“બેસનનો શીરો” બનાવો આજે જ અને નાનાથી મોટા સુધી કરો બદ્ધાને રાજી

75

ચણાનો લોટ સામાન્ય રીતે વાનગીને ઘટ્ટ બનાવામાં ઉપયોગી થાય છે. આ ચણાના લોટનો શીરો બનાવવો બહુ સરળ છે અને તે જલ્દી પણ તૈયાર થાય છે. કોઇ ખાસ કાર્યક્રમ કે પાર્ટીમાં કે પછી એકાએક પધારેલા મહેમાનો માટે આ શીરો તમે ઝટપટ તૈયાર કરી શકો છો. અહીં ખાસ યાદ રાખવું કે ચણાના લોટને સારી રીતે શેકી લેવું જેથી તેની દુર્ગંધ જતી રહે અને તેને ગરમ ગરમ જ પીરસવો.

તૈયારીનો સમય: ૧૫ મિનિટ
બનાવવાનો સમય: ૨૦ મિનિટ
કુલ સમય: 35 મિનિટ
૫ વ્યક્તિની માત્રા માટે

સામગ્રી

૩/૪ કપ ચણાનો લોટ, ૩/૪ કપ દૂધ, ૫ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી, ૩/૪ કપ સાકર

સજાવવા માટે

૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર, ૩ ટેબલસ્પૂન બાફીને સ્લાઇસ કરેલી બદામ

વિધિ

એક બાઉલમાં ચણાનો લોટ, ૨ ટેબલસ્પૂન દૂધ અને ૧ ટેબલસ્પૂન ઘી મેળવી સારી રીતે મસળી અને ગુંદીને કણિક જેવું તૈયાર કરો. તેને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો. આ કણિકને છીણી વડે જીણું ખમણી લો અને બાજુ પર રાખો.

એક ખુલ્લા વાસણમાં બાકી રહેલું ઘી ગરમ કરી, તેમાં છીણેલા લોટનું મિશ્રણ મિક્સ કરી, ધીમા તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી, સતત હલાવતા રહી, રાંધીને બાજુ પર રાખો.

હવે બાકી રહેલું દૂધ અને ૩/૪ કપ પાણી એક ઊંડી કઢાઇમાં ગરમ કરી, તેમાં તૈયાર કરેલું લોટનું મિશ્રણ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. છેલ્લે તેમાં સાકર મેળવી, મધ્યમ તાપ પર વધુ ૪ થી ૫ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

એલચીના પાવડર અને બદામ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment