એડવેન્ચર રોડ ટ્રીપ પર જવાનું તમારું સપનું આ જગ્યાઓએ પૂરું થઇ શકે છે…

60
best-road-trip-adventure-in-india

આપણામાથી અનેક લોકોનું સપનું હોય છે, કે તેઓ રોડ ટ્રિપ કરીને પોતાના ફ્રેન્ડ્સની સાથે સુંદર જગ્યાઓ પર ફરવા નીકળે. આવી જગ્યાઓ પર ન માત્ર ફરવાની મજા આવે, પરંતુ સફરમાથી પસાર થતા સમયે આસપાસના નજારાને જોતા જવાનો લુફ્ત ઉઠાવી શકાય. તમે એવી રોડ ટ્રિપ પ્લાન કરી શકો છો, જેનાથી ડેસ્ટીનેશન નહિ, પંરતુ સફર રસપ્રદ બની જાય. આજે અમે તમને રોડ ટ્રિપ કરવાના એવા સુંદર રસ્તાઓ વિશે બતાવીશું, જ્યાં તમને જન્નત મળી જશે.

ચંદીગઢથી કસૌલીસુરક્ષિત રોડ ટ્રિપ માટે ચંદીગઢથી કસૌલીની મુસાફરી પ્લાન કરી શકો છો. પહાડોની વચ્ચેથી પસાર થતો આ રસ્તો તમને બહુ જ પસંદ આવશે. ઠંડી હોય કે ગરમી, તમે કોઈ પણ મોસમમાં આ રોડ ટ્રિપની મજા લઈ શકો છો. ચોમાસામાં તો આ રસ્તો કંઈક અલગ જ રોમાંચ કરાવે છે.

બાગડોગરાથી ગંગટોકબાગડોગરાથી ગંગટોકની વળાંકવાળી રસ્તા પર તમને એડવેન્ચર રોડ ટ્રિપની મજા લઈ શકો છો. ગંગટોક પહોંચ્યા બાદ પહાડો અને સુંદર સરોવર જેવા રોમાંચક નજારા પણ આવશે.

દિલ્હીથી નેપાળગરમીઓમાં ઠંડા ઠંડા મોસમની મજા માણવી હોય તો તમે દિલ્હીથી નેપાળની રોડ ટ્રિપ જરૂર પ્લાન કરો. અહીંની સુંદર પહાડીઓ જોઈને તમે બધુ જ ટેન્શન ભૂલી જશો.

દિલ્હીથી ઋષિકેષધુમાવદાર પહાડીઓનો નજારો માણવા માટે દિલ્હીથી ઋષિકેષની રોડ ટ્રિપ બહુ જ સુંદર છે. રોડ ટ્રિપ બાદ તમે ઋષિકેષમાં રાફ્ટિંગ, કેમ્પિંગ, મ્યૂઝિક અને એડવેન્ચર સ્પોર્ટ્સની મજા લઈ શકો છો. આ ઉપરાંત તમે બંજી જમ્પિંગ પણ કરી શકો છો.

મનાલીથી લહે લદ્દાખબરફીલા સફેદ પહાડોની વચ્ચેથી પસાર થતી આ રોડ ટ્રિપ માણવાની મજા જ કંઈક અલગ છે. ચારે તરફ બરફથી ઢંકાયેલા પહાડ તમારું મન ખુશ કરી દેશે. અહીં તમને જરા પણ ગરમીનો અહેસાસ નહિ થાય. તમે ઓપન જિપમાં પણ રોડ ટ્રિપ માણી શકશો.

મુંબઈથી ગોવામુંબઈથી ગોવાના રસ્તામાં તમે આરામથી બાઈક કે કાર ચલાવીને જઈ શકો છો. ગોવા પહોંચ્યા બાદ તમે ખુલ્લા સમુદ્ર, બીચ અને સુંદર ચર્ચ જોઈ શકો છો. મુંબઈથી ગોવાની રોડ ટ્રિપ તમને યાદગાર રોડ ટ્રિપ બનાવી દેશે.

જો તમે આ રસ્તાઓ પર સોલો ટ્રિપ પ્લાન કરવા માંગો છો, તો તમે એ પણ કરી શકો છો. આ તમામ રસ્તાઓ બહુ જ સીધા ચઢાણવાળા છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment