એક જીયોગ્રાફી ટીચર પણ છે. 29 એપ્રિલે રોયલ એનફિલ્ડ થી અર્ચનાએ યાત્રાની શરૂઆત કરી હતી જે 29 મે ફિર્ડમ પાર્ક પર સમાપ્ત થઈ હતી.

એક ઈન્ટરવ્યૂમાં તેને જણાવ્યું હતું કે, તેને ઈરાદો વિકલાંગ લોકોને પ્રેરિત કરવાનો છે, સાથે બાઈક સવારી માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો છે, હંમેશા પુરુષ જ કેમ એન્જોય કરે. આ વિશે અર્ચનાની માતા કહ્યું કે, તેમને જરાય ડર નથી લાગતો કેમ કે તે રોજ વીડિયો કોલ કરીને જાણકારી આપે છે કે તે ક્યાં છે અને કેવી છે. તેમને પોતાની દીકરી પર ગર્વ છે.

એટલું જ નહીં અર્ચનાએ ડેનિયલની સાથે મળીને બાઈક માટે Silent Expedition નામની સમુદાયની સ્થાપના કરી છે, જે Disable લોકોને પોતાના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેની સાથે અર્ચનાએ સાબિત કરી દીધું કે ડરની આગળ જીત છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment