ભગવાનની સામે મશીને માની હાર, ૩ દિવસમાં માત્ર ૩૦૦ મીટર સરક્યો ૨૪૦ ટાયરોવાળો ટ્રક

34

ભગવાનની એક મૂર્તિને પાછલા બે વર્ષથી મંદિર સુધી પહોંચાડી શકાઈ નથી. વાત એવી છે કે, તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લાથી ભગવાન વિષ્ણુની પથ્થરની મૂર્તિને બેંગલુરુના એક મંદિરમાં પહોચાડવાની છે. ભગવાન વિષ્ણુની આ ૩૦૦ ટન વજનની મૂર્તિને પોતાની જગ્યાએથી હલાવામાં બે વર્ષ લાગી ગયા. બધા પ્રયત્નો કર્યા પછી પણ આ કામ હજુ સુધી પૂરું નથી થઇ શક્યું.

ગયા ઘણા દિવસોથી ૬૪ ફૂટ લાંબી અને ૩૦૦ ટન વજની મૂર્તિને બેંગલુરુ સુધી પહોંચાડવા માટે ૨૪૦ ટાયરોવાળા ટ્રેલર પણ માંગવામાં આવ્યો છે છતાંપણ સફળતા મળી શકી નથી. મીડિયાની રીપોર્ટ પ્રમાણે, ત્રણ દિવસોમાં આ મૂર્તિ હજુ સુધી માત્ર ૩૦૦ મીટર જ આગળ વધી શકી છે. આના પછી ટ્રેલરના ઘણા ટાયર પણ બદલવા પડયા છે.

આ મામલામાં તિરુવન્નામલાઈના કલેકટર કેએસ કંદસામીએ કહ્યું કે ભગવાન વિષ્ણુની આ મૂર્તિને શિફ્ટ કરવામાં લગભગ ૫૦ દિવસ લાગશે. મૂર્તિને બેંગલુરુ સુધી પહોંચાડવા માટે સરકાર તરફથી કંદસામીને નોડલ અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. એમણે શિફ્ટિંગ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું અને મંદિર પ્રશાસન સાથે વાત પણ કરી.

તમને જણાવી દઈએ કે મુંબઈની લોજિસ્ટિક કંપનીના રેશમસિંહ ગ્રુપના ૩૦ સભ્યોનું એક દળ આ મૂર્તિની શિફટિંગના કામમાં લાગેલા છે. જેને મૂર્તિને સાઈટથી મેઈન રોડ સુધી લાવવા માટે માટીવાળા રોડ ઉપરથી ચાલવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં થયેલ વરસાદે આ કામને વધારે અડચણભર્યું બનાવી દીધું છે.

રેશમસિંહ ગ્રુપના મેનેજર રાજન બાબુનું કહેવું છે કે ટ્રેલર જ્યારે એ ૫૦૦ મીટરના માટી અને કાદવવાળા રસ્તાને પાર કરી લેશે અને થેલ્લર દેસુર રોડ ઉપર આવી જશે તો એને સામાન્ય સ્પીડ પર કોઈ મુશ્કેલી વગર આગળ વધારી શકાય છે. જણાવામાં આવી રહ્યું છે કે ગામ સુધી ૨૪૦ ટાયરવાળા ટ્રેલરને પહોંચાડવામાં કેટલાય દિવસ લાગી ગયા હતા.

એક રીટાયર્ડ ગવર્મેન્ટ ડોકટરનું સપનું હતું કે તે બેંગલુરુના મંદિરમાં ૧૦૮ ફૂટ ઉંચી વિશ્વરૂપ ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરાવે. આ મૂર્તિમાં ૧૧ અવતાર, ૨૨ હાથ સાથે સાત માથાવાળા નાગરાજ હોય. ડોકટરે આ ઈચ્છાને પૂરી કરવા માટે પાંચ વર્ષ સુધી સખત મહેનત કરી હતી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment