ભારતને અમેરિકાનો કડક મેસેજ કહ્યું આતંકવાદી મસુદ મામલે કરીશું મદદ પણ ઈરાન પાસેથી તેલ લેવાનું બંધ કરે…

5

અમેરિકાએ ભારતને ઈરાન પાસેથી તેલ ખરીદવાની બાબતમાં ખુબજ કડક શબ્દોમાં અને સખ્ત સંદેશ મોકલ્યો છે. તેમાં પરોક્ષ રીતે એ વાતનો સંદેશ અને સંકેત આપવામાં આવ્યો છે કે ભારત નક્કી કરે કે તેમણે ઈરાન પાસેથી તેલ ખરીદવું છે કે પછી આતંકવાદી મસુદ અઝહર પર પ્રતિબંધના મામલે અમેરિકાની મદદ મેળવવી છે ?

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ પ્રસાશનનું કહેવું છે કે તે ભારતના પુલવામાંના આતંકવાદી હુમલા પછી જૈશ એ મહંમદના ગેંગસ્ટર મસુદ અઝહર પર વિશ્વ વ્યાપી પ્રતિબંધ લગાવવાના મુદ્દા પર ભારતને પુરતો સાથ સહકાર અને સહયોગ આપી રહ્યા છે. અને તેઓ આતંકવાદ મામલે ભારતની પડખે ઉભા છે. કારણ કે તેમનું કહેવું છે કે, “અમે પણ 26 / 11 ના આતંવાદી હુમલાનો ભોગ બન્યા છીએ. એટલે આતંવાદ એ કેવો ભયંકર નાદ છે તે અમે સારી રીતે જાણીએ છીએ.”

મીડિયા રીપોર્ટના હવાલા દ્વારા અમેરિકાએ જણાવ્યું છે કે તેમણે બ્રિટન, ફ્રાંસ, જર્મની જેવા દેશોની સાથે મળીને જૈશ એ મહંમદના મુખ્ય કમાન્ડર અને ગેંગસ્ટર મસુદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદી સૂચી પત્રમાં સામેલ કરવાની ભરપૂર કોશિશ કરી છે. અને આગળ પણ કરતા રહીશું. પરંતુ તે માટે ભારત પણ અમેરિકન વલણ સાથે દ્રઢતાથી ખભે ખભો મિલાવી, સાથ સહકાર આપી ઉભું રહે. અલબત, એ વાત જુદી છે કે આમાં ચીન પોતાના લાભ માટે વીટો વાપરીને રોડા નાખી રહ્યું છે. હકીકતમાં, મૂળ વાત એ છે કે ચીન જો અમેરિકાને તથા અન્ય દેશોને આતંકવાદી મસુદ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદી સૂચીના મુદ્દે સાથ આપે તો તેમણે પાકિસ્તાનમાં કરેલ અબજો રૂપિયાના રોકાણને નુકશાન થાય એમ છે. કારણ કે ત્યાર પછી કોઇપણ આતંકવાદી સંગઠન ચીનને પાકિસ્તાનમાં પગ પેસારો કરવા દયે નહિ. જેથી ચીનને અબજો રૂપિયાનું નુકશાન વેઠવું પડે.

અમેરિકાએ તેની માંગણીમાં સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, ભારતે અમેરિકાને સાથ આપીને ઈરાન પાસેથી તેલી આયાત – ખરીદી તાત્કાલિક અસરથી રોકી દેવી જોઈએ. અમેરિકાનું એવું માનવું છે કે ઈરાન પણ આતંકવાદી નેટવર્કને પરોક્ષ રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે. આવા સમયે ભારતે આતંકવાદના મુદ્દા પર અમેરિકાની સાથે ઉભા રહેવું જોઈએ.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment