શું તમને ખબર છે ભારતીય કયા કલરની કાર વધુ પસંદ કરે છે? તો વાંચી લો જવાબ…

41

ભારતમાં તમને બધા રંગોની કાર મળી જશે. અનેક કાર વિશેષ પેઈન્ટ ફિનિશીંગ સાથે આવે છે. કોઈ પણ નવી કાર તમને 8 થી 10 કલરના ઓપ્શનની સાથે જરૂર મળી જશે. પરંતુ ભારતીય લોકો કયા કલરની કાર સૌથી વધુ પસંદ કરે છે, તે તમને જાણવુ જરૂર ગમશે.ભારતીય લોકો કલર ભલે કોઈ પણ પસંદ કરે, પરંતુ તમે એક વાત જરૂર નોટિસ કરશો કે ભારતીય કોઈ પણ સામાન ખરીદતા સમયે તેઓ પસંદના કલર કરતા બીજી બાબતોનુ વધુ ધ્યાન આપે છે. જેમ કે અનેક પ્રસંગોએ તેઓ બ્લેક કલરને અશુભ માને છે. સફેદ કે સિલ્વર કલરની કાર ન ખરીદવા પર તેઓ તર્ક આપે છે કે, તેના પર ધૂળ-માટી બહુ જ સરળતાથી લાગી જાય છે. અથવા કહો કે ધૂળ જલ્દી નજર આવી જાય છે. તો આખરે ભારતીયોને કયા કલરની કાર વધુ પસંદ છે, અથવા તો તેઓ કયા કલરની કાર ખરીદવાનું પસંદ કરે છે.

હકીકતમાં, ભારતમાં સમગ્ર દુનિયાની જેમ સફેદ, સિલ્વર અને કાળ રંગની કાર સૌથી વધુ પ્રચલિત અને લોકપ્રિય છે. તેનું મુખ્ય કારણ એ છે કે સફેદ, સિલ્વર અને બ્લેક કલરની કાર વધુ લાંબા સમય સુધી ફ્રેશ જેવી રહે છે અને તેને સાફ કરતા રહેવા પર તેનો લૂક યથાવત રહે છે.અનેક કંપનીઓ પોતાની કાર મેટાલિક પેઈન્ટ ફિનીશિંગ સાથે વેચે છે. પરંતુ તેમા મોટાભાગના કલર્સ થોડા વર્ષોમાં ફીક્કા પડી જાય છે. કારને કલરને સુરક્ષિત રાખવા અને તેની આવરદા વધારવા માટે સમય સમય પર તેના પર કેટલુંક ડિટેઈલિંગ વર્ક કરતા રહેવુ પડે છે. જેમ કે, સિરામિક કોટિંગ અથવા પેઈન્ટ પ્રોટેક્શન ફિલ્મ પણ કરી શકાય છે.

આ તમામ કારણોથી આવા કલર્સની કારોની રિસેલ વેલ્યુ પણ ઓછી હોય છે. તો સફેદ, સિલ્વર અને બ્લેક કલરની કારોમાં કોઈ સ્ક્રેચ કે ગોબો તો નથી ને, તો સેલ વેલ્યુ પણ સારી મળી રહી છે. ત્રણ કલરમાંથી ભારતીયોની સૌથી પસંદગીની કારનો રંગ સફેદ છે. તમામ ભારતીયોમાં લગભગ 46 ટકા લોકોની પાસે સફેદ કાર છે. તેના બાદ લગભગ 20 ટકા લોકોની પાસે સિલ્વર કલરની કાર છે. ત્યાર બાદ 11 ટકા લોકો પાસે ગ્રે કલરની કાર છે. તો 5 ટકા લોકો પાસે બ્લેક અને રેડ કલરની કાર છે.વાત અન્ય કલરની કરીએ તો, તેમાં લાલ, લીલો, ગ્રે, ગોલ્ડ, બ્રાઉન, પિંક, બ્લ્યૂ, પીળો અને ઓરેન્જ કલર પણ વધુ પ્રચલિત છે. હવે મોટાભાગની કાર મેટ પેઈન્ટની ફિનીશિંગની સાથે પણ આવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment