ભારતીય છોકરીઓ ચીની છોકરાઓ સાથે લગ્ન કેમ નથી કરતી, ખુબ જ મહત્વનું છે કારણ…

43

ચીનના ઈન્ટરનેટ પર આજકાલ એક દિલચસ્પ ચર્ચા ઉઠી છે, અને ચર્ચાનો મુદ્દો એ છે કે ભારતીય છોકરીઓ ચીની છોકરાઓ સાથે લગ્ન કેમ નથી કરતી. સૌ પ્રથમ આ સવાલ ચીની વેબસાઈટ ઝીહૂ પર વર્ષો પહેલા કરવામાં આવ્યો હતો. આ વેબસાઈટ પર લોકો પ્રશ્ન પૂછે છે અને યુઝર્સ પોતાની રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરે છે.

હમણાં થોડા દિવસોથી આ સવાલ પર ચર્ચા શરુ થઇ ગઈ છે. અત્યાર સુધી 12 લાખ લોકો આ સવાલ પર પોતાનો પ્રત્યુતર આપી ચુક્યા છે. બંને દેશોમાં લગ્ન એક ખુબ જ મહત્વનો મુદ્દો છે. જાતીય ગુનોતારમાં તફાવતને કારણે જ આ બાબત વધુ જટિલ બને છે. ચીનમાં મહિલાઓની સરખામણીમાં 34 લાખ પુરુષ વધારે છે. તેનું કારણ ચીનની વન ચાઈલ્ડ પોલીસી છે, જેને વર્ષ 2015માં બંધ કરવામાં આવી હતી. બીજી બાજુ ભારતમાં મહિલાઓની કુલ સંખ્યાથી 37 લાખ પુરુષ વધારે છે.

ઉત્સુકતા છે કે આવું શા માટે છે.

ભારતમાં દહેજ પર પાબંધી ઉપરાંત દીકરીના માં બાપ રોકડા ઉપરાંત ઘરેણા અને બાકીનો સમાન છોકરાના પરિવારને આપે છે, પણ ચીનમાં તેનાથી ઉલટું દુલ્હનને કીમતી ભેટ આપવાનો રીવાજ છે. ઝીહૂ નામની આ વેબસાઈટ પર કોઈએ લખ્યું છે કે ચીનમાં સામાન્ય સગાઇ માટે એક લાખ યુઆન એટલે કે અંદાજે 10 લાખ રૂપિયા ઉપહાર દ્વારા આપવામાં આવે છે. વેબસાઈટ પર કોઈએ લાંબી પોસ્ટ કરતા લખ્યું છે કે, “આ કોઈ પણ ભારતીય ખેડૂતની 10 વર્ષની કમાણી છે. પોતાની દીકરીઓના લગ્ન માટે વધારે ખર્ચ ઉપરાંત ભારતીય પરિવાર ચીનમાં તેના લગ્ન કરીને મોટી કમાણી કરી શકે છે.”

પોસ્ટમાં આગળ લખ્યું છે કે,”ચીનના ગામ ભારતથી સારા છે જો કોઈ છોકરીના લગ્ન શહેરી ચીની સાથે થાય તો આ ફર્ક ઘણા પ્રમાણમાં વધી જાય છે. આ જ કારણ છે કે આ બાબતમાં તમારી ઉત્સુકતા વધી જાય છે. ચીની મર્દ વિયતનામ, બર્મા અને ત્યાં સુધી કે યુક્રેનની છોકરીઓ સાથે પણ લગ્ન કરી રહ્યા છે પણ ભારતીય છોકરીઓ સાથે નહિ.” બંને દેશોની વચ્ચે સાંસ્કૃતિક સબંધો સારા થઇ રહ્યા છે પણ ભારતીય છોકરી અને ચીની છોકરાની જોડી આપણને ખુબ જ ઓછી જોવા મળશે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર ચીનના મેસેર્જિંગ એપ વિચેટના 200 ભારતીય ચીની જોડાઓમાં ફક્ત એક જ જોડો એવો હતો જેમાં છોકરી ભારતીય હતી અને છોકરો ચીની.

લગ્નને પૈસા સાથે શું સબંધ ઝીહુના કમેન્ટ સેકશનમાં દહેજ પર ગરમા ગરમ ચર્ચા થઇ રહી છે. લોકો પોતાની ટીપ્પણીઓમાં જણાવી રહ્યા છે કે દહેજની મોટી રકમના કારણે લોકોનું જીવન પણ ચાલ્યું જાય છે. બેજિંગ વિશ્વવિદ્યાલય માં અભ્યાસ કરી રહ્યા વેઇએ ઝીહૂ પર ચાલી રહ્ર્લી ચર્ચાની ભાષા પર આપતી બતાવી છે. મંગળવારે હે એ લખ્યું કે ભારતમાં લગ્ન ફક્ત પૈસા માટે થતા નથી. આમીર ખાનની ફિલ્મ દંગલનું મિસાલ આપતા તેઓએ કહ્યું કે,”ભારત અને ચીનના શહેરી મધ્યમ વર્ગમાં કોઈ ખાસ ફર્ક નથી. આ બંને વર્ગ બંને જ દેશોમાં બિન્દાસ છે અને આ વર્ગમાં કોઈ પણ કોઈ વિદેશી વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ જશે.”

પારિવારિક મુલ્ય

કેટલાક લોકો એ પણ ચર્ચા કરી રહ્યા હતા કે ભારતમાં જાતીય ગુણોતરની સ્થિતિ ચીનથી પણ ખરાબ છે. એક યુઝર્સે લખ્યું હતું ભારતીય છોકરીને ચીની સાથે લગ્ન ન કરવાનું એક કારણ છે કે હકીકતની જીંદગીમાં આ બંનેની ભેટ જ નથી થતી. તેઓએ જણાવ્યુ કે. “ઘણા ભારતીય પુરુષ ચીન અને હોગકોંગમાં કામ કરે છે પણ ત્યાં ભારતીય મહિલાઓની સંખ્યા ન બરાબર છે. તેનાથી વિરુદ્ધ આફ્રિકામાં ઘણા ચીની મર્દ કામ કરે છે જેના કારણે, તેમાંથી ઘણા આફ્રિકી છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે.”

ફેંગ નામના યુઝર્સે લખ્યું છે કે,”ભારતીય મહિલાઓ ઉપર પારિવારિક મુલ્યોને સંભાળવાનો બોઝ પણ હોય છે. સાથે ભારતીય મર્દ પણ ઘણા સ્માર્ટ હોય છે. તેની સામે ચીની મર્દોનું કઈ પણ ચાલતું નથી.” કેટલાક લોકોએ તો એ પણ કહ્યું છે કે ભરીય પોતાની દીકરીના લગ્ન ચીની મર્દોની તુલનામાં રૂપાળા લોકો સાથે કરાવવાનું વધારે પસંદ કરશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment