“ભુતિયા રેસ્ટોરન્ટ” – એક હોરર અને રહસ્યમય વાર્તા…

42

ફકીર જેવો રઘુ ફરી પાછો સ્મશાન અને રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલા નાનકડા રિસોર્ટમાં રોકાવા આવ્યો. આ રિસોર્ટસ ખખડધજ હાલતમાં હતુ અને સ્મશાનની નજીક હોવાને કારણે અહીં ખાસ કોઇ રોકાતુ ન હતુ. ખુબ જ સસ્તા ભાડામાં મળતુ હોવા છતાંય રાતવાસો કોઇ અહીં ન કરતુ. બસ દિવસે કોઇક રડ્યા ખડ્યા મુસાફરો અહીં આવીને રોકાતા અને તેની રેસ્ટોરન્ટમાં જમવા માટે લોકો આવતા. ખુબ જ સુંદર સુવિધા ધરાવતુ હોવા છતાંય કોઇ ત્યાં રહેતુ જ ન હતુ.

એક રઘુ થોડા થોડા સમયે આવીને અહીં રોકાતો. તેને કોઇ ભય પણ ન લાગતો હતો. રિસોર્ટનો સ્ટાફ પણ રાત્રે ન રોકાતો. રઘુ રોકાઇ ત્યારે તેને રિસોર્ટની ચાવી તેને આપીને સ્ટાફ જતો રહેતો. રઘુ એકલો જ અહીં રહેતો. આથી રિસોર્ટના માલિકો તેને ખાસ ડિસ્કાઉન્ટ આપતા. તે દિવસ આખો રખડતો રહેતો અને રાત્રે નશામાં આવીને ઢળી પડતો તે સીધી બીજા દિવસની સવાર પડતી હતી. તેને તેથી કોઇની બીક લાગતી ન હતી. તેને કોઇ નડતુ જ ન હતુ.

રઘુને આખુ ગામ શું? આસપાસના બધા ગામના લોકો ઓળખતા હતા. તેનો કોઇ પરિવાર કે ઘરબાર ન હતા. તે ફરતા રામ જેવો હતો. બસ આસપાસ ફર્યા કરતો અને થોડા મહિનાઓમાં તે ગાયબ થઇ જતો. વળી પાછો પોતાની રીતે તે દેખાઇ જતો. આ જ તેની જીંદગી હતી. તે કયાંથી પૈસા લઇ આવે છે અને કેવી રીતે જીવે છે? કોઇને કાંઇ ખબર જ ન હતી.
રઘુના રહસ્ય વિશે કોઇ પણ જાણતુ ન હતુ. કોઇ તેના વિશે બહુ ખબર ન હતી. તે શુ ધંધો કરતો હતો કોઇને ખબર જ ન હતી.

****************************

શરદ પુર્ણિમાની રાત હતી. ખૈલેયા બધા આજે ધુમ તાનમાં હતા. બધાના હૈયામાં નવો ઉન્માદ હતો. સૌ ખૈલેયાઓ મન મુકી ઝુમી રહ્યા હતા. ઘણાં પ્રેમી પંખીડાઓ ચંદ્રની શીતળ રાત્રિમાં હાથમાં હાથ પરોવી ફરવા નીકળ્યા હતા. એવા જ એક પ્રેમી પંખીડા અને ભાવિ પતિ પત્ની વિશાલ અને ધારા પાર્થે રેસ્ટોરન્ટ પાસે આવેલા બાંકડા પર બેસીને વાતો કરી રહ્યા હતા.

વિશાલ અને ધારાની સગાઇને ચાર મહિના થઇ ચુક્યા હતા. દિવાળી પછી પાંચમી ડિસેમ્બરે તેમના લગ્ન હતા. વિશાલ રાજકોટ શહેરની બેંક ઓફ બરોડાની મેઇન બ્રાંચમાં સિનિયર કર્લાક હતો અને ધારાએ ફેંશન ડિઝાઇનીંગનો કોર્સ કરતી હતી. વિશાલ ખાસ ધારાને મળવા માટે જ અહીં આવ્યો હતો. તે ધારાને ખુબ જ ચાહતો હતો. બંન્ને આજે શરદ પુર્ણિમાના રાસોત્સવનો આનંદ માણીને બહાર એંકાતમાં બેઠા હતા. રાત્રિના અગિયારેક વાગ્યાનો સમય થયો હતો. ઓચિંતા ખુબ મોટે મોટેથી કુતરાઓના ભસવાનો અવાજ આવ્યો. અવાજ એકદમ તીવ્ર બનવા લાગ્યો. વિશાલને ખુબ જ ડિસ્ટર્બ થવા લાગ્યુ. તે મોબાઇલની લાઇટ ચાલુ કરીને તે જોવા ગયો. અંધારુ ખુબ જ હતુ. મોબાઇલની લાઇટમાં જોયુ તો ત્યાંનુ દ્રશ્ય જોઇ વિશાલ હલી ગયો. ધારા તો બેભાન જ થઇ ગઇ. માંડ હચમચાવી ધારાને ભાનમાં લાવી. વિશાલે તેને બેન્ચ પર બેસાડી પછી પોલીસને ફોન કર્યો.

પોલીસવાન લઇને દોડતી આવી. પોલીસે આવીને આવીને જોયુ તો રઘુની લાશ પડી હતી. પોલીસે બધુ તપાસ્યુ અને ફોટા પાડીને એમ્બ્યુલેશન મંગાવી લાશને ફોરેંસિક તપાસ માટે મોકલી દીધી. ‘રખડતો ભટકતો રઘુ મૃત્યુ પામ્યો હતો ભુતિયા રેસ્ટોરન્ટની પાછળ.’ બીજે દિવસે ન્યુઝપેપરની હેડલાઇનમાં સમાચાર હતા.

બધાના મોઢા પર એક જ વાત હતી કે આખરે ભુતએ ભોગ લઇ લીધો. બહુ મોટો બહાદુર બનવા નીકળ્યો હતો. થોડા લોકોને દુ:ખ પણ થયુ. સમાચાર પત્ર વાંચીને બધા ડરવા લાગ્યા.

“પાર્થ” રિસોર્ટ રેલ્વે સ્ટેશનની નજીક હિમાંશુ શાહે પંદર વર્ષ પહેલા બંધાવી હતી. રિસોર્ટ પાછળ સ્મશાન હતુ. આથી શરૂઆતથી લોકો ત્યાં આવતા ડરતા હતા. આવા રેસ્ટોરન્ટમાં સૌ પ્રથમ એક વિદેશી કપલ રાત્રિ રોકાણ કરવા આવ્યુ હતુ. તેઓ બે દિવસ અહીં રોકાવાના હતા. પ્રથમ રાત્રિએ જ તેઓ ડરીને ભાગી ગયા હતા. રાત્રિના અંધકાર થતા જ તેઓને ઓંચિતા બાથરૂમમાં પાણીનો અવાજ આવતો હતો.

બારીઓમાંથી પવન ફુંકાતો હતો. વળી થોડીવારમાં નીરવ શાંતિ થવા લાગતી હતી અને ટી. વી. માંથી વિચિત્ર અવાજો આવવા લાગ્યા હતા. તે કપલ ડરીને રાત્રિના સાડા દસ વાગ્યે જ ભાગી ગયા હતા.

ત્યાર બાદ રિસોર્ટના માલિકે આ વાત છુપાવી દીધી. તે રૂમને કાયમી માટે બંધ કરી દીધો પછી જેઓ અહીં રોકાતા તેને કાયમ આવા જ અનુભવો થવા લાગ્યા. ધીરે ધીરે ઉપરના આખા માળમાં રોકાતા દરેક લોકોને આવા વિચિત્ર અનુભવો થવા લાગ્યા. હવે દિવસે પણ કોઇ ઉપરના માળે જવાથી ડરવા લાગ્યુ. વેઇટર અને રેસ્ટોરન્ટ સ્ટાફ પણ ઉપર જવાથી ડરવા લાગ્યો. રેસ્ટોરન્ટ માલિકે ઉપરના માળના બધા રૂમ સીલ કરી દીધા અને ઉપરના માળનો ઉપયોગ બંધ કરાવી દીધો.

સમય જતા લોકો નીચેના રૂમમાં પણ રોકાતા ડરવા લાગ્યા અને ધીરે ધીરે આખુ રેસ્ટોરંટ બંધ થઇ ગયુ. કોઇ પણ ત્યાં ન આવતુ હતુ પછી પાંચ છ વર્ષ બાદ અંબાલાલ ખુરાના જે મુંબઇમાં રહેતા હતા અને રાજકોટ એલ એન્ડ ટી કંપનીમાં એક સિવિલ કોન્ટ્રાકટર હતા. તેને ઓછા ભાવે આ રિસોર્ટ ખરીદી લીધુ.

તેને આ ખખડધજ રિસોર્ટને રિનોવેટ કરાવીને તેમાં હવન કરાવ્યા અને દસ દિવસ શાંતિપાઠ પણ કરાવ્યા છતાં પણ લોકો તેમાં રોકાવા આવવા માટે અચકાતા. બસ ખાલી થોડા લોકો ભોજન લેવા આવતા લાગ્યા. એક રઘુ જ હતો કે બે ત્રણ દિવસ અહીં રોકાતો અને કોઇ દિવસ કોઇ ફરિયાદ પણ ન કરતો હતો. કોઇ ભુત પ્રેત કે વિચિત્ર અનુભવની.
તે એકલો જ અહીં રોકાતો હતો. રિસોર્ટમાલિકે તેને કાયમી મેમ્બરશીપ આપી દીધી હતી તેને જયારે તે આવતો ત્યારે રૂમ સર્વિસ ફ્રી મળતી અને મનપસંદ રૂમ પણ તેમને આપતા પરંતુ રઘુ હમેંશા ઉપરના માળનો રૂમ નં 232 જ પસંદ કરતો.
પોલીસ ઓફિસરે બધી તપાસ કરી લીધી. કોઇ સુરાગ હાથ લાગતો ન હતો. ઇન્સપેકટર યાદવે પણ ભુતિયા જગ્યાની વાત માની કેસ કોલ્ઝ કરી દીધો.

***********************

ધારાને લાશ જોઇને મનમાં બીક લાગી ગઇ હતી. તેને રાત્રે ઉંઘ પણ ન આવતી હતી. ભોળી માસુમ ધારાએ આ પહેલા કયારેય આવુ જોયુ પણ નહોતુ. ખુન, હત્યા જેવી બાબત જીવનમાં પહેલીવાર જ જોઇ રહી હતી. તેને દિવસે પણ ભય લાગવા લાગ્યો.

તેને માતા પિતા તેને ખુબ જ સમજાવતા હતા. તેની બધી ફ્રેન્ડસ પણ તેને ભુલવા સમજાવતી. ધારા પોતે પણ ખુબ જ પ્રયત્નો કરતી પરંતુ તેની હાલતમાં સુધાર જ આવતો ન હતો.

ધારા બાળપણથી જ કોમળ સ્વભાવની છોકરી હતી. અદ્દલ તેની મમ્મી જેવી જ સોફટ અને સ્વભાવની સરળ છોકરી. ધારા ખુબ જ વાતોડી અને મિલનસાર પણ હતી. તેનો સ્વભાવ સરળ સાથે તે ઇશ્વરમાં ખુબ જ શ્રધ્ધા ધરાવતી હતી. તેને પોતાના ઘરમાં નાનકડાં લાલનનુ સ્વરૂપ પણ પધરાવ્યુ હતુ. તે રોજ પોતાના કાનુડા સાથે સવારે ઉઠીને નાહી ધોઇને ફ્રેશ થઇ એક કલાક વાતો કરતી. લાલન સાથે પોતાના સુખ દુ:ખની વાતો કરતી હતી. ક્રિશ્ના તેના બેસ્ટ ફ્રેન્ડ હતા. તે હમેંશા મુશ્કેલી વખતે કે મન થાય ત્યારે કાન્હા સાથે વાતો કરવા દોડી જતી હતી.

સાદી, સીધી, સરળ, મિલનસાર ધારાએ ધોરણ 12 બાદ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ શરૂ કર્યો અને તેના માટે તે અમદાવાદ ગઇ. અમદાવાદમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહીને તે પોતાનો અભ્યાસ ખંતથી કરતી હતી. ફેશન ડિઝાનિંગનો કોર્સ કરતા કરતા તેની સાથે જ અભ્યાસ કરતો નિશિથ સાથે મિત્રતા થઇ ગઇ. બંન્ને સાથે અભ્યાસ અને કામ કરવા લાગ્યા.

ધીરે ધીરે ધારાના મનમાં નિશિથ પ્રત્યે પ્રેમના અંકુર ફુટવા લાગ્યા. નિશિથને પણ ધારા ગમવા લાગી હતી. બંન્ને કયારે એકબીજાના ગાઢ પ્રેમમાં પડી ગયા કાંઇ ખબર જ ન પડી. બંન્ને એકબીજા વિના ચેન ન પડતુ. અભ્યાસ સિવાય પણ તેઓ લંચ, ડિનર માટે મળવા લાગ્યા. નિશિથે એક દિવસે ધારા સમક્ષ લગ્નનો પસ્તાવ મુક્યો અને ધારાનુ મન નાચી ઉઠયુ તેને તુરંત જ સ્વીકારી લીધો.

***********************

વિશાલને નાનપણથી જ વાંચનનો ખુબ જ શોખ. તેના પિતાજીને પણ વાંચવુ ખુબ જ ગમતુ એટલે ઘરમાં ઘણાં પુસ્તકો હતા. વળી, તે નાની વયે ગામની લાયબ્રેરીનો પણ સભ્ય બની ગયો હતો. તેને ખાસ કરીને રહસ્યમય, જાસુસી વાર્તાઓ વાંચવી ખુબ જ ગમતી હતી. ટી.વી. પર પણ તે તેવા જ પ્રોગામો જોવા માટે પસંદ કરતો હતો. રમત પણ ચોર પોલીસ, સંતાકુકડી, ખજાના શોધની પસંદ કરતો હતો.

વાંચનના ખુબ જ શોખને કારણે તે અભ્યાસમાં પણ તેજસ્વી વિદ્યાર્થી હતો પરંતુ પિતાજીની આર્થિક સ્થિતિ સમજતા તેણે ધોરણ – 10 પછી કોમર્સ લાઇન લઇ લીધી અને ધોરણ – 12 પછી પણ ઉંચા સપના ન જોતા તેને કોલેજ જોઇન કરી લીધી.

ખુબ હેન્ડસમ 5” ફુટ 8” ઇંચની લાંબી હાઇટ, કસરતથી કસાયેલુ શરીર, દાઢી કરેલો સાફ ચહેરો, ચમકતી ગૌરી ત્વચા ગમે તેવી છોકરીના દિલનો રાજકુમાર બની શકે તેવી પર્સનાલિટી હતી છતાંય કોલેજ લાઇફ દરમિયાન તેની કોઇ ગર્લફ્રેન્ડ ન હતી. તે પોતાના અભ્યાસમાં જ અને લાયબ્રેરીમાં જ સમય વિતાવતો રહેતો.

હા, તેના બીજા ખાસ દોસ્તો હતા. સ્નેહા, સુહાની, નિમિષ, દિલીપ બધા તેના ખાસ મિત્રો હતા. તે બધા સાથે હળી મળીને રહેતો હતો, પરંતુ અભ્યાસમાં તેની વિશેષ રૂચિ હતી. એકવાર તેને પોતાની કોલેજમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસની મદદ લઇ આસાનીથી ઉકેલી લીધો હતો. તેને હમેંશા પોલીસ કે જાસુસ જ બનવુ હતુ પરંતુ બેન્કની પરીક્ષામાં પાસ થઇ જતા અને ઘરની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા તેને બેન્કની જોબ સ્વીકારી લીધી. તે કમને પોતાની નોકરી કરતો હતો.

*******************

નિશિથ અને ધારા એકબીજાને દિલથી પ્રેમ કરતા હતા અને તેઓ મેચ્યોર પણ હતા. આથી તેઓ પ્રેમ સાથે અભ્યાસ પર પુરતુ ધ્યાન આપતા હતા.
એક દિવસ તેઓ લંચ માટે હોટેલમાં મળ્યા હતા. ત્યાંથી પરત જતા રસ્તામાં નિશિથને વાઇનો એટેક આવતા હોંડાનુ એકસિડન્ટ થઇ ગયુ અને ઘટનાસ્થળ પર જ તેનુ મૃત્યુ થઇ ગયુ. ધારાને તેનો ખુબ જ આઘાત લાગ્યો. તેની માનસિક હાલત ખરાબ બની ગઇ. આથી તે અમદાવાદ છોડીને ઘરે આવી ગઇ. ઘરના વાતાવરણ અને પ્રેમને કારણે તેની હાલતમાં સુધારો આવ્યો એટલે વિશાલ સાથે તેની સગાઇ કરાવી દીધી. તે હવે વિશાલ સાથે ખુશ હતી.

**********************

“ધારા, મારે તારે સાથે એક વાત કરવી છે.” રાજકોટ પોતાના સાસરે આવેલી ધારાને બહાર ડિનર લઇ જતા વિશાલે કહ્યુ.
“હા, બોલો ને”
“તને ખબર તો છે ને મને ડિટેકટીવના જોબમાં રસ હતો.”
“હા, તો અત્યારે.”
“હુ રઘુના કેસની તપાસ કરવા માંગુ છુ.”
“તે પોલીસ તો તપાસ કરી રહી છે.”
“તેને તો કેસ ક્લોસ કરી દીધો છે અને વર્ષોથી રિસોર્ટ બાબતે અફવાઓ ફેલાયેલી છે તે ભેદ મારે ખોલવો છે.”
“ત્યાં પ્રેતનો વાસ છે. અમારા આખા ગામના લોકો તે જાણે છે.”
“ધારા તે બધી અફવાઓ છે અને ભણેલ વ્યક્તિ તરીકે આપણે આવી બાબતોમાં વિશ્વાસ ન કરવો જોઇએ.”
“પણ આપણે શા માટે વચ્ચે પડવુ જોઇએ?”
“મને શોખ છે યાર અને એકવાર સત્ય સામે આવી જશે પછી બધી અફવાઓનો અંત આવી જશે.”
“હા, તારી વાત સાચી છે પરંતુ મને ખુબ જ ડર લાગે છે આવી બધી બાબતોથી.” “અરે જાન એમાં ડરવાની કોઇ જરુર નથી. હુ છુ ને”

***************************

વહેલી સવારે વોક પર નીકળેલા મિસ્ટર ચેતનને ખુબ જ દુર્ગધ ભરી વાસ તેના નાક પર આવી. તે મોટેભાગે સ્મશાનના રસ્તે કયારેય જતા નહિ અને આ ચોમાસાના દિવસમાં તો તે બગીચામાં થોડા ચક્કર લગાવી ઘરે આવી જતા. પરંતુ આજે બગીચામાં યોગાનો પ્રોગામ હતો. આથી બગીચો ચિક્કાર હતો. આથી નાછુકટે તે બહાર વોક પર આવી ગયા અને વિચારમાં તે સ્મશાન બાજુ આવી ગયા.

તેના નાકમાં તીવ્ર દુર્ગધ આવી રહી હતી. આથી તે પરત જવાના જ હતા. ત્યાં જ તેની નજર એક છોકરીની લાશ પર પડી. તે ખુબ જ ગભરાય ગયો. તે વધારે વખત તે બિહામણી લાશ સામે જોઇ ન શક્યો અને દોડીને ઘર તરફ જતો રહ્યો.

એક 25 26 વર્ષની યુવતીની લાશ હતી. તેની હાલત ખુબ જ ખરાબ હતી. તેનુ મોઢુ આખુ છુંદાયેલુ હતુ અને આખા શરીર પર ઉઝરડાના નિશાન હતા અને માંસના લોચા આજુબાજુ ઉડી રહ્યા હતા અને લોહીની નદી વહી જઇ રહી હતી.
ચેતન તેનામાં હતી એટલી શક્તિથી દોડીને ઘરે જતો રહ્યો. ઘરે પહોંચ્યો ત્યારે પરસેવે રેબઝેબ અને હાંફી રહ્યો હતો. તેની આવી હાલત જોઇને તેની પત્ની દામિનીએ ગભરાઇને પુછ્યુ,

“શું થયુ તમને? તમારી તબિયત તો બરાબર છે ને આમ કેમ હાંફી રહ્યા છો?”
“ભુત, લાશ ભુત” હાંફતા હાંફતા તે આટલુ માંડ બોલી શક્યો. “ભુત લાશ. કયાં છે?” દામિનીએ પતિના ચહેરા પર પરસેવો લુછતા કહ્યુ. “સ્મશાન પાસે. પહેલા મારો ફોન લાવ.”
“આપુ પહેલા મને તો કહો શું થયુ?”
થોડીક શાંતિ વળતા ચેતને કહ્યુ, “પહેલા પોલીસને ઇન્ફોર્મ કરી તને બધુ સમજાવુ.”
દામિનીએ ફોન આપ્યો એટલે ચેતને પોલીસને ફોન જોડી બધુ કહી દીધુ. પછી દામિનીને બધુ સમજાવી તેઓ પણ સ્મશાન પાસે જવા નીકળ્યા. તેઓ પહોચ્યા ત્યારે પોલીસ પણ ત્યાં પહોંચી ગઇ હતી. ઘણાં બધા લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા. તેમાં એક વિશાલ પણ હતો. તે બધી જ વસ્તુ જાણવા માંગતો હતો. પોલીસે પોતાની રીતે બધી તપાસ કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. વિશાલ પણ પોતાની ઝીણી નજરે બધુ તપાસી રહ્યો હતો.

થોડી જ વારમાં પોલીસ આવી ગઇ અને ચેતન અને દામિની પણ પહોંચી ગયા. લોકોનુ ટોળુ પણ એકઠુ થઇ ગયુ.

“આ વિસ્તાર જ ડેંજર લાગે છે. હજુ રઘુની હત્યાને મહિનો પણ થયો નથી ને આ બીજી હત્યા.” નવી નિમુણક પામેલા ઇન્સપેકટર વ્યાસે કહ્યુ.
“સાહેબ, રિસોર્ટની ચુડેલ હવે બહાર પણ લોકોની હત્યા કરવા લાગી છે.” ચેતને કહ્યુ.
“હા, હવે રિસોર્ટ તો સીલ થઇ ચુક્યુ છે એટલે બહાર આવીને લોકોને મારે છે.” ટોળમાં ચર્ચાઓ ચાલુ થઇ ગઇ.
યુવતીની લાશને એમ્બ્યુલશનમાં લઇ જવામાં આવી અને ઇન્સપેકટર વ્યાસે આસપાસ ઝીણવટપુર્વક તપાસ કરી પરંતુ ન તો લાશને ઢસડીને લઇ આવ્યાના નિશાન હતા અને ન તો ત્યાં જ તેની હત્યા થઇ હોય તેવા નિશાન મળ્યા.

**************************

“પરમાર, પેલી લાશ મળી હતી તે યુવતીની કોઇ ઓળખ મળી?” ઇન્સપેકટર વ્યાસે બીજા દિવસે પોલીસ ચોકીમાં પોતાના સાથી ઇન્સ્પેકટર રાજીવ પરમારને પુછ્યુ.
“ના, સર તેનુ મુખ આખુ છુંદાય ગયુ હતુ. પરંતુ ડોકટરની મદદથી સ્કેચ બનાવ્યો અને લોકલ ન્યુઝ ચેનલ અને ન્યુઝ પેપર બધી જગ્યાએ મુક્યો છે હજુ સુધી કોઇ તેને ઓળખતુ નથી. કોઇ ન્યુઝ મળે એટલે કહુ તમને.”
“હા ઝડપથી કહેજે અને પેલા રઘુ મર્ડર કેસની ફાઇલ કયાં છે? તે પણ આપજે મને મારે કેસ સ્ટડી કરવો છે.”
“હમણાં આપુ.”

****************************

“તે લોકો આબાદ રીતે છટકી ગયા. ધારા, આપણી બધી મહેનત પાણીમાં ગઇ.” રાજકોટ હાઇ વે પર ડ્રાઇવ કરતા વિશાલે કહ્યુ
. “હવે આપણે પોલીસની મદદ લેવી પડશે.”

“હા, મને પણ લાગે છે આપણે ડાઇરેકટ પોલીસ ચોકીએ જ જઇએ.”

**********

“હેલો, સર માઇ સેલ્ફ વિશાલ પુંજારા એંડ ધીસ ઇઝ માય ફિયાનસે ધારા.” પોલીસ ચોકીએ આવીને વિશાલે ઇન્સ્પેકટર વ્યાસને કહ્યુ.
“બોલો, હુ તમને શું મદદ કરી શકુ?”
“સર, અમે રઘુ અને પેલી લેડી રોઝી મર્ડર વિશે વાત કરવા આવ્યા છીએ.”
“યસ, બોલો.”

“સર, રઘુના મર્ડર બાદ મેં અને ધારાએ પાર્થ રિસોર્ટ અને તેની સાથે ફેંલાયેલી ચુડેલની અફવા પર ઉંડી તપાસ કરી છે. અમે ઘણાં દિવસથી તેની તપાસમાં હતા. તેમાંથી અમને માહિતી મળી કે આ એક મોટુ ષડયંત્ર છે. ચરસ અને ગાંજાની હેરાફેરી કરનાર ગ્રુપનુ. રઘુ પણ તેઓની સાથે સંકળાયેલો હતો. તેઓ વચ્ચે તકરાર થતા રઘુનુ તેઓએ ખુન કરી નાખ્યુ. રોઝી પણ તેઓ સાથે સંકળાયેલી હતી અને તે ચુડેલ બની લોકોને ડરાવતી હતી અને પાર્થ રિસોર્ટનો તેઓ ગેરકાયદેસર ઉપયોગ કરતા હતા. અમારે હાથે રોઝી પકડાય જાય તેમ હતી આથી તેઓએ તેનુ પણ ખુન કરી નાખ્યુ અને તેઓ ફરાર થઇ ગયા.” “ઓહ, તમને આ બધી જાણ કેવી રીતે થઇ? એ લોકો કોણ છે?” ઇન્સ્પેકટર વ્યાસે વિશાલને પુછ્યુ.

“અમે લોકો થોડા દિવસ તે રિસોર્ટની તપાસ કરતા હતા. રાત્રે ત્યાં કેટલાક લોકો ત્યાં આવતા હતા અને અમે તેના પર નજર રાખી હતી તે લોકો ગેરકાયદેસર વ્યવસાય કરતા હોય તેવુ અમને લાગતુ હતુ. અમે તેના પર ચાંપતી નજર રાખી અને આ ઓડિયો ક્લીપ બનાવી છે તેના પરથી અમને ખબર પડી કે તેઓ ચરસ ગાંજાની ગેરકાયદેસર હેરાફેરી કરે છે.” ઇન્સપેકટરને ઓડિયો ક્લીપ આપતા વિશાલે કહ્યુ. ઇન્સપેકટર વ્યાસે ઓડિયો ક્લીપ શરૂ કરી.
“રાઘવ માલનો સ્ટોક કેટલો છે?” કોઇ ઘોઘરા અવાજવાળી વ્યક્તિએ પુછ્યુ.
“બોસ, માલ હવે ડેડલાઇન પર છે અને ગાંજાનો હજાર પેકેટસના ઓર્ડર પણ આવી ગયો છે.”

“બેવકુફો તો ખબર નથી પડતી. સ્ટોક મંગાવી લો.” બુમ પાડતા ઘોંઘરા અવાજ વાળી વ્યક્તિએ કહ્યુ.
“પકડો એને ભાગી જ જવા પામે”……… પછી ઘર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર અવાજ આવીને ક્લિપ બંધ થઇ ગઇ.
“આ શુ છે બધુ?” ઇન્સપેકટર વ્યાસે પુછ્યુ.
“બસ આટલી જ ક્લિપ બનાવી ત્યાં તેઓ લોકો અમને જોઇ ગયા અને અમને પકડવા આવ્યા અમે માંડ માંડ તેમનાથી બચીને આવ્યા છીએ.”
“બ્રેવો તમે પોલીસને ખુબ જ હેલ્પ કરી છે. તમારો ખુબ ખુબ આભાર.”
“વેલકમ સર, પરંતુ અત્યારે તેઓ અમારી પાછળ પડ્યા છે અમને પ્રોટેકશન જોઇ છીએ.”
“ઓ.કે. તમે પોલીસની આટલી મદદ કરી માટે ગુનેગારો ન પકડાય ત્યાં સુધી તમને પુરતુ પ્રોટકશન આપવામાં આવશે અને અમારી પુરતી તાકાત ગુનેગારને પકડવામાં લગાવી દઇશુ.”
“થેન્ક્યુ સર.”

************************

“સર પ્લીઝ હેલ્પ મી.”
“કોણ?” વિશાલને એક અજાણ્યા કોલ પર જવાબ આપતા કહ્યુ.
“સર તમારી એક હેલ્પની જરૂર છે. તમે મને તમારી ઓફિસની પાછળ આવેલા પાર્કમાં મળવા આવી શકો?”
“ભાઇ તમે કોણ છો? હુ તમારી શુ મદદ કરી શકુ?”
“હુ એક મજબુર વ્યક્તિ છું. મારી ઓળખને બધુ તમને રૂબરુ જણાવીશ પ્લીઝ એકવાર તમે મને મળવા આવી શકો.” “ના ભાઇ એમ કોઇ અજાણ્યા લોકોને કારણ વગર મળી ન શકુ.” વિશાલને ડર લાગ્યો કે ગુનેગારો કયાંક તેને છટકામાં ફસાવી ન દે. “સર થોડુ જ કામ છે તમારુ.”

ના ભાઇ કહી વિશાલે ફોન મુકી દીધો.

*******************************

ફરીથી અજાણ્યા નંબરથી ફોન આવતા વિશાલને ગુસ્સો આવી ગયો. આથી ફોન આવતા જ વિશાલે પીક અપ કરીને ગુસ્સેથી કહ્યુ,
“ભાઇ એકવાર ના પાડી તો કેમ ખબર પડતી નથી?”
“કોને ના પાડી શુ થયુ?” સામે છેડેથી ઇન્સ્પેકટર વ્યાસે કહ્યુ.
“સોરી વ્યાસ સર એક માણસ પરેશાન કરતો હતો એટલે મને લાગ્યુ કે તેનો જ ફોન હશે એટલે તમને કહેવાય ગયુ. સોરી અગેઇન.” તે ઇન્સ્પેકટર વ્યાસનો અવાજ ઓળખી જતા કહ્યુ.

“તમને ફરીથી અભિનંદન આપવા ફોન કર્યો. તમારી હિમ્મત બહાદુરીને કારણે ગુનેગારો પકડાઇ ગયા છે અને તેઓએ પોતાનો ગુનો કબુલી લીધો છે. તેઓ પોતાના ગેરકાયદેસર વ્યવસાય ચલાવવા માટે જ લોકોને ડરાવતા હતા અને તેઓએ જ રઘુ અને રોઝીની હત્યા કરી છે.” “અરે વાહ સર ધેટસ ગ્રેટ ન્યુઝ. પણ તો તે ફોન કોનો હતો?” “ફોન? કેવો ફોન?” ઇન્સપેકટર વ્યાસે પુછ્યુ એટલે વિશાલે બધી વાત કરી.
“તે નંબર મને આપો હુ ટ્રેસ કરીને કહુ છે તે કોણ છે અને કયાંથી તમને ફોન કર્યો છે.” વિશાલે નંબર આપ્યો.

***************************

“હેલો સર, તમે મને બોલાવ્યો?” ઇન્સપેકટર વ્યાસે વિશાલને બોલાવ્યો એટલે પોલીસ ઓફિસે આવીને વિશાલે પુછ્યુ
. “બેસો મિસ્ટર વિશાલ. તમે જે નંબર આપ્યો તે ટ્રેસ થઇ ગયો છે. અને કોથળામાંથી બિલાડુ નીકળ્યુ છે.”

“વોટ? એવુ શુ બન્યુ?”
“તે કપિલ જાનીનો કોલ હતી. પોલીસે પછી તેની તપાસ કરી અને મુલાકાત લીધી. તેનુ કહેવુ એવુ છે કે……”
“શુ કહેવુ છે? કેમ અધુરી વાત મુકી?”
“તે વાત તેના મુખેથી જ સાંભળો.”
“હેલો, વિશાલ મે જ તમને કોલ કર્યો હતો. હુ કોઇ ગુનેગાર નથી. ચરસ ગાંજાની હેરાફેરી કરનારા આ લોકો ગુંડાઓ છે અને તેઓએ મારી જમીન કબજે કરી લીધી હતી અને તેઓએ જ પોતાના સાથીઓ પાસે રેસ્ટોરંટ બનાવડાવી હતી. અને ત્યાં ખોટે ખોટા ભુતની અફવા ફેલાવી હતી. બહુ વધારે થયુ એટલે વેચવાનુ નાટક કર્યુ વર્ષોથી તેઓ આ ધંધો ચલાવી રહ્યા હતા.”

“તમે પોલીસની મદદ ન લીધી?” ઇન્સપેકટરે પુછ્યુ.
“મને તેઓએ કેદમાં રાખ્યો હતો. હુ માંડ છટકીને આવ્યો છુ.”
“તમે અદાલતમાં જુબાની આપજો. અમે તમારી જમીન છોડાવી આપીશુ.”
“થેન્ક્યુ સો મચ સર.”

“હવે તે લોકોને કોઇ બચાવી નહિ શકે આપણી પાસે સબુત અને ગવાહ બન્ને છે.” ઇન્સપેકટરે કહ્યુ.

“હા, સર.”
વિશાલની બહાદુરી અને કપિલ જાનીની ગવાહીને કારણે ગુનેગારો પકડાય ગયા અને તેમને આકરી સજા થઇ. કપિલ જાનીને તેની જમીન પણ મળી ગઇ

લેખક : ભાવિષા ગોકાણી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment