2021 માં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થશે, જાણો કેવી રીતે….

15

ભારત દેશમાં જ્ઞાતિ, જાતી કે એક બીજા સમુદાય વચ્ચે દુશ્મનાવટ, ભેદ ભાવ, વૈમનસ્ય વધે નહિ અને કોઈ જ્ઞાતિ તેની બહુમતી જન સંખ્યાના આધારે બીજી જ્ઞાતિ પર પોતાનું વર્ચસ્વ પ્રભુત્વ કે જો હુકમી કરે નહિ તે માટે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ આઝાદી પછી પણ લોકોના સમુદાય, જ્ઞાતિ કે જાતિની જન સંખ્યા પ્રમાણે જ્ઞાતિ વાઈઝ વસ્તી ગણતરી થઇ નથી. પણ હવે કેન્દ્રની મોદી સાહેબની સરકાર આ પરંપરાને તોડીને વર્ષ ૨૦૨૧ માં જે નિયમ મુજબ વસ્તી ગણતરી થવાની છે તેમાં વસ્તી ગણતરીમાં પહેલીવાર જ્ઞાતિ જાતી કે સમુદાયની જ્ઞાતિનો ગણતરીમાં ઉલ્લેખ કરવામાં આવશે. હકીકતમાં છેલ્લે અંગ્રેજોના શાશન દરમ્યાન વર્ષ ૧૯૩૧ માં આ પ્રકારની જ્ઞાતિ જાતી કે સમુદાયની વસ્તી ગણતરી થઇ હતી. તે સમયે અંગ્રેજ શાશન હોવા છતાં તે સમય દરમ્યાન ભારતમાં જુદા જુદા રજવાડાઓના રાજાઓ પોતાના રાજ્યના સીમાડાના વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ ધરાવતા હતા. જેથી આર્થિક પછાત ગરીબ લોકોના સમુદાય, જ્ઞાતિ કે જાતિ લઘુમતીનીજન સંખ્યા પ્રમાણે હંમેશા કચડતી પીસાતી તરછોડાતી રહેતી હતી. જેથી વર્ષ ૧૯૩૧ પછી વસ્તી ગણતરી તો થઇ પણ જ્ઞાતિ, જાતી કે સમુદાય આધારિત નહિ.

હાલમાં જ બિહારમાં લોક સંવાદ કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી શ્રી નીતીશકુમારે પણ ભારતમાં વસ્તીની ગણતરી જ્ઞાતિ, જાતી કે સમુદાય આધારિત મત ગણતરી કરવાની તરફેણ કરી હતી. હવે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે પણ ૨૦૨૧નાં વર્ષમાં નિયમ મુજબ દસ વર્ષીય મત ગણતરીના સમયે જ્ઞાતિ, જાતી કે સમુદાયને પણ મત ગણતરીમાં સમાવી લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાંઆવી છે. બિહારના મુખ્યમંત્રી શ્રી નીતીશકુમારે વધુ એક જાહેરાત કરતા જણાવ્યું છે કે આ પ્રકારની જ્ઞાતિ કે જાતી આધારિત ગણતરીના આધારે જો જરૂર જણાશે તો હાલમાં જે આર્થિક પછાતના ધોરણે સવર્ણોને ૧૦% અનામતઆપવામાં આવી છે તેમાં જરૂર પડશે તો તેનો ક્વોટા પણ વધારી શકાશે. આ સમગ્ર ગણતરીમાં હાલમાં જે જ્ઞાતિ ,જાતી કે સમુદાય આધારિત આર્થિક પછાતની જે અનામત વ્યવસ્થા છે તેનો પાયો આર્થિક આધારે જ અનામત લાવવાનો છે. ભૂતકાળમાં આર.એસ.એસ. ના વડામોહન ભાગવત પણ તેની પ્રશંશા અને તરફેણ કરી ચુક્યા છે. આ સિવાય ભૂતકાળમાં અનેક પંચોએ પણ સવર્ણોમાં આર્થિક રીતે પછાત અને ગરીબોને અનામત આપવાની તરફેણ અને ભલામણ કરી છે. જો કે ભારત સરકાર મત ગણતરી સમયે કે વસ્તી ગણતરી સમયે જાતી કે જ્ઞાતિ પૂછે છે જરૂર પણ તેના આંકડા જાહેર કરતી નથી. ખરેખર તો ભારત સરકારે દરેક રાજ્યની સરકારને દબાણ કરીને કહેવું જોઈએ કે તે નગરપાલિકા, કોર્પોરેશન કે ગ્રામ પંચાયતને ફરજીયાત પણે બાળકના જન્મના દાખલામાં જ જ્ઞાતિ કે જાતીલખીને આપે તે ખાસ જરૂરી છે. અથવા તો જ્ઞાતિ કે જાતિના ખાનામાં ફક્ત અને ફક્ત “ભારતીય” લખવું જોઈએ જેથી ભારતમાં જ્ઞાતિ, જાતી કે સમુદાયઆધારિત ભારતના ભાગલા ન પડે. સન્ની દેઓલની માફક “मै इंडियन हूं ”. હું ભારતીય છું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment