ભગવાન ગણેશના દરેક અંગમાં છે જ્ઞાનની પાઠશાળા જાણો રહસ્ય

14

ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે આખા દેશમાં ગણેશ ઉત્સવ ઉજવામાં આવે છે. આ દિવસે ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ભગવાન ગણેશ બધા દેવોમાં સૌથી પહેલા પૂજાતા દેવતા છે. કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલા ભગવાન ગણેશની પૂજા થાય છે. ભગવાન ગણેશને મંગલમૂર્તિ અને વિઘ્નહર્તા કહેવામાં આવે છે કેમકે એમના બધા અંગો જીવનની સાચી દિશા આપવાની સીખ આપે છે.

મોટું માથું

ભગવાન ગણેશનું માથું ઘણું મોટું અને વિશાળ હોય છે. અંગ વિજ્ઞાન પ્રમાણે મોટા માથાવાળા વ્યક્તિમાં કુશળ બુદ્ધિ અને નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે.

નાની આંખો

ભગવાન ગણેશની આંખો નાના આકારની છે. અંગ વિજ્ઞાન પ્રમાણે જે વ્યક્તિની નાની આંખો હોય છે તેઓ ચિંતનશીલ અને ગંભીર સ્વભાવનું હોય છે.

લાંબા કાન

ગણેશજીના કાન ઘણા મોટા હોય છે. મોટા કાનવાળા વ્યક્તિ ભાગ્યશાળી અને દીર્ઘાયુ એટલે કે લાંબી ઉંમર ધરાવતા હોય છે. મોટા કાનવાળા સાંભળે તો બધાનું છે પરંતુ નિર્ણય પોતાની બુદ્ધિ અને વિવેકથી જ કરે છે.

સૂંઢ

ભગવાન ગણેશનું નાક એટલે કે સૂંઢ હંમેશા હલતી રહે છે જે એમના દરેક ક્ષણે સતર્ક રહેવાનો સંદેશ આપે છે.

મોટું પેટ

ભગવાન ગણેશનું પેટ ખુબજ મોટું હોય છે. તે દરેક સારી અને ખરાબ વાત પચાવી જાય છે અને કોઈપણ નિર્ણય પર સૂઝબૂઝ સાથે નિર્ણય લે છે.

એકદંત

ભગવાન ગણેશ અને પરશુરામની વચ્ચે થયેલ યુદ્ધમાં ભગવાન ગણેશનો એક દાંત તૂટી ગયો હતો. આ કારણે જ એમને એકદંત પણ કહેવામાં આવે છે. ભગવાન ગણેશએ પોતાના તૂટેલા દાંતને કલમ બનાવી લીધી અને એનાથી આખી મહાભારત લખી દીધી હતી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment