ભારતના ગીતા ગોપીનાથ બન્યા IMF ના પ્રમુખ અર્થશાસ્ત્રી HU માં કર્યો હતો અભ્યાસ

21

હાર્વર્ડ યુનીવર્સીટીમાં ભારતીય મૂળના પ્રોફેસર ગીતા ગોપીનાથને “આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ” (આઈએમએફ) ના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આઈએમએફ એ આ બાબતમાં ટ્વીટર પર માહિતી આપી છે. પ્રોફેસર ગીતા ગોપીનાથ મૌરીસ ઓબ્સફેલ્ડની જગ્યા લેશે. મૌરીસ આ વર્ષમાં રીટાયર થવાના છે. ગીતા ગોપીનાથે હાર્વર્ડ યુનીવર્સીટીમાં ઇન્ટરનેશનલ સ્ટડીઝ ઓફ ઇકોનોમિકસમાં રીસર્ચ કરેલ છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે આઈએમએફના આ પદ પર પહોંચનાર ગીતા ગોપીનાથ બીજા ભારતીય વ્યક્તિ છે. પણ પહેલી ભારતીય મહિલા છે. ગીતા ગોપીનાથની પહેલા ભારતીય રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ આઈએમએફમાં પ્રમુખ અર્થશાસ્ત્રી રહી ચુક્યા છે. આઇએમએફની મુખ્ય ક્રિસ્ટીન લગાર્ડેએ ગીતા ગોપીનાથની નિયુક્તિની જાણકારી આપતા કહ્યું હતું કે, “ગીતા વિશ્વના અદભૂત અર્થશાસ્ત્રીઓમાના એક છે. તેની પાસે શાનદાર એકેડેમિક જ્ઞાન, બૌધિક ક્ષમતા અને બહોળો આંતરરાષ્ટ્રીય અનુભવ છે.”

ગીતા ગોપીનાથનો જન્મ કેરલમાં થયો હતો. કેરલ સરકારે ગીતા ગોપીનાથને કેરલ રાજ્યના નાણામંત્રીના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. જયારે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને ગીતાની નિમણુંક કરી ત્યારે તે સમયે તેની પાર્ટીના અમુક લોકો નારાજ પણ થયા હતા. તે સમયે ગીતા ગોપીનાથને કહ્યું હતું કે આ પદ મળ્યા પછી તે આદરણીય મહેસુસ કરી રહી છે.

ગીતા અમેરિકન ઇકોનોમિકસ રીવ્યુની સહ સંપાદક અને નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિકસ રીસર્ચ (NBER)માં ઇન્ટરનેશનલ ફાઈનાન્સ તેમજ માઈક્રો ઇકોનોમિકની સહ નિર્દેશક પણ છે. ગીતાએ વ્યાપાર અને રોકાણ, આંતરરાષ્ટ્રીય આર્થિક સંકટ, નાણાકીય નીતિઓ, દેવું અને ઉભરતી બજારોની સમસ્યાઓ પર લગભગ 40 રીસર્ચ લેખ લખ્યા છે.

વર્ષ2001 થી 2005 સુધી ગીતા શિકાગો યુનીવર્સીટીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર હતા. ત્યાર પછી વર્ષ 2005 માં હાર્વર્ડ યુનીવર્સીટીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે તેમની નિમણુક કરવામાં આવી હતી. વર્ષ 2010 માં આ જ યુનીવર્સીટીમાં તેઓ પ્રોફેસર બન્યા. અને પછી વર્ષ 2015માં તેઓ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ઓફ ઇકોનોમિક્સના પ્રોફેસર થયા.

ગીતા ગોપીનાથને ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ ભારતમાં જ કર્યો હતો. ગીતાએ વર્ષ 1992 માં દિલ્હી વિશ્વવિદ્યાલયની લેડી શ્રીરામ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ઓનર્સની ડીગ્રી મેળવી હતી. ત્યાર પછી તેમણે દિલ્હી સ્કુલ ઓફ ઇકોનોમિકસ માંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડીગ્રી પણ પ્રાપ્ત કરી. વર્ષ 1994 માં તેઓ વધુ અભ્યાસ અર્થે વોશિગટન યુનીવર્સીટી ગયા. વર્ષ1996 થી 2001 સુધી તેમણે પ્રિંસટન યુનીવર્સીટીમાં અર્થશાસ્ત્રમાં પીએચડીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment