ભવિષ્ય અજ્ઞાત છે… ઓશો…

57
bhavihya-agyant-chhe-by-osho

ટોલ્સટોયે એક નાનકડી વાર્તા લખી છે. મૃત્યુના દેવતાએ પોતાના એક દૂતને પૃથ્વી પર મોકલ્યો. એક સ્ત્રી મરી ગઈ હતી, તેની આત્માને લાવવાની હતી. દેવદૂત આવ્યો, પણ ચિંતામાં પડી ગયો. કારણ કે ત્રણ નાનકડી છોકરીઓ ત્રણ જોડિયા દીકરીઓ હજુ પણ પોતાની મૃત માતાને વળગેલી હતી. એક બૂમો પાડી રહી છે તો બીજી ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી છે. એક રડતા રડતાં સુઈ ગઈ છે, તેના આંસુ તેની આંખ પાસે સુકાઈ ગયા છે. ત્રણ નાની જુડવા બાળકીઓની માતા મૃત પામી છે, અને તેમને જોનારુ કોઈ નથી. પતિ પહેલાં જ મરી ગયો છે. કુટુંબમાં બીજુ કોઈ છે નહીં. આ ત્રણે બાળકીઓનું શું થશે ?
એ દેવદૂતને આ વાતની જાણ થતાં તે ખાલી હાથે પાછો ફરી ગયો. તેણે જઈને પોતાના પ્રધાનને કહ્યું કે હું આત્મા ન લાવી શક્યો, મને માફ કરજો, પણ તમને સ્થિતિની ખબર નથી. ત્રણ જોડિયા બાળકીઓ છે – નાની-નાની દૂધ પીતી. તેઓ હજુ પણ પોતાની મૃત માતાને વળગેલી છે, એક રડતા-રડતા સુઈ ગઈ છે. બીજી હજુ બુમો પાડી રહી છે. મારું મન ન માન્યું આત્માને લાવવાનું. શું એવું ના થઈ શકે કે તે સ્ત્રીને થોડા દીવસ સુધી જીવવા દેવામાં આવે. ઓછામાં ઓછું છોકરીઓ થોડી મોટી થઈ જાય ત્યાં સુધી. તેમનું ધ્યાન રાખવાવાળુ કોઈ નથી.

મૃત્યુના દેવતાએ કહ્યું, એમ તો તું જેની મરજીથી મૃત્યુ અને જીવન થાય છે તેનાથી પણ વધારે સમજુ થઈ ગયો છે ! તે પ્રથમ પાપ કર્યું છે તેની તને સજા મળશે. અને સજા એ છે કે તારે પૃથ્વી પર જતુ રહેવું પડશે. અને જ્યાં સુધી તું તારી મૂર્ખતા પર ત્રણવાર હસી ન લે ત્યાં સુધી તારે અહીં પાછા નથી આવવાનું.
જરા આ વાતને સમજજે. ત્રણ વાર પોતાની મૂર્ખતા પર ન હંસી લેતો – કારણ કે અન્યોની મૂર્ખતા પર તો અહંકાર હસે છે જ્યારે પોતાની મુર્ખતા પર અહંકાર ટૂટે છે. દેવદૂત દંડ ભોગવવા માટે રાજી થઈ ગયો, પણ તેમ છતાં એને વિશ્વાસ હતો કે તે જ સાચો છે. માટે હસવાનો અવસર કેવી રીતે આવશે ? તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો, એક ચમાર, શિયાળાના દિવસો નજીક આવી રહ્યા હોવાથી થોડા પૈસા ભેગા કરી બાળકો માટે કોટ અને ધાબળા ખરીદવા શહેર ગયો હતો. જ્યારે તે શહેર જઈ રહ્યો હતો ત્યારે તેણે રસ્તાના કીનારે એક નગ્ન માણસને પડેલો જોયો, તે ઠંડીથી ઠુઠવાઈ રહ્યો હતો. તે નગ્ન માણસ તે જ દેવદૂત છે જેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે. તે ચમારને દયા આવી ગઈ. અને પોતાના બાળકો માટે ગરમ કપડા ખરીદવાની જગ્યાએ તેણે તે માણસ માટે ધાબળો અને કપડા ખીદીદ લીધા. તે પુરુષને કંઈ ખાવા-પીવાનું પણ નહોતું મળ્યું, તેનું ઘર પણ નહોતું, માથે છાપરુ પણ નહોતું કે તે ક્યાંક રોકાઈ શકે. તેની આવી સ્થિતિ જોઈ ચમારે કહ્યું કે હવે તું મારી સાથે જ ચાલ. પણ જો મારી પત્ની નારાજ થાય કે જે થવાનું જ છે, કારણ કે મારા બાળકો માટે કપડા ખીદવાની જગ્યાએ મેં તારા માટે કપડા ખરીદી લીધા એટલે તે કકળાટ કરવાની જ છે. પણ તે વખતે તું ચિંતા ન કરતો. થોડા દીવસમાં બધું ઠીક થઈ જશે.

તે દેવદૂતને લઈ ચમાર પોતાના ઘરે પાછો ગયો. નથી તો ચમારને ખબર કે તેના ઘરે દેવદૂત આવી રહ્યો છે કે નથી તો તેની પત્નીને ખબર. જેવો દેવદૂતે ચમારના ઘરમાં પગ મૂક્યો પત્ની એકદમ પાગલ થઈ ગઈ. ખુબ ગુસ્સે થઈ, ખુબ કકળાટ કર્યો. અને દેવદૂત પહેલીવાર હસ્યો. ચમારે તેને પુછ્યું હસો છો કેમ ? શું વાત છે ? તેણે કહ્યું, હું ત્રણવાર હસી લઈશ ત્યારે તને જણાવી દઈશ કે હું શા માટે હસ્યો.
દેવદૂત પહેલીવાર હસ્યો કારણ કે તેણે જોયું કે ચમારની પત્નીને ખબર નથી કે તેના ઘરે દેવદૂત આવ્યા છે, જેના ઘરમાં આવતા જ હજારો સુખ આવશે. પણ માણસ વળી કેટલે સુધી જોઈ શકે છે. પત્નીને તો માત્ર એટલું જ દેખાતું હતું કે એક ધાબળો અને બાળકોના કપડા નથી આવ્યા. જે ખોવાઈ ગયું છે તે જોઈ શકે છે જે મળ્યું છે તેનો તેને અંદાજો જ નથી. મફતમાં ઘરમાં દેવદૂત આવી ગયો જેના આવતા જ ઘરમાં આનંદ આવવાની જગ્યાએ કંકાસ થઈ રહ્યો છે.
પોતે દેવદૂત હોવાથી તેણે માત્ર સાત જ દિવસમાં ચમારનું બધું જ કામ શીખી લીધું. અને તેના જૂતા એટલા પ્રસિદ્ધ થઈ ગયા કે ચમાર માત્ર મહિનાઓમાં જ ધનવાન બની ગયો. વર્ષ હજુ અરધુ જ થયું હતું ત્યાં તો તેની ખ્યાતી સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ હતી. તેના જેવો જૂતા બનાવનાર બીજો કોઈ જ નહોતો, કારણ કે તે જૂતા તો દેવદૂત બનાવતો હતો. હવે તો રાજાના જૂતા પણ ત્યાં જ બનવા લાગ્યા હતા. અને તેને ત્યાં ધનની જાણે વર્ષા થવા લાગી હતી. એક દિવસ સમ્રાટનો માણસ આવ્યો અને તેણે કહ્યું કે આ ચામડુ ખુબ કીંમતી છે, સરળતાથી મળતું નથી જરા પણ ભૂલ-ચૂક થવી જોઈએ નહીં. જૂતા બરાબર આ જ રીતે બનવા જેઈએ. અને ધ્યાન રાખજે જુતા બનવા જોઈએ સ્લીપર નહીં. કારણ કે રશિયામાં જ્યારે કોઈ પુરુષ મરી જાય ત્યારે તેને સ્લીપર પહેરાવીને કબ્રસ્તાન લઈ જવામાં આવે છે. ચમારે પણ દેવદૂતને જણાવ્યું કે સ્લીપર ન બનાવતો. જૂતા બનાવવાના છે, સ્પષ્ટ આદેશ છે, અને ચામડુ આટલું જ છે. જો કોઈ ગડબડ થઈ તો આપણે મોટી મુશ્કેલીમાં આવી પડશું. તેમ છતાં દેવદૂતે સ્લીપર જ બનાવ્યા. જ્યારે ચમારે જોયું કે સ્લીપર બન્યા છે તો તે ગુસ્સાથી ઉકળી ગયો. તે લાકડી ઉઠાવી તેને મારવા તૈયાર થઈ ગયો કે તું અમને ફાંસીએ ચડાવી દઈશ. અને તને વારંવાર કહ્યું છે કે તેમાંથી સ્લીપર નથી બનાવવાના છતાં પણ તે સ્લીપર જ બનાવ્યા, કેમ ? દેવદૂત ફરી ખડખડાટ હસવા લાગ્યો. ત્યારે જ એક પુરુષ સમ્રાટના મહેલથી ભાગતો આવ્યો. તેણે કહ્યું, જૂતા ન બનાવતા, સ્લીપર બનાવજો. કારણકે સમ્રાટનું મૃત્યુ થઈ ગયું છે.
ભવિષ્ય તેના સીવાય બધા માટે અજ્ઞાત છે. અને માણસ તો સામાન્ય રીતે ભૂતકાળના આધારે નિર્ણય લે છે. સમ્રાટ જીવતો હતો તો તેને જૂતા જોઈતા હતા અને હવે મરી ગયો તો તેને સ્લીપર જોઈએ છે. ત્યારે તે ચમારે તેના પગ પકડી તેની માફી માગી કે મેં તને માર્યો. પણ દેવદૂતે કહ્યું કંઈ વાંધો નહીં. હું મારો દંડ ભોગવી રહ્યો છું. પણ તે બીજીવાર આજે હસ્યો હતો. ચમારે ફરી તેના હસવાનું કારણ પુછ્યું ? તેણે કહ્યું જ્યારે હું ત્રણ વાર હંસી લઉં ત્યારે તમને કારણ જણાવીશ.

ત્યારે બીજીવાર દેવદૂત એટલા માટે હસ્યો કારણ કે ભવિષ્યની આપણને જાણ નથી હોતી. માટે જ આપણે આકાંક્ષાઓ કરીએ છીએ જે નિરર્થક છે. આપણે ઇચ્છાઓ કરીએ છીએ જે ક્યારેય પૂરી નથી થવાની. આપણે જે ક્યારેય નથી ઘટવાનું તે માંગીએ છીએ. કારણ કે થવાનું તો કંઈક બીજું જ છે. આપણને પુછ્યા વગર જ આપણી નિયતિ ફરે છે. અને આપણે ખોટે ખોટા વચ્ચે પડીએ છીએ. જરૂર છે સ્લીપરની અને આપણે જૂતા બનાવીએ છીએ. મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે અને આપણે આખા જીવનનું આયોજન કરી બેસીએ છીએ. ત્યારે દેવદૂતને લાગ્યું કે તે બાળકીઓનું ભવિષ્ય શું હશે તેની મને શું ખબર ? હું ખોટે ખોટો વચ્ચે આવી ગયો.

અને ત્રીજી ઘટના ત્યારે ઘટી જ્યારે તે છોકરીઓ જુવાન થઈ ગઈ. તે ત્રણેના લગ્ન થઈ રહ્યા હતા અને તે ત્રણેએ જૂતાના ઓર્ડર આપ્યા હતા. એક વૃદ્ધ સ્ત્રી તેમની સાથે આવી હતી જે ઘણી ધનવાન હતી. દેવદૂત તેને ઓળખી ગયો, તે તે જ ત્રણ છોકરીઓ હતી જેમને તે તેમની મૃત માતા પાસે છોડી ગયો હતો અને જેના કારણે તે આ દંડ ભોગવી રહ્યો હતો. તે બધા સ્વસ્થ અને સુંદર છે. તેણે પુછ્યું કે શું થયું ? આ વૃદ્ધ સ્ત્રી કોણ છે ? તે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે તે આ મારા પાડોશીની છોકરીઓ છે. ગરીબ સ્ત્રી હતી, તેના શરીરમાં દૂધ પણ નહોતું. તેની પાસે પૈસા પણ નહોતા. અને ત્રણ જોડીયા બાળકો. તે તેને જ દૂધ પીવડાવતા પીવડાવતા મરી ગઈ. પણ મને દયા આવી ગઈ, મારા કોઈ બાળકો નથી, અને મેં આ ત્રણ બાળકીઓને ઉછેરી. જો તેમની માતા જીવતી હોત તો આ ત્રણે બાળકીઓ ગરીબ, ભૂખી અને દિરદ્રતામાં જ મોટી થઈ હોત. માતા મરી ગઈ માટે જ તે ત્રણે ખુબ મોટા ધન-વૈભવ, સંપત્તિથી ભર્યા ભર્યા વાતાવરણમાં ઉછરી શકી. અને હવે તે વૃદ્ધાની બધી જ સંપત્તિની આ ત્રણે વારસદાર બનશે. અને તેમના સંમ્રાટના કુટુંબમાં લગ્ન થઈ રહ્યા છે.
દેવદૂત ત્રીજી વાર હસ્યો. અને ચમારે ફરી તેના હસવાનું કારણ પુછ્યું. ભૂલ મારી હતી. નિયતિ મોટી છે. અને આપણે એટલું જ જોઈ શકીએ છે જેટલું દેખાય છે. જે નથી જોઈ શકતા તેનો વિસ્તાર ખુબ મોટો છે. અને જે આપણે જોઈ શકીએ છીએ તેનાથી આપણે કોઈ અંદાજો નથી લગાવી શકતા. જે થવાનું છે તે થવાનું જ છે. હું મારી મુર્ખતા પર ત્રણ વાર હસી ચુક્યો છું. હવે મારો દંડ પુરો થઈ ગયો અને હવે હું જાઉઁ છું.

તમે જો તમારી જાતને વચ્ચે લાવવાનું બંધ કરી દો, તો તમને માર્ગોનો પણ માર્ગ મળી જશે. પછી અસંખ્ય માર્ગોની ચિંતા નહીં કરવી પડે.

તેના પર બધું છોડી દો. તે જે કરાવી રહ્યો છે તેણે અત્યાર સુધી જે કરાવ્યું તે માટે આભાર માનો. તમને લખ્યા વગર તેને આભારનો ચેક આપી દો. તે જે પણ હોય તમારા ધન્યવાદમાં કોઈ જ ફરક નહીં પડે. સારું લાગે કે ખરાબ લાગે, લોકો સારું કહે કે, ખરાબ કહે, લોકોને દુર્ભાગ્ય કે સૌભાગ્ય જે દેખાય તે, તેની ચિંતા તમે ન કરો.
ઓશો

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment