ભીમની અંદર કેવી રીતે આવ્યું હતું 10 હજાર હાથીઓનું બળ ? જાણો આ મહાભારતના રહસ્યને…

17

મહાભારતમાં એવા ઘણા યોદ્ધા હતા, જે ખુબજ શક્તિશાળી હતા. એમનો સામનો કરવો એટલે મૃત્યુને નિમંત્રણ આપવા સમાન હતું. એવા જ એક યોદ્ધા હતા પાંડુ પુત્ર ભીમ. કહેવામાં આવે છે કે ભીમની અંદર ૧૦ હજાર હાથીઓનું બળ હતું. પરંતુ શું તમે જાણો છો કે એક સાધારણ મનુષ્યની જેમ દેખાવનારા ભીમની અંદર આટલી શક્તિ આવી ક્યાંથી ? ખરેખર આ રહસ્ય વિશે ખુબજ ઓછા જ લોકોને ખબર હશે.

કહેવામાં આવે છે કે ૧૦ હજાર હાથીઓની શક્તિને લઈને ભીમે એક વખત નર્મદા નદીનો પ્રવાહ રોકી લીધો હતો. ભીમની અંદર આટલી શક્તિ આવવા પાછળ એક રસપ્રદ બનાવ છે. આના પ્રમાણે, ભીમ બાળપણથી જ ઘણો શક્તિશાળી હતો. એ દોડવામાં, નિશાનો લગાવામાં અથવા કુશ્તી લાગવામાં, બધા રમતોમાં ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કે કૌરવોને હરાવી દેતો હતો. જો કે એમની અંદર કૌરવો પ્રત્યે કોઈ દ્વેષ નહતો, પરંતુ દુર્યોધનના મનમાં ભીમસેન પ્રત્યે દુર્ભાવના શરૂઆતથી જ હતી. ત્યારે એણે સારી તક મળતા જ ભીમને મારવાનો વિચાર કર્યો.

દુર્યોધને એક વખત રમવા માટે ગંગા કિનારે શિબિર લગાવ્યો અને એ સ્થાનનું નામ રાખ્યું ઉદકક્રીડન. ત્યાં ખાવા પીવાથી લઈને રમવા સુધીની બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. દુર્યોધને પાંચ પાંડવોને પણ ત્યાં રમવા માટે બોલાવ્યા અને એક દિવસ તક મળતા એણે ભીમના ખાવામાં ઝેર ભેળવી દીધું. જ્યારે ભીમ આ ઝેરવાળું ખાવાનું ખાઈને બેભાન થઇ ગયા, ત્યારે દુર્યોધને દુ:શાસન સાથે મળીને ભીમને ગંગામાં ફેંકી દીધો.

ભીમ બેભાન અવસ્થામાં જ પાણીના રસ્તે નાગલોક પહોંચી ગયા. ત્યાં સાપોએ એમને ખુબ ડંખ્યા, જેના કારણે એમના શરીરમાંથી ઝેરનો પ્રભાવ ઓછો થઇ ગયો. આના પછી જ્યારે ભીમ હોંશમાં આવ્યા તો એ આજુબાજુ ભયંકર સાંપોને જોઇને તેમને મારવા લાગ્યા. જેનાથી ડરીને બધા સાંપો નાગરાજ વાસુકિ પાસે ગયા અને એમને પૂર્ણ વાત કરી.

આખી વાત સાંભળ્યા પછી નાગરાજ વાસુકિ આર્યક નાગ સાથે પોતે ભીમ પાસે ગયા. ત્યાં જતા જ આર્યક નાગે ભીમને ઓળખી લીધા. વાત એમ છે કે, આર્યક નાગ ભીમના નાના ના નાના હતા. એના પછી એ ભીમને પોતાની સાથે નાગલોકમાં લઇ ગયા. ત્યાં એમણે નાગરાજ વાસુકિ પાસે ભીમને એમને કુંડોનું રસ પીવડાવાની આજ્ઞા માંગી, જેમાં હજારો હાથીઓનું બળ હતું. પછી નાગરાજ વાસુકિએ આની આજ્ઞા આપી દીધી અને ત્યારે ભીમને ૮ કુંડોનો રસ પીને એક દિવ્ય આસન પર સુઈ ગયા.

નાગ્લોકમાં ભીમ ૮ દિવસ સુધી સૂતા રહ્યા અને જ્યારે તે જગ્યા તો એનામાં ૧૦ હજાર હાથીઓની શક્તિ આવી ચુકી હતી. પછી તે હસ્તિનાપુર પહોંચ્યા અને માતા કુંતી અને પોતાના ભાઈઓ દ્વારા એમને ઝેર આપીને ગંગામાં ફેકવાનું અને નાગલોકમાં જે બન્યું એ બધી વાત કરી. ત્યારે યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે આ વાત કોઈને પણ કહેવાની ના પાડી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment