ઉનાળામાં ગાડી વધુ ગરમ થઇ જાય છે તો આ ટીપ્સથી ફટાફટ ઠંડી થઇ જશે તમારી ગાડી…

69
best-tips-for-air-conditioning-in-cars

ગરમીની મોસમમાં અથવા ગરમ દિવસો દરમિયાન કારમાં એર કન્ડીશનિંગ (એસી) તમને રાહત આપવા માટે પૂરતુ નથી હોતું. આજકાલ કાર બનાવતી કંપનીઓ કારમાં ઓટોમેટિક એસી અથવા ક્લાયમેટ કન્ટ્રોલની જેમ બેસ્ટ ટેકનોલોજી આપે છે. પંરતુ ક્યારેક ક્યારેક એ પણ લોડ વધુ થવાને કારણે કામ નથી કરતું. પરંતુ એસીને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે, તો તેમાં ક્યારેય તકલીફ આવતી નથી. એસીને પ્રભાવિત રીતે ઉપયોગ કરવા માટેની કેટલીક બેસ્ટ ટિપ્સ અમે તમને આપીશું.

ક્યારેક એર કન્ડીશનર હોવા છતા પણ તે સારી રીતે કામ કરતું નથી. અથવા તો બહારનું તાપમાન એટલુ વધુ હોય છે, કે એસીની કારમાં કોઈ જ અસર થતી નથી. બહારનું તાપમાન વધારે રહેવાથી કાર કેબિન ગરમ થાય છે. કેબિનમાં બહુ જ ગરમ હવા ભરી હોય છે અને એસી ચાલુ કરવા પર પણ કેબિન સ્પેસને ઠંડુ થવામાં સમય લાગે છે. જો તમારા કારની વિન્ડો થોડી ખોલી દેશો, તો ગરમ હવા તેજીથી બહાર નીકળી જશે અને કેબિન કુલ થવામાં મદદ થશે.

રિસરક્યુલેશન મોડજ્યારે તમે કારને સ્ટાર્ટ કરો તો રિસરક્યુલેશન મોડ ઓફ કરી દો. જેથી ગરમ હવા વેન્ટીલેશન દ્વારા બહાર નીકળી જશે. એક વાર કારની અંદર ઠંડી હવા આવી જાય તો રિસરક્યુલેશ મોડ ઓન કરી દો. જેથી કારમાં માત્ર એ જ ઠંડી હવા ફરશે, જે કેબિનમાં જમા થઈ છે. આ પ્રોસેસને જોશો, તો તમે જોશો કે કારનુ એસી બહુ જ સારી રીતે ચાલે છે.

એસીને સૌથી ધીમી ગતિ પર ચાલુ કરો

જો તમારી કારમાં ઓટો એસી કે ક્લાયમેટ કન્ટ્રોલ આપવામાં આવ્યુ છે, તો તમે એસી સૌથી ધીમી ગતિ પર ચાલુ કરો, તેનાથી કારની અંદરનુ ટેમ્પરેચર બહુ જ તેજીથી ઓછુ થઈ જશે. એકવાર હવા ઠંડી જાય તો બાદમાં તમે તમારી મરજી મુજબ તાપમાન વધારી શકો છો.

કાર તેજીથી ચલાવોજો તમારી કાર લાંબા સમયથી બહાર હોય કે, તડકામાં પાર્ક હોય તો સ્વભાવિક રીતે જ કારની કેબિન બહુ જ ગરમ થઈ ગઈ હશે. આવામાં કાર સ્ટાર્ટ કરીને તમામ વિન્ડો ઓપન કરી દો, અને થોડા કિલોમીટર સુધી તેજ સ્પીડમાં કાર ચલાવો. જેનાથી તમે અનુભવશો કે, કારમાં ઠંડી હવા આવવાની ચાલુ થઈ ગઈ હશે. ત્યાર બાદ કારની કાચ બંધ કરીને સામાન્ય ગતિ પર ડ્રાઈવ કરી શકો છો.

આ પણ સમયાંતરે કરતા રહોઆ ઉપરાંત તમે કાર અને એસીનુ સમયાંતરે મેઈનટેન્સ કરાવતા રહો. જેથી એસી સિસ્ટમ સારી રીતે ચાલશે. જો એસીના પરફોર્મન્સમાં કોઈ તકલીફ આવે છે, તો સૌથી પહેલા તેનુ કમ્પ્રેસર ચેક કરાવો. આ ઉપરાંત ગરમીમાં કાર છાયડામાં જ પાર્ક કરવાનું રાખો. રસ્તા પર પાર્કિગ ન મળે, તો બિલ્ડિંગના બેઝમેન્ટમાં પાર્ક કરવું વધુ સારું રહેશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment