ભારત અને અમેરિકા મોટા લશ્કરી ભાગીદારો, ચીનનો સામનો કરવા માટે બંને દેશ એકજુથ બન્યા…..

1

હિન્દ પ્રશાંત મહાસાગર પ્રદેશમાં મોટી નૌકાદળ ભાગીદારીની શક્યતા પર અમેરિકા ભારત સાથે કામ કરી રહ્યું છે. અમેરિકાના નૌકાદળ પ્રમુખ એડમિરલ જોન રિચર્ડસનો હાલમાં ભારતના પ્રવાસે આવવું બંને દેશોની ભાગીદારીને મજબુત કરવાનો ખાસ મોકો હતો. આ દરમિયાન ટોચના સ્તર પર બંને દેશોની નૌકાદળે પોતાના વીચાર અને હેતુની આપલે કરી અને એકજુથ બનવાનો નિર્ણય કર્યો.

ત્રણ દિવસના પ્રવાસમાં રિચર્ડસને પોતાના ભારતીય સમાન એડમિરલ સુનીલ લાંબાની સાથે ઘણા વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી અને ભવિષ્યમાં થનારા સંયુક્ત અભ્યાસો પર ચર્ચા કરી. હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી નૌકાદળની તાકાતને ધ્યાનમાં રાખતા બંને દેશોની તાલમેળને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

અમેરિકી નૌકાદળે એડમિરલ રિચર્ડસનના પ્રવાસને બંને દેશોની ભાગીદારીનો મહત્વનો અવસર કહ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નૌકાદળના પ્રમુખે વાતચીતમાં ભાગીદારી વધારવાને રણનીતિ રૂપથી યોગ્ય માન્યું છે.

બંનેએ દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે સૂચનાઓનું આદાનપ્રદાન, તાલમેળ વધારવા, સંયુક્ત અભ્યાસ કરવા અને અન્ય ભાગીદારીનો નિર્ણય લીધો છે. બંને દેશોનો હેતુ હિન્દ અને પ્રશાંત મહાસાગરને અવાગમને સુરક્ષિત સરળ બનાવી રાખવાનો છે. એડમિરલ રિચર્ડસનને તાલમેળ વધારવાની એડમિરલ લાંબાના વિચારના વખાણ કર્યા છે.

નોંધપાત્ર છે કે ચીન અને હિન્દ અને પ્રશાંત મહાસાગર વિસ્તારમાં ઝડપથી પોતાનું નૌકાદળ દખલગીરી વધારી રહ્યું છે. તે બંને મહાસાગરોમાં માત્ર પોતાના જહાજના અવાગમ માટે લેન બનાવાની નીતિ પર કામ કરી રહ્યું છે. નાના પાડોશી દેશોના દાવાને નકારતા ચીને દક્ષીણ ચીન સાગર પર કબજો કરી લીધો છે. ત્યાં કોઈ બીજા દેશના જહાજો જવા પર ચીન વિરોધ કરે છે. અમેરિકાના પેટ્રોલ જહાજને પણ તેણે ઘણીવાર રોક્યા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment